હવે દ.ગુજરાતમાં સંઘવી યુગની શરૂઆત, પાટીલ યુગનો અંત!

હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઇને સાબિત કરી દીધું છે કે હવે દક્ષિણ ગુજરાતના સૌથી પાવરફૂલ નેતા તરીકે તેમણે સી.આર. પાટિલને રીપ્લેસ કરી દીધા છે. સી.આર. પાટિલના ખાસ ગણાતા 3 વખતના ધારાસભ્ય સંગીતા પાટિલ અને સહકારી રાજકારણના મજબૂત નેતા સંદીપ દેસાઇને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. એટલે સ્પષ્ટ છે કે હવે દક્ષિણ ગુજરાતના રાજકારણમાં કોનો સિક્કો ચાલશે.
 
હર્ષ સંઘવી (Harsh Rameshbhai Sanghavi) માત્ર 40 વર્ષની ઉંમરે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પોપ્યુલર અને અગ્રણી યુવા નેતા છે. અગાઉ ગૃહ રાજ્યમંત્રી તરીકે સંઘવીનું રાજકારણ આક્રમક હિન્દુત્વ દ્વારા ઓળખાતું થયેલું છે.

તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નજીકના શિષ્ય અને PM નરેન્દ્ર મોદીના વિશ્વાસુ સહયોગી ગણાય છે. તેમના પિતાની શ્રદ્ધાજંલિ સભામાં ગૌતમ અદાણી પોતે હાજર રહ્યા હતા જે બતાવે છે કે કોર્પોરેટ સાથે પણ તેઓ નજીકના સંબંધો ધરાવે છે.  તેઓ મજુરા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરનારા ત્રણ વખતના ધારાસભ્ય (MLA)છે. 2012 માં, તેઓ ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા સૌથી યુવા ધારાસભ્ય (youngest MLA) હતા. 2022 માં, તેમણે મજુરા બેઠક પરથી 1.16 લાખ મતોના જંગી માર્જિનથી જીત મેળવી હતી.એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના ડેટા મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં  721 ટકાનો વધારો નોંધાયો તેનાથી ચર્ચામાં રહ્યા. 

05

હર્ષ સંઘવીએ સપ્ટેમ્બર 2021 થી ગુજરાત સરકારમાં રાજ્ય મંત્રી તરીકે પદ સંભાળ્યું . અગાઉ તેમને નવ પોર્ટફોલિયો ફાળવવામાં આવ્યા હતા, જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેટલા જ હતા. મુખ્ય પોર્ટફોલિયોમાં ગૃહ (Home), પોલીસ હાઉસિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રમતગમત, યુવા બાબતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ; એક્સાઈઝ એન્ડ પ્રોહિબિશન; બોર્ડર સિક્યુરિટી અને જેલ અને ઑગસ્ટ 2022 થી મહેસૂલ (Revenue)નો સમાવેશ થાય છે.

C R PATIL
divyabhaskar.co.in

તેમની આક્રમક હિન્દુત્વની કાર્યશૈલીની વાત કરીએ તો તેમણે દ્વારકા અને સોમનાથ જેવા સ્થળોએ સરકારી જમીન પરના ગેરકાયદેસર અતિક્રમણ ડિમોલિશન અભિયાન ચલાવ્યું. સપ્ટેમ્બર 2024 માં સુરતમાં એક પથ્થરમારાની ઘટના બાદ તેમણે કહ્યું હતું કે પથ્થરબાજોને કોઈ માનવાધિકાર નથી અને 27 મુસ્લિમ "માસ્ટરમાઇન્ડ્સ" ના ઘરો તોડી પાડવામાં આવશે. ઑક્ટોબર 2022 માં, ખેડામાં ગરબા કાર્યક્રમમાં કથિત રીતે અવરોધ ઊભો કરવા બદલ મુસ્લિમ પુરુષોને જાહેરમાં ફટકારનાર પોલીસ અધિકારીઓના તેમણે વખાણ કર્યા હતા. તેમણે "લવ જિહાદ" સામે કડક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટે સમિતિ બનાવવાની ગુજરાત સરકારની જાહેરાતને "ઐતિહાસિક નિર્ણય" ગણાવ્યો હતો. ગૃહ મંત્રી તરીકે, તેમણે ભારત-પાકિસ્તાન સરહદ નજીક ગુજરાત ATS દ્વારા પાકિસ્તાનથી આવતા ડ્રગ્સની જપ્તીને "સાહસનું કાર્ય" ગણાવ્યું હતું.

તેઓ ટેક્નોસેવી છે 

ટેક્નોલોજીના યુગમાં પોલીસ સ્ટેશનો પરનું ભારણ ઘટાડવા માટે, ગુજરાત સરકારે તમામ સેવાઓને ઓનલાઈન ખસેડવાનો નિર્ણય લીધો છે, અને ઈ-FIR સેવાને CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ત્રિનેત્ર-ગાંધીનગર) સાથે જોડવામાં આવી છે. ગુજરાતના સ્પોર્ટ્સ મંત્રી તરીકે, તેમણે 2006 માં PM મોદીના વિઝન હેઠળ શરૂ કરાયેલ શક્તિદૂત યોજના ને ગ્રાસરૂટ સ્પોર્ટ્સ માટે ગેમ-ચેન્જર ગણાવી છે. ગુજરાત 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે બિડિંગ કરી રહ્યું છે.

06

તેમણે પોતાની કારકિર્દી ABVP થી શરૂ કરી અને અગાઉ BJP યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ હતા. તેમણે સિકલ સેલ એનિમિયા જેવી બીમારીઓ સામે લડવા માટે આદિવાસી વિસ્તારો (સોનગઢ, વ્યારા, તાપી) માં તબીબી પહેલ કરી છે. તેમણે સુરતમાં બેરોજગાર યુવાનો માટે જોબ ફેર અને વિદ્યાર્થીઓ માટે બુક બેન્કોનું આયોજન કર્યું છે.

About The Author

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.