ખજૂરભાઇ ચૂંટણી લડે તો જીતે ખરા?

કોમેડીયન, યુટ્યુબર, સમાજ સેવક, બિઝનેસમેન એવા નીતિન જાની જેમને આખી દુનિયા ખજૂરભાઇના નામથી ઓળખે છે તેમણે રાજકોટના એક કાર્યક્રમમાં ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી છે. તેમણે કહ્યું કે, ભણેલા લોકો રાજકારણમાં આવે, યુવાનો કોઇ પણ પાર્ટીમાં જોડાઇને વટથી ચૂંટણી લડે.

ખજૂરભાઇએ કાર્યક્રમમાં કહ્યું કે, તમારા લોકોની દયા હશે તો હું પણ ચૂંટણીમાં ઉભો રહેવાનો છું. એ પછી ચર્ચા શરૂ થઇ કે ખજૂરભાઇ 2027ની વિધાનસભા ચૂંટણી લડશે.

જિગલી ખજૂરથી જાણીતા બનેલા નીતિન જાનીએ સમાજ સેવા તરફ ફોકસ કર્યું અને અનેક લોકોના  કાચા ઘરને પાકા બનાવી આપ્યા. ત્યારથી તેમની ખ્યાતિ ખુબ વધી ગઇ છે. એ પછી તાજેતરમાં તેમણે તેલનો બિઝનેસ પણ શરૂ કર્યો છે. પોતે કઇ પાર્ટી સાથે જોડાશે તેવી ચોખવટ નીતિન જાનીએ કરી નથી.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.