ધારાસભ્ય ફાતિમા તહલિયાએ ઉદ્ધાટનમાં એક દીવો પ્રગટાવ્યો અને મૌલવીઓ ભડકી ગયા

કેરળમાં એક રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન દરમિયાન મુસ્લિમ લીગના મહિલા ધારાસભ્ય ફાતિમા તહલિયા દ્વારા પરંપરાગત દીવો પ્રગટાવવાની ઘટનાએ ચર્ચા જગાવી છે. આ ઘટના બાદ એવી ચર્ચા શરૂ થઇ ગઇ છે કે મુસ્લિમ પરંપરાગત દીવો પ્રગટાવી શકે છે કે નહીં. સુન્ની ધાર્મિક સંગઠન સમસ્તાએ આ બાબતનો વિરોધ નોંધાવ્યો છે. અહેવાલો દર્શાવે છે કે મુસ્લિમ લીગના પ્રથમ મહિલા ધારાસભ્ય ફાતિમા તહલિયાએ તેમના મતવિસ્તાર પેરામ્બ્રામાં રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન સમારોહમાં પરંપરાગત દીવો પ્રગટાવ્યો હતો. આ કાર્યક્રમના ફોટા અને વિગતો સામે આવ્યા પછી, આ મુદ્દો સામાજિક અને ધાર્મિક સ્તરે આ ચર્ચા શરૂ થઇ ગઇ છે.

Fathima-Thahiliya4
thenewsminute.com

આ ઘટનાનો જવાબ આપતા સમસ્તાએ જણાવ્યું હતું કે મુસ્લિમોએ એવા કાર્યોથી દૂર રહેવું જોઈએ જે ઇસ્લામિક ઉપદેશો પર આધારિત ન હોય અને અન્ય ધર્મોના ધાર્મિક વિધિઓનો ભાગ માનવામાં આવે છે. દીપ પ્રગટાવવાના સમારોહ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સંગઠને આ ટિપ્પણી કરી. સમસ્તાનું કહેવું કે દીવો પ્રગટાવવાની પરંપરા અન્ય ધર્મોના લોકો તેમના ધાર્મિક રીત-રિવાજોના ભાગ રૂપે નીભાવે છે. કે જો કોઈ મુસ્લિમ આવા ધાર્મિક પ્રતિકો અથવા ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે, તો તે ગંભીર ધાર્મિક પ્રશ્નો ઉભા કરી શકે છે.

જોકે, સમસ્તાએ તેના નિવેદનમાં એક મહત્ત્વપૂર્ણ વાત પણ સ્પષ્ટ કરી. સંગઠને કહ્યું હતું કે જો દીવો ફક્ત પ્રકાશના હેતુ માટે પ્રગટાવવામાં આવે છે અને ધાર્મિક વિધિઓ અથવા ધાર્મિક લાગણીઓ સાથે કોઈ સંબંધ નથી તો તેને અલગ રીતે જોઈ શકાય છે અને આવા કિસ્સાઓમાં સ્વીકાર્ય ગણી શકાય છે. ફાતિમા તહલિયાના દીપ પ્રાગટ્યથી શરૂ થયેલી ચર્ચા ધાર્મિક અને સામાજિક ક્ષેત્રોમાં ચર્ચાનો વિષય બની રહી છે.

Fathima-Thahiliya
zeebiz.com

જ્યારે સમસ્તા પોતાનો વાંધો ઉઠાવ્યો છે, ત્યારે બીજી તરફ મુદ્દો એ વાતને લઇને પણ ચર્ચામાં છે કે જાહેર કાર્યક્રમોમાં પરંપરાગત પ્રતિકો અને ધાર્મિક માન્યતાઓ વચ્ચે સંતુલન જાળવવામાં આવે. સમસ્તાના નિવેદન બાદ ચર્ચા વધુ તીવ્ર બની છે; વિવાદનો મૂળ એ છે કે જાહેર કાર્યક્રમમાં દીવો પ્રગટાવવાની પરંપરાને કયા દૃષ્ટિકોણથી જોવામાં આવે અને ધાર્મિક દૃષ્ટિકોણથી તેનું કેવું અર્થઘટન કરવામાં આવે છે.

About The Author

Top News

અમેરિકન કોર્ટે ટ્રમ્પ સરકારની H-1B વીઝા માટેની 1,00,000 ડોલરની ફી 'ગેરકાયદેસર' ઠેરવી, ભારતીયો માટે આનો શું અર્થ છે?

અમેરિકામાં સ્થાયી થવા માગતા અને ત્યાં કામ કરતા હજારો ઇમિગ્રન્ટ્સ માટે એક બહુ મોટા રાહતના સમાચાર આવ્યા છે. મેસેચ્યુસેટ્સના બોસ્ટનની...
World 
અમેરિકન કોર્ટે ટ્રમ્પ સરકારની H-1B વીઝા માટેની 1,00,000 ડોલરની ફી 'ગેરકાયદેસર' ઠેરવી, ભારતીયો માટે આનો શું અર્થ છે?

સરકારે LPG સબસિડી કેમ વર્ષના 9 સિલિન્ડરથી ઘટાડીને 4 કરી દીધી? જાણો અસલી કારણ

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ સબસિડીવાળા LPG  સિલિન્ડર રિફિલની સંખ્યા ઘટાડવાના સરકારના તાજેતરના નિર્ણયે દેશના અનેક પરિવારોમાં સવાલો ઊભા...
National 
સરકારે LPG સબસિડી કેમ વર્ષના 9 સિલિન્ડરથી ઘટાડીને 4 કરી દીધી? જાણો અસલી કારણ

'પાયલટ બળવાખોર હતા': અશોક ગેહલોતના શાબ્દિક હુમલા પર સચિન કેમ ચૂપ છે? સામે આવ્યું કારણ

રાજસ્થાનના રાજકારણમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના સંબંધો અંગે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ તાજેતરમાં સપ્ટેમ્બર ...
Politics 
'પાયલટ બળવાખોર હતા': અશોક ગેહલોતના શાબ્દિક હુમલા પર સચિન કેમ ચૂપ છે? સામે આવ્યું કારણ

વડોદરાના પ્લોટને લઈને યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટે ખખડાવીને કહ્યું- ‘લાંબા સમય સુધી પૈસા આપ્યા વિના જમીન પર કબજો...’

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને TMCના સાંસદ યૂસુફ પઠાણ માટે મુશ્કેલી વધી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે વડોદરામાં અતિક્રમણના કેસ...
Gujarat 
વડોદરાના પ્લોટને લઈને યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટે ખખડાવીને કહ્યું- ‘લાંબા સમય સુધી પૈસા આપ્યા વિના જમીન પર કબજો...’
Copyright (c) Khabarchhe All Rights Reserved.