Khabarchhe

PGનો અભ્યાસ કરતી વખતે ધારાસભ્યની ભત્રીજીએ મેળવ્યો ₹70,000નો સરકારી પગાર, નોકરીમાંથી બરતરફ
કર્ણાટકના બાગલકોટ સ્થિત સરકારી 'નમ્મા ક્લિનિક'માં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી કોંગ્રેસના ધારાસભ્યની ભત્રીજી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એક ખાનગી મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (PG)નો અભ્યાસ કરવાની સાથે સાથે સરકારી નોકરીમાંથી માસિક ₹70,000થી વધુનો પગાર મેળવવાનો ખુલાસો થતાં તેમને તાત્કાલિક અસરથી સેવામુક્ત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ફરજમાં બેદરકારી અને અનધિકૃત રીતે એકસાથે બે જગ્યાએ જોડાવા બદલ તેમની સામે સત્તાવાર તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બાગલકોટના ધારાસભ્ય ઉમેશ મેટીની ભત્રીજી ડૉ. અંકિતા યારાહાલ બાગલકોટના નમ્મા ક્લિનિકમાંથી સતત ગેરહાજર રહેવા લાગ્યા હતા. જેના કારણે તબીબી અધિકારી વગર દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. તપાસમાં બહાર આવ્યું કે ચાલુ વર્ષના માર્ચ મહિનાથી ગેરહાજર રહેવા છતાં તેઓ નિયમિતપણે દર મહિને ₹70,000થી વધુનો સરકારી પગાર મેળવી રહ્યા હતા.

આ ઘટના બાદ બાગલકોટ જિલ્લા પંચાયતના સીઈઓ (CEO) ગજાનન બાલે દ્વારા ડૉ. અંકિતાને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસમાં આક્ષેપ કરાયો હતો કે તેઓ એક તરફ ખાનગી કોલેજમાંથી પીજીનો અભ્યાસ કરી રહ્યા હતા અને બીજી તરફ સરકારી તિજોરીમાંથી માનદવેતન અને પગાર પણ મેળવતા રહ્યા હતા.

ડૉ. અંકિતાને બુધવારે પ્રથમ તપાસ માટે રૂબરૂ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો હતો. જે-તે એસ. નિજલિંગપ્પા મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા તપાસમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી હોવા છતાં તેઓ સત્તાવાળાઓ સમક્ષ ઉપસ્થિત રહ્યા ન હતા. હવે તેમને આગામી 18 સપ્ટેમ્બરના રોજ જરૂરી દસ્તાવેજો અને લેખિત ખુલાસા સાથે જિલ્લા પંચાયત સીઈઓ સમક્ષ હાજર થવા આખરી સૂચના આપવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે જો તેઓ ફરીથી હાજર નહીં રહે તો તેમનો પક્ષ સાંભળ્યા વિના જ એકતરફી નિર્ણય લઈ લેવામાં આવશે.

જિલ્લા આરોગ્ય અધિકારી રાજકુમાર યારાહાલે ડૉ. અંકિતાને ફરજ પરથી હટાવી દીધા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બિનઅધિકૃત દ્વૈત જોડાણ દરમિયાન ચૂકવવામાં આવેલો પગાર અથવા માનદવેતન નિયમોનુસાર પરત વસૂલ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત વ્યાવસાયિક દુરાચાર બદલ તેમની સામે શિસ્તભંગના પગલાં લેવા માટે સમગ્ર મામલો કર્ણાટક મેડિકલ કાઉન્સિલ (KMC) અને નેશનલ મેડિકલ કમિશન (NMC)ને સોંપવામાં આવી શકે છે.

બીજી તરફ, ડૉ. અંકિતાના પિતા અને જિલ્લા આરોગ્ય અધિકારી (DHO) રાજકુમાર યારાહાલે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની પુત્રીએ એમડી (MD) કોર્સમાં પ્રવેશ લીધા પછી કોઈ સરકારી પગાર લીધો નથી. જોકે, ડૉ. અંકિતાની નમ્મા ક્લિનિકમાં મેડિકલ ઓફિસર તરીકેની નિમણૂકમાં DHO પિતાની પણ ભૂમિકા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

હાલમાં સત્તાવાળાઓ દ્વારા આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે જ અંતિમ અહેવાલ જાહેર કરવામાં આવશે.

આ 5 વસ્તુઓ વિદેશમાં પ્રતિબંધિત છે, પરંતુ ભારતમાં લોકો ખુશીથી ખાઈ રહ્યા છે
આપણે ભારતીયો સારું અને સ્વાદિષ્ટ ખાવાના ખૂબ શોખીન છીએ. સારું એટલે શરીર માટે હેલ્ધી હોવું જરૂરી નથી, ફક્ત ખાવાનું સ્વાદિષ્ટ હોવું જોઈએ. આ કારણે, ભારતમાં ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને કેન્સર જેવા રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આપણે એવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છીએ જે ઘણા દેશોમાં પ્રતિબંધિત છે, પરંતુ ભારતમાં લોકો તેને મજા લઇ લઈને ખાય છે. જ્યારે મોટાભાગના લોકો જાણે છે કે આ સ્વાસ્થ્ય માટે સારું નથી, સ્વાસ્થ્ય કરતાં સ્વાદને પ્રાથમિકતા આપવાની આપણી આદત તેને અટકાવે છે. પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ સુમન અગ્રવાલના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા અમે આવી 5 વસ્તુઓની યાદી તમારી સાથે શેર કરી રહ્યા છીએ.

gnttv.com

પાન મસાલા અને ગુટખા પર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને UK સહિત ઘણા દેશોમાં પ્રતિબંધ છે. જો કે, ભારતમાં, લોકો હજુ પણ મોટી માત્રામાં ગુટખા અથવા પાન મસાલાનું સેવન કરતા જોઈ શકાય છે. પાન મસાલા અને ગુટખામાં તમાકુ અને સોપારી હોય છે, જે કાર્સિનોજેન તરીકે જાણીતા છે. આનો અર્થ એ છે કે તેનું સેવન કરવાથી મોઢાના કેન્સર (મોં અને ગળાના કેન્સર)નું જોખમ ખુબ વધારે હોય છે. છતાં, ભારતમાં લોકો હજુ પણ મોટી માત્રામાં તેનું સેવન કરે છે.

in.pinterest.com

અમેરિકા, ઓસ્ટ્રેલિયા, UK અને ન્યુઝીલેન્ડ સહિત ઘણા દેશોમાં દૂધ અને દૂધના ઉત્પાદનોમાં ભેળસેળ સામે કડક કાયદા છે. જોકે, ભારતમાં હજુ પણ તેમાં ભેળસેળ મોટા પાયે જોવા મળે છે. દૂધમાં ભેળસેળ એટલી સામાન્ય છે કે તેના કિસ્સાઓ દરરોજ નોંધાય છે. લાંબા સમય સુધી આવા દૂધ અથવા દૂધના ઉત્પાદનોનું સેવન કરવાથી લીવર અને કિડની પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.

https://www.instagram.com/reel/Db_AmBVhECq/

ndtv.in

ભારતમાં વનસ્પતિ તેલ અથવા ઘીનો પણ વ્યાપકપણે ઉપયોગ થાય છે. તે એક હાઇડ્રોજનયુક્ત તેલ છે જેમાં ટ્રાન્સ ચરબીનું પ્રમાણ વધુ હોય છે. 2018થી USમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ ભારતમાં લોકો હજુ પણ વનસ્પતિ તેલનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ સ્ટ્રીટ ફૂડ અને પેકેજ્ડ ખાદ્ય પદાર્થોમાં વ્યાપકપણે થાય છે.

youtube.com

ખાદ્ય રંગોનો ઉપયોગ જલેબી, ગુલાબ જામુન, કોટન કેન્ડી અને ગોબી મંચુરિયન જેવી ઘણી વાનગીઓમાં થાય છે. જો કે, ઘણા દેશોમાં, તે કાં તો પ્રતિબંધિત છે અથવા કડક નિયમોને આધીન છે. લાંબા સમયથી તેના ઉપયોગના કારણે અનેક સ્વાસ્થ્ય ચિંતાઓ ઉભી થઈ છે.

instagram.com

અજીનોમોટો, અથવા મોનોસોડિયમ ગ્લુટામેટ (MSG), સ્ટ્રીટ ફૂડ, ખાસ કરીને ચાઇનીઝ ફૂડ અને પેકેજ્ડ ફૂડને સ્વાદ આપવા માટે વપરાય છે. વિશ્વભરના ઘણા દેશોમાં તેનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, પરંતુ ભારતમાં તેનો ઉપયોગ ખુબ મોટી માત્રામાં થાય છે.

નોંધ: આ લેખ ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે. તમારી કોઈપણ સ્વાસ્થ્ય ચિંતાઓ અથવા મેડિકલને લગતી પરિસ્થિતિ માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

IPS બુશરા બાનોની અચાનક બદલી પર રાજકીય ઘમાસાણ, 'અસલામ-આલેકુમ' બોલવા બદલ વિવાદ
પશ્ચિમ બંગાળમાં 2021 બેચના એક મુસ્લિમ મહિલા IPS અધિકારીની અચાનક કરવામાં આવેલી બદલીને કારણે ભારે રાજકીય હોબાળો મચ્યો છે. ખડગપુરમાં એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી બુશરા બાનોની સોમવારે અચાનક બદલી કરી દેવામાં આવી હતી. આ કાર્યવાહી એક દક્ષિણપંથી સંગઠન દ્વારા તેમના યુટ્યુબ વીડિયોમાં ઈસ્લામિક અભિવાદનનો ઉપયોગ કરવા સામે વિરોધ નોંધાવ્યાના 24 કલાકની અંદર જ કરવામાં આવી છે. એક તરફ વિપક્ષી નેતાઓએ આ પગલાંને નફરત અને કટ્ટરતાથી પ્રેરિત ગણાવ્યું છે, તો બીજી તરફ ભાજપ સરકારે તેને માત્ર એક 'રૂટિન ટ્રાન્સફર' (નિયમિત બદલી) ગણાવી છે.

IPS બુશરા બાનો ખડગપુરમાં એડિશનલ SP તરીકે સેવા આપી રહ્યા હતા, ત્યાંથી તેમની બદલી કરીને સ્ટેટ આર્મ્ડ પોલીસની ચોથી બટાલીયનમાં ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે બુશરા બાનોએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે સાઉદી અરેબિયામાં શિક્ષકની નોકરી છોડીને ભારત પાછા ફર્યા બાદ UPSCની તૈયારી સુધીની પોતાની સફર વિશે વાત કરી હતી. જોકે, વિવાદ વધતાં આ વીડિયો ચેનલ પરથી હટાવી લેવાયો છે, પણ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં જન્મેલા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માંથી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરનાર બુશરા બાનો વીડિયોની શરૂઆતમાં 'અસલામ-આલેકુમ'  કહીને દર્શકોનું સ્વાગત કરે છે. વીડિયોમાં તેઓ PhD પૂર્ણ કર્યા પછી ગલ્ફ દેશમાંથી પરત ફરીને સિવિલ સર્વિસિસની તૈયારી કેવી રીતે કરી તેની વિગતો આપે છે. તેઓ આ વીડિયોમાં AMUની રેસિડેન્શિયલ કોચિંગ એકેડેમી નો આભાર માનતા કહે છે કે, ‘હું આ બધું તમારી સાથે એટલા માટે શેર કરી રહી છું જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ આનાથી મદદ અને પ્રોત્સાહન મળી શકે.’

બુશરા બાનોના આ વીડિયોમાં ઈસ્લામિક શબ્દોના ઉપયોગ સામે 'હિંદુ લીગલ ફંડ' નામના એક દક્ષિણપંથી સંગઠને ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ સંગઠને પશ્ચિમ બંગાળના હોમ સેક્રેટરીને સત્તાવાર ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, એક મહિલા IPS અધિકારીએ વીડિયોની શરૂઆતમાં 'અસલામ-આલેકુમ' બોલવાને બદલે 'વંદે માતરમ' કે 'જય હિંદ' જેવા રાષ્ટ્રીય નારા કે શબ્દોનો ઉપયોગ કરવો જોઈતો હતો.

સોશિયલ મીડિયા પર પણ તેમને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં તેમના પર ‘UPSC જેહાદ’ના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સંગઠને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોસ્ટ કરીને લખ્યું હતું ‘તેમણે પોતાના વીડિયોની શરૂઆત અસલામ-આલેકુમથી કરી, વચ્ચે 'ઈનશાઅલ્લાહ' (ઈશ્વરની મરજી) અને અંતમાં 'જઝાકઅલ્લાહ' (ભગવાન તમારું ભલું કરે) શબ્દો વાપર્યા, પરંતુ ક્યાંય 'વંદે માતરમ' કે 'જય હિંદ' ન કહ્યું. ભારતીય રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા એક સરકારી અધિકારીએ જાહેર સંચારમાં તટસ્થતા જાળવવી જોઈએ અને રાષ્ટ્રીય અભિવાદનનો જ ઉપયોગ કરવો જોઈએ. અમે આ મામલે યોગ્ય સમીક્ષા અને કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ.’

આ ફરિયાદના ગણતરીના દિવસોમાં જ બાનોની બદલી કરી દેવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ શુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની શાસનવ્યવસ્થા પર ધાર્મિક પક્ષપાતનો ગંભીર આક્ષેપ મૂક્યો હતો. ટ્વિટ કરતાં મોઇત્રાએ લખ્યું કે ‘જે દેશના વડાપ્રધાને ઉઘાડા ડીલે સાધુઓ અને સેંગોલ સાથે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું હોય, ત્યાં માત્ર 'અસલામ-આલેકુમ' અને 'ઈનશાઅલ્લાહ' બોલવા બદલ એક મુસ્લિમ મહિલા IPS અધિકારીની બદલી કરી દેવી તે અત્યંત હાસ્યાસ્પદ છે. આપણો દેશ નફરત અને કટ્ટરતાના ઝેરમાં હોમાઈ રહ્યો છે. ઈશ્વર ભારતની રક્ષા કરે. બુશરા, અમે તમારી સાથે છીએ.’

સાંસદ મોઇત્રાએ વધુમાં ઉમેર્યું હતું કે તાજેતરમાં BRICS સમિટ દરમિયાન પણ આ જ ભાજપ સરકારે ભારત મંડપમની અંદર જ અલગથી પ્રાર્થના સ્થળ  ઊભા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા સપ્તાહ પહેલાં પણ મોઇત્રાએ આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમોમાંથી મુસ્લિમ અધિકારીઓની બાદબાકી કરવામાં આવી રહી છે.

બીજી તરફ, કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ આ મામલે 'IPS એસોસિએશન'ને તુરંત હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તેમણે લખ્યું, ‘મહિલા અધિકારીની પડખે ઊભા રહેવાના બદલે રાજ્ય સરકારે બીજા જ દિવસે તેમની બદલી કરી દીધી. મોદીજી, તમે કેવા ભારતનું નિર્માણ કરી રહ્યા છો?’

તેલંગાણાના મંત્રી અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને આ ઘટનાને ચિંતાજનક ગણાવતા ટ્વિટ કર્યું કે, ‘જ્યારે સામાન્ય આદર-સત્કાર કે અભિવાદનના શબ્દો જ કોઈ સરકારી સેવકને નિશાન બનાવવાનું કારણ બની જાય, ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણે લઘુમતીઓને કેવો સંદેશ આપી રહ્યા છીએ?’

સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ અને પત્રકારો આ ઘટનાની સરખામણી ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી અનુજ ચૌધરીના કિસ્સા સાથે કરી રહ્યા છે. વર્ષ 2025માં સંભલમાં સર્કલ ઓફિસર (CO) તરીકે ફરજ બજાવતા અનુજ ચૌધરી વર્દી પહેરીને, હાથમાં ગદા રાખીને એક ધાર્મિક યાત્રામાં સામેલ થયા હતા. આ ઘટનાના થોડા જ દિવસોમાં તેમને પ્રમોશન આપીને ફિરોઝાબાદના ASP બનાવી દેવાયા હતા.

ચૌધરીએ વર્ષ 2025માં જ્યારે હોળી અને શુક્રવારની નમાજ એક જ દિવસે આવી હતી ત્યારે વિવાદિત નિવેદન પણ આપ્યું હતું કે, ‘હોળી વર્ષમાં એક વાર આવે છે, જ્યારે જુમ્મા વર્ષમાં 52 વાર આવે છે. જેમને હોળીથી તકલીફ હોય તેમણે ઘરે બેસવું જોઈએ.’ તે સમયે વિપક્ષે તેમની ભારે ટીકા કરી હતી.

ફરિયાદ મળ્યાના તુરંત બાદ જ બુશરા બાનોની ટ્રાન્સફર કરી દેવાતા, શું આ કાર્યવાહી માત્ર વિરોધને કારણે જ કરવામાં આવી છે? તેવા સવાલો ઉભા થયા છે. ભાજપ આને વહીવટી પ્રક્રિયા ગણાવી રહ્યું છે, જ્યારે વિપક્ષ તેને ધાર્મિક દ્વેષથી પ્રેરિત નિર્ણય ગણાવી રહ્યો છે.

Xiaomi Redmi Note 17 Pro અને 17 Pro Max લોન્ચ; 10,000mAh બેટરી, 5000નું ડિસ્કાઉન્ટ
Xiaomiએ ભારતમાં બે નવા સ્માર્ટફોન, Redmi Note 17 Pro અને Redmi Note 17 Pro Max લોન્ચ કર્યા છે. કંપનીએ બંને હેન્ડસેટને મિડ-રેન્જ સેગમેન્ટમાં સ્થાન આપ્યું છે. કંપનીએ આ શ્રેણીમાં 10,000mAh બેટરી, ઉત્તમ ટકાઉપણું અને અનેક ફ્લેગશિપ-લેવલ સ્પેસિફિકેશન્સ આપ્યું છે. તો ચાલો તેની કિંમત, સ્પેસિફિકેશન્સ, કેમેરા અને બેટરી વિશે વિગતે જાણી લઈએ.

Redmi Note 17 Pro 8GB RAM+ 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે રૂ. 36,999થી શરૂ થાય છે. 8GB RAM+ 256GB સ્ટોરેજ સાથે ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમત રૂ. 39,999 છે. આ હેન્ડસેટ ક્લાઉડ બ્લુ, પર્પલ વાઇબ અને સ્ટીલ્થ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.

Redmi Note 17 Pro 5G Max 3 કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, Secret Sunrise, Matcha Green અને Stealth Black. 8GB+ 256GB સ્ટોરેજ વર્ઝન માટે તેની શરૂઆતની કિંમત રૂ. 49,999 છે. ટોપ-એન્ડ વેરિઅન્ટ 12GB+ 256GB સ્ટોરેજ વર્ઝન માટે રૂ. 55,999 છે.

બંને સ્માર્ટફોન 17 સપ્ટેમ્બરના રોજ વેચાણ માટે ઉપલબ્ધ થશે, અને ઓફલાઇન સ્ટોર્સ પર 23 સપ્ટેમ્બરથી વેચાણ શરૂ થશે. લોન્ચ ઓફરના ભાગ રૂપે, Redmi Note 17 Pro પર રૂ. 3,000 ડિસ્કાઉન્ટ અને Redmi Note 17 Pro Max પર પસંદગીના બેંક કાર્ડનો ઉપયોગ કરીને રૂ. 5,000નું ઇન્સ્ટન્ટ કેશબેક મળશે.

બંને Redmi હેન્ડસેટમાં 1.5K OLED પેનલ સાથે 6.83-ઇંચ ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યું છે. ડિસ્પ્લેમાં 3200 Nitsની પીક બ્રાઇટનેસ છે. તે ડોલ્બી વિઝનને સપોર્ટ કરે છે અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 દ્વારા સુરક્ષિત છે.

Redmi Note 17 Pro Max 5Gમાં Snapdragon 6 Gen 5 મોબાઇલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં Snapdragon 6s Gen 4 4nm ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 128GB (UFS 2.2) અને 256GB (UFS 3.1) સ્ટોરેજ વિકલ્પો સાથે 8GB LPDDR4X RAM ઓફર કરે છે.

Redmi Note 17 Pro Maxમાં Snapdragon 6 Gen 5 4nm ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં Adreno 812 GPU આપવામાં આવ્યું છે. તેમાં 256GB (UFS 4.1) સ્ટોરેજ સાથે 8GB અને 12GB LPDDR5X RAM છે.

બન્ને હેન્ડસેટ Android 16 સાથે Xiaomi Hyper OS 3 પર ચાલે છે. તે ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે.

રેડમી નોટ 17 પ્રો અને નોટ 17 પ્રો મેક્સમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે, જેમાં રેડમી નોટ 17 પ્રોમાં f/1.8 અપર્ચર મળે છે અને રેડમી નોટ 17 પ્રો મેક્સમાં f/1.5 અપર્ચર આપવામાં આવ્યું છે.

રેડમી નોટ 17 પ્રોમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપેલો છે, જે 1080p વિડીયો રેકોર્ડ કરવા સક્ષમ છે. નોટ 17 પ્રો મેક્સમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપેલો છે.

રેડમી નોટ 17 પ્રો મેક્સ 5G 100W હાઇપરચાર્જ અને 27W રિવર્સ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 10,000mAh સિલિકોન-કાર્બન બેટરી દ્વારા સંચાલિત થાય છે.

રેડમી નોટ 17 પ્રો 5Gમાં 67W હાઇપરચાર્જ માટે સપોર્ટ સાથે 9000mAh બેટરી આપેલી છે.

બંને નવીનતમ હેન્ડસેટ Google Gemini, Circle to Search, 4K વિડીયો રેકોર્ડિંગ સપોર્ટ અને પોસ્ટ-પ્રોસેસિંગ એડિટિંગ ટૂલ્સ સાથે આવે છે. તે AI Glare Removal અને AI Erase Pro જેવા એડિટિંગ ટૂલ્સને સપોર્ટ કરે છે.

અમેરિકા-પાકિસ્તાને સાથ ન આપતા સાઉદી અરબે મક્કા કાર્ડનો ઉપયોગ કર્યો
મંગળવારે બપોરે ઇસ્લામના સૌથી પવિત્ર શહેર મક્કા સહિત ત્રણ શહેરોમાં હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનો વાગી ઊઠ્યા હતા. સાઉદી અરબના ડિરેક્ટરેટ ઓફ સિવિલ ડિફેન્સ દ્વારા હવાઈ ખતરા અંગે ચેતવણી જાહેર કરીને નાગરિકોને તાત્કાલિક ઘરોની અંદર જવાની સૂચના આપવામાં આવી હતી. મક્કા જેવા અત્યંત પવિત્ર અને સંવેદનશીલ સ્થળે આવી ચેતવણી આપવી તે એક અસાધારણ અને આશ્ચર્યજનક ઘટના ગણવામાં આવે છે.

ત્યારબાદ બુધવારે સાઉદી તંત્ર દ્વારા સત્તાવાર દાવો કરવામાં આવ્યો હતો કે યમન સ્થિત ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓ દ્વારા મક્કા તરફ છોડવામાં આવેલા એક ડ્રોનને પવિત્ર શહેરના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે તે પહેલાં જ દક્ષિણ ભાગમાં આંતરીને તોડી પાડવામાં આવ્યું છે. સાઉદી સત્તાવાળાઓએ મક્કા અને મદીનાની બે પવિત્ર મસ્જિદો તેમજ યાત્રાળુઓની સુરક્ષાને પોતાની 'રેડ લાઈન' ગણાવી હતી.

બીજી તરફ, હૂથી સંગઠને મક્કાને નિશાન બનાવવાનો આક્ષેપ સખત શબ્દોમાં ફગાવી દીધો છે. ઓપન-સોર્સ ઈન્ટેલિજન્સ દ્વારા પણ મક્કા કે મદીના તરફ મોકલવામાં આવેલા કોઈ ડ્રોન કે મિસાઈલને તોડી પાડવાની ઘટનાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. જોકે, ઘટનાના સત્ય અંગે ભલે દાવો-પ્રતિદાવા ચાલી રહ્યા હોય, પરંતુ આ ઘટનાક્રમ પાછળનું રાજકીય મહત્વ નકારી શકાય તેમ નથી.

છેલ્લા કેટલાક દિવસોથી સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. ગયા અઠવાડિયે હૂથી દળોએ વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા બાબ અલ-મંદેબ જલડમરૂમધ્ય  પર નિયંત્રણ મેળવવા યમનના પશ્ચિમ કિનારા અને તેની મધ્યમાં આવેલા માયૂન ટાપુ પર કબ્જો જમાવ્યો હતો. ત્યારબાદ સોમવારે (14 સપ્ટેમ્બર) હૂથી વિદ્રોહીઓએ દક્ષિણ લાલ સમુદ્રમાં આવેલા ગ્રેટર અને લેસર હનીશ ટાપુઓ પર પણ કબ્જો કરવાની જાહેરાત કરી હતી. ઈરાન યુદ્ધની વ્યાપક અસર હેઠળ વૈશ્વિક સમુદ્રી જળમાર્ગો પરના વેપારને ઠપ્પ કરવાની હૂથીઓની ક્ષમતા આ પગલાંથી વધુ મજબૂત બની છે.

હૂથીઓ સામેના યુદ્ધમાં બેકફૂટ પર ધકેલાયેલું સાઉદી અરબ હવે મક્કાના નામે પોતાની ધાર્મિક અને કૂટનીતિક વૈધતાનો ઉપયોગ કરી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સવાલ માત્ર એ નથી કે ડ્રોન ખરેખર મક્કા તરફ તાકવામાં આવ્યું હતું કે નહીં, પરંતુ મુખ્ય સવાલ એ છે કે જ્યારે રિયાધ લશ્કરી દબાણ, પોતાના પ્રદેશ પર થતા હુમલાઓ અને વિદેશી સહયોગ અંગે અસુરક્ષા અનુભવી રહ્યું છે, ત્યારે શું મક્કાના અસાધારણ ધાર્મિક સન્માનને એક વ્યૂહાત્મક હથિયાર તરીકે વાપરવામાં આવી રહ્યું છે?

આ બાબત એટલા માટે મહત્વની છે કારણ કે મક્કા અને મદીના પર સાઉદી રાજવંશ (હાઉસ ઓફ સાઉદ)નું અંકુશ કોઈ પ્રાચીન વંશાનુગત અધિકાર નથી. 1920ના દાયકામાં હેજાઝ પ્રદેશ જીતી લીધા બાદ જ આ બે પવિત્ર ધામોની સંભાળ સાઉદી રાજવંશના હાથમાં આવી હતી. ત્યારબાદ આ પ્રાદેશિક જીતને એક પ્રભાવશાળી ધાર્મિક સંસ્થામાં પરિવર્તિત કરવામાં આવી, જેના કારણે સાઉદી રાજાશાહીનો પ્રભાવ તેની સરહદોની બહાર સુધી વ્યાપી ગયો.

પોતાની સંરક્ષણ ભાગીદારીને ધાર્મિક માન્યતા આપવા માટે પણ અગાઉ મક્કાના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાઉદી અરબ, પાકિસ્તાન અને તુર્કીએ નાટો જેવો એક સંરક્ષણ કરાર કર્યો હતો, જેને ‘મક્કા ડિફેન્સ એલાયન્સ’ નામ આપવામાં આવ્યું હતું. આ કરારનો મુખ્ય હેતુ તેના સભ્ય દેશો પર કોઈ દુશ્મન દેશ હુમલો કરે ત્યારે રક્ષણ કરવાનો હતો.

જોકે, હાલમાં જ્યારે સાઉદી અરબ હૂથીઓના સીધા હુમલાનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ ગઠબંધન માત્ર કૂટનીતિક સમર્થન પૂરતું સીમિત સાબિત થઈ રહ્યું હોય તેમ લાગે છે. પાકિસ્તાને મક્કા નજીક થયેલા કથિત હુમલા અને ટાપુઓ પર હૂથીઓના કબ્જાની સખત નિંદા તો કરી છે, પરંતુ વિદેશી ધરતી પર હૂથીઓ સામે લડવા માટે પોતાના સૈનિકો મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. બીજી બાજુ અમેરિકાએ પણ હુતીઓ પર હાલમાં કોઈપણ એર સ્ટ્રાઇક કરવાની ના પાડી દીધી છે, જેથી સાઉદી અરબને બેવડો ઝટકો લાગ્યો છે. રિયાધ માટે ગઠબંધનના સામૂહિક સંરક્ષણના દાવાઓ અને ઈસ્લામાબાદના વાસ્તવિક વલણ વચ્ચેનો આ તફાવત એ સવાલ ઊભો કરે છે કે જ્યારે સાઉદી પોતે ખતરામાં હોય ત્યારે મક્કા ગઠબંધનનું વાસ્તવિક વજન કેટલું રહે છે.

ડાબા હાથથી ફોન વાપરનારા માટે માથાનો દુખાવો બની શકે છે iPhone Duo
iPhone Duo પરંપરાગત ફોલ્ડને બદલે પાસપોર્ટ સ્ટાઇલનું છે, એટલે કે, ફોન બંધ હોય ત્યારે 5.4-ઇંચની સ્ક્રીન હોય છે અને ખુલ્લો હોય ત્યારે 7.6-ઇંચની સ્ક્રીન થઇ જાય છે. ફોનને પકડી રાખવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. આંતરિક વપરાશકર્તા ઇન્ટરફેસ પણ એક હાથથી ચલાવવા માટે સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જો કે, બીજી એક મોટી સમસ્યા પણ છે.

facebook.com

Appleએ UPSC પ્રીલિમ્સ તો પાસ કરી દીધી છે, એટલે કે તેણે વર્ષોની તૈયારી પછી તેનો પહેલો ફોલ્ડેબલ iPhone Duo લોન્ચ કર્યો છે. જો કે, એવું લાગે છે કે તેને મુખ્ય પરીક્ષાઓ પાસ કરવામાં મુશ્કેલી પડશે. હજુ ફોનનું પ્રી-બુકિંગ પણ શરૂ નથી થયું, પરંતુ તે પહેલાથી જ ડાબા-જમણા હાથના વપરાશકર્તાઓ માટે ઘણી ચર્ચા પેદા કરી રહ્યું છે. ફોનના ડિઝાઇન તત્વો પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. ઘણા વપરાશકર્તાઓ દાવો કરે છે કે iPhone Duo ખાસ કરીને જમણા હાથના વપરાશકર્તાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, અને ડાબા હાથના વપરાશકર્તાઓને ફોનનો વપરાશ કરવા માટે મુશ્કેલી પડશે.

jagran.com

જોકે Appleનો પહેલો ફોલ્ડેબલ ફોન પરંપરાગત ફોલ્ડને બદલે પાસપોર્ટ સ્ટાઈલનો છે, એટલે કે તેની સ્ક્રીન બંધ હોય ત્યારે 5.4 ઇંચ અને ખુલ્લી હોય ત્યારે 7.6 ઇંચની હોય છે. ફોનને પકડી રાખવામાં કોઈ સમસ્યા નહીં નડે. આંતરિક યુઝર ઇન્ટરફેસ પણ એક હાથે ચલાવવા માટે સરળ બને તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જોકે, સમસ્યા તેના બટનોમાં રહેલી છે.

timesnowhindi.com

હકીકતમાં, ફોનના બધા બટનો, જેમ કે ટચ ID અને વોલ્યુમ બટનો, જમણી બાજુએ સ્થિત છે, જે ડાબા હાથના વપરાશકર્તાઓ માટે, ખાસ કરીને ફોન ખોલતી વખતે મુશ્કેલ બનાવે છે. iphone Duoમાં એપલના વિશ્વસનીય ફેસ અનલોકનો અભાવ છે. તેના બદલે, ટચ ID પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે, જે સાઇડ બટનમાં રાખવામાં આવી છે. આ ડાબા હાથના વપરાશકર્તાઓ માટે તે સમસ્યા ઊભી કરી રહ્યું છે.

https://twitter.com/SawyerMerritt/status/2097798045567963258

સોશિયલ મીડિયા અને ઓનલાઈન ફોરમ પર કેટલાક વપરાશકર્તાઓ પ્રશ્ન કરી રહ્યા છે, કે શું iphone Duoમાં સમર્પિત લેફ્ટ-હેન્ડેડ મોડ હશે. જો સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં પણ આવે તો, સમસ્યા સંપૂર્ણપણે ઉકેલાશે નહીં, કારણ કે કેમેરા, બટનો અને બાહ્ય ડિસ્પ્લેની સ્થિતિ પણ હાર્ડવેર ડિઝાઇન સાથે જોડાયેલી છે.

hindi.etnownews.com

જ્યારે iphone Duoમાં આસિસ્ટિવ ટચ, સ્વિચ કંટ્રોલ, વોઇસ કંટ્રોલ અને Eye Tracking જેવી સુલભતા સુવિધાઓ છે, જે ડાબે અને જમણે સંતુલિત કરવામાં મદદ કરશે, ટચ ID સમસ્યા થોડી મુશ્કેલ બની ગઈ છે. ચાલો જે હોય તે, આ બધું તો ચાલ્યા કરશે. ખરેખર ફોલ્ડ ત્યારે બરાબર અનફૉલ્ડ થશે, જ્યારે તે બજારમાં આવશે. તે તારીખ 23 ઓક્ટોબર હશે. પછી, ડાબે, જમણે અને મધ્યમાં બધું જ ખબર પડી જશે.

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 17-09-2026

દિવસ: ગુરુવાર

મેષ: પોતાના સ્વભાવથી પરિચિત થવાનો સમય છે, સૌદર્યને લગતા કાર્યોમાં લાભ મળે.

વૃષભ: આજનો દિવસ ધન ધાન્યમાં વૃદ્વિ થશે પરંતુ, તેની સાથે ખર્ચ પણ વધશે, પરિવારમાં નાની મોટી રકઝક થાય.

મિથુન: આજે તમે પોતાની જ કોઇ ભૂલમાં અથવા લાપરવાહીમાં રહીને સંકટમાં ફસાશો, વાહન ધીમે ચલાવવા સુચન છે, કોઇપણ જોખમ વાળું કાર્ય કરવું નહીં.

કર્ક: મિશ્ર ફળદાયી દિવસ રહે, વિચારી સમજીને આજે તમે દરેક કાર્ય કરશો, ભૌતિક સુવિધામાં વધારો થાય, પરિવારમાં ઘર્ષણ ટાળવું.

સિંહ: આજનો દિવસ તમને વ્યક્તિગત સુખમાં વધારો આપશો, આજે લાગણીશીલ બનીને કોઇ નિર્ણય લેવો નહીં.

કન્યા: આજે માનસિક રાહત રહેશે, વ્યવસાયમાં આકસ્મિક ખર્ચ આવી શકે, લોન લેવી પડે, આર્થિક સમતોલનમાં ગડબડ થઇ શકે.

તુલા: શારિરીક કમજોરી અથવા શરીરમાં જટીલતા અનુભવશો, આધ્યાત્મિકતા અને ધાર્મિકતા વધશે.

વૃશ્વિક: આજે તમે જે કાર્ય હાથમાં લેશો તેમાં વિજય પ્રાપ્ત કરશો, દાંમપત્યજીવનમાં અને પરિવારમાં  આજે સુમેળ રહે.

ધન: ભાગ્યને દોષ આપ્યા વગર મહેનત ઉપર ધ્યાન આપવું, સમાજની જરૂર પડે મદદ મળી શકશે, પરિવારમાં વાતાવરણ સારું રહેશે.

મકર: આજના દિવસે બૌદ્વિક તેમજ શારીરિક બંને પ્રકારના પરિશ્રમ કરવા પડશે, છેતરામણના યોગથી સાચવવું.

કુંભ: સામાન્ય આવક સાથે દિવસ પસાર થશે, સમજી વિચારીને વાણીનો પ્રયોગ કરવો, શરદી, ખાંસી જેવા દર્દ થાય.

મીન: ધન લાભ આજે ચોક્કસ થશે, પરંતુ શરૂઆતમાં વિલંબ અને અસફળતાના લીધે નિરાશા અનુભવશો.

સસરાનો જીવ જતા વહુ રડતી હતી, પણ ગૂગલ હિસ્ટ્રીમાં ચાકૂના સર્ચથી ભાંડો ફૂટ્યો, નોકર સાથે મળીને કાસળ કાઢી નાખેલું
કાનપુરનો એક એવો હત્યા કેસ, જેને ઉકેલવામાં પોલીસને જે વાતની ખબર પડી તે ખૂબ જ ચોંકાવનારી હતી. કાનપુરના દવાના ઉદ્યોગપતિની હત્યા પહેલા, પરિવારના જ એક સભ્યએ ગુગલ પર 'કોઈને કેવી રીતે મારી નાખવું જેથી તે આત્મહત્યા લાગે, હત્યા નહીં' સર્ચ કર્યું અને જ્યારે વેપારીની હત્યા થઈ રહી હતી, ત્યારે પરિવાર પાર્ટી કરી રહ્યો હતો. આ હત્યા પાછળનું મુખ્ય કારણ પરિવારના જ એક સભ્ય પર લાદવામાં આવેલા પ્રતિબંધો હતા. આ હત્યાની વાર્તા શું છે, જેણે સમગ્ર કાનપુરને ચોંકાવી દીધો? ચાલો વિગતવાર જાણી લઇએ.

ndtv.com

તારીખ હતી 5 સપ્ટેમ્બર, 2026, અને સ્થળ કાનપુરનું ઇન્દિરા નગર હતું. ઓર્બિટ એપાર્ટમેન્ટમાં રહેતા ફાર્માસ્યુટિકલ ઉદ્યોગપતિ વિનીત મિનોચાને ખ્યાલ નહોતો કે આ રાત તેમના જીવનની છેલ્લી રાત હશે. વિનીતનો પુત્ર અને પુત્રવધૂ કાનપુરના એક ક્લબમાં પાર્ટી કરી રહ્યા હતા. તે જ રાત્રે, હત્યારાઓ વિનિતના એપાર્ટમેન્ટમાં આવે છે અને 63 વર્ષીય દવા ઉદ્યોગપતિ વિનિત મિનોચાની ક્રૂરતાથી હત્યા કરે છે. વિનિત પર 26 વખત ચાકુના ઘા કરવામાં આવ્યા હતા. તેનો પુત્ર અને પુત્રવધૂ પાર્ટી કરી રહ્યા હતા.

હત્યા સમયે, વિનિતનો પુત્ર સુબ્રત અને પુત્રવધૂ શાલુ એક ક્લબમાં પાર્ટી કરી રહ્યા હતા. જ્યારે તેઓ સવારે 3 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફર્યા, ત્યારે તેઓએ તેમના પિતાને બેડરૂમમાં લોહીથી લથપથ હાલતમાં પડેલા જોયા. તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પુત્ર અને પુત્રવધૂ તેમના પિતાની હત્યા પછી રોઈ રોઈને અધમુઆ થઈ ગયા.

આ બધા વચ્ચે, પોલીસ તપાસમાં હત્યારાઓનો પર્દાફાશ થયો. CCTV ફૂટેજમાં બે પુરુષો ઘરમાં પ્રવેશતા દેખાય છે. જેમાં એકની ઓળખ ઘરનો નોકર વિશાલ તરીકે થઈ છે, અને બીજાની ઓળખ વિશાલનો સાથીદાર રાજ કિશોર તરીકે થઈ છે. CCTV ફૂટેજમાં બંને પુરુષો એપાર્ટમેન્ટમાં પ્રવેશતા અને બહાર નીકળતા દેખાય છે. વિલંબ કર્યા વિના, પોલીસે બંનેની શોધ કરી અને હત્યાના બીજા જ દિવસે તેમની ધરપકડ કરી. પોલીસ પૂછપરછ દરમિયાન, બંને શખ્સોએ ચોંકાવનારા ખુલાસા કર્યા, જેમાં ઘરના એવા એક વ્યક્તિનું નામ આપ્યું જેના પર કોઈને શંકા નહોતી.

hindi.news18.com

તે માણસ કોણ હતો અને તેણે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગપતિ વિનીત મિનોચાની ક્રૂર હત્યા કેમ કરાવી? પોલીસ આ પ્રશ્નના જવાબો શોધવા માટે ખૂબ જ ઉત્સુક હતી. પોલીસે હત્યારાઓને તો શોધી કાઢ્યા હતા, પરંતુ હત્યા કરાવનારો કોઈ બીજો જ હતો. ઘરમાંથી CCTV ફૂટેજ તપાસ્યા પછી, કાનપુર પોલીસે ઘરના નોકર વિશાલ અને તેના સાથી રાજ કિશોરની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન વિશાલે કરેલા ખુલાસા ખૂબ જ ચોંકાવનારા હતા.

હત્યારાનું નામ જાણતા પહેલા, ચાલો વિનીત મિનોચા વિશે જાણી લઇએ. વિનીત મિનોચા બિરહાના રોડ પર 'ફાર્મા ટ્રેડર્સ' નામની ફાર્માસ્યુટિકલ કંપની ચલાવતા હતા. તે તેમના પુત્ર સુબ્રત સાથે મળીને આ વ્યવસાયનું સંચાલન કરતા હતા. આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર 50 થી 60 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિનીતે 2022માં તેમની કરોડો રૂપિયાની મિલકત તેની પત્ની પુનિતા, પુત્ર સુબ્રત અને પુત્રી શુભાનીને વારસામાં આપી હતી. પત્ની પુનિતા ઘણા સમયથી ગાઝિયાબાદમાં તેની પુત્રી સાથે પતિથી અલગ રહે છે.

આરોપી વિશાલે પોલીસને જણાવ્યું હતું કે, વિનીત મિનોચાની હત્યા તેની પુત્રવધૂ શાલુના કહેવાથી કરવામાં આવી હતી. તેણે આ હત્યાના બદલામાં 6 લાખ રૂપિયાની ઓફર કરી હતી. કાનપુરમાં, કરોડપતિ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગપતિ વિનીત મિનોચા (63)ની હત્યા તેની 36 વર્ષની એકમાત્ર પુત્રવધૂ દ્વારા કરાવવામાં આવી હતી. તેનું કારણ હતું તેના પર લગાવેલા પ્રતિબંધો. વિનીત CCTV દ્વારા તેની પુત્રવધૂ પર નજર રાખતા હતા. તે તેને જરૂરી હોય તેટલા જ પૈસા આપતા હતા. તેની પુત્રવધૂ, જે મોડી રાત સુધી ફરવા અને પાર્ટી કરવાની શોખીન હતી, તેણે તેના નોકર વિશાલ (30)ને 6 લાખ રૂપિયામાં રાખ્યો. બદલામાં, નોકરે વિનીતને 26 વખત ચાકુ મારીને તેની હત્યા કરી દીધી.

facebook.com

નોકરની કબૂલાત પછી, પોલીસે વેપારીની પુત્રવધૂ શાલુની ધરપકડ કરી. શરૂઆતમાં, તેણે પોલીસને ગેરમાર્ગે દોરી. પછી, કડક પૂછપરછ કર્યા પછી, તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો. પુત્રવધૂ શાલુએ પૂછપરછ દરમિયાન કહ્યું, 'મારા સસરાએ મારા પર પ્રતિબંધો લગાવ્યા હતા, તેથી મેં હત્યા કરાવી.' પુત્રવધૂએ જણાવ્યું કે, 'એક કરોડપતિ પરિવારની પુત્રવધૂ હોવા છતાં, મારા સસરાનું મારા અને મારા પતિના ખર્ચ પર સંપૂર્ણ નિયંત્રણ હતું. મારે પૈસા માટે ભીખ માંગવી પડતી હતી. તેથી જ મેં નોકર પાસે આ હત્યા કરાવી હતી.'

પોલીસે શાલુની કોલ ડિટેલ્સ પણ મેળવી. હત્યાની રાત્રે, શાલુ અને તેના નોકર વિશાલે 14 વાર વાત કરી હતી. હાલમાં, આરોપી પુત્રવધૂ શાલુ, હત્યારા નોકર વિશાલ અને તેનો સાથી રાજકિશોર જેલમાં છે. પુત્રવધૂની કબૂલાત પછી, પોલીસે વિચાર્યું કે તેમને ખૂની મળી ગયો છે, પરંતુ આ વાર્તામાં વધુ એક વળાંક આવવાનો બાકી હતો. થોડા દિવસો પછી, પોલીસે આ હત્યા કેસમાં બીજો વળાંક શોધી કાઢ્યો.

હત્યાના દસ દિવસ પછી, પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, મિનોચાનો પુત્ર સુબ્રત, ઘરે તેના પિતાની હત્યા થઇ રહી છે તે વિશે જાણતો હશે. પુરાવા દર્શાવે છે કે, કથિત હત્યારાએ નવા ખરીદેલા સિમ કાર્ડથી સુબ્રતને 6 વખત ફોન કર્યો હતો. હવે પોલીસ તપાસ કરી રહી છે કે શું સુબ્રતની પણ આ હત્યામાં કોઈ ભૂમિકા છે?

ઓર્ગેનિકના દાવાઓ વચ્ચે હવે સવાલ પ્રૂફનો: COWBERRYએ શરૂ કરી નવી પહેલ
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર: ભારતના ઓર્ગેનિક ફૂડ માર્કેટમાં “પ્રૂફ”નો નવો અધ્યાય: કેવી રીતે COWBERRY એ વચનથી આગળ વધીને વિશ્વાસની સિસ્ટમ બનાવી. 150,000+ Certified Organic Farmers, Triple Organic Certification અને દરેક Batch માટે Lab-Tested Transparency સાથે COWBERRY ભારતના Organic Ecosystem ને નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતમાં "Organic Food Market" ઝડપથી વધી રહ્યું છે. ગ્રાહકો હવે પોતાના ઘરમાં પહોંચતા અનાજ, દાળ, મસાલા, તેલ અને રોજિંદા ખોરાકની ગુણવત્તા વિશે વધુ જાગૃત બન્યા છે. પરંતુ આ વધતી જાગૃતિ સાથે એક મોટો પ્રશ્ન પણ ઊભો થયો છે — શું ઓર્ગેનિક તરીકે વેચાતું દરેક પ્રોડક્ટ ખરેખર ઓર્ગેનિક છે

વર્ષો સુધી આ Industry મુખ્યત્વે દાવાઓ પર ચાલી. બ્રાન્ડ્સ ઓર્ગેનિકનો  દાવો કરતી રહી, ગ્રાહકોએ દાવાઓ પર વિશ્વાસ રાખતા રહ્યા, અને ખેડૂતો, જેઓ આ સમગ્ર "Value Chain" ની મૂળ શક્તિ છે, તેઓ ઘણી વખત સૌથી ઓછું સાંભળવામાં આવ્યા. આવા સમયે, એપ્રિલ 2023માં એક વિચાર જન્મ્યો — "Organic" ને માત્ર Promise નહીં, પરંતુ Proof પર આધારિત બનાવવાનો. આ વિચારથી COWBERRYની શરૂઆત થઈ.

COWBERRYના પાછળ ત્રણ અલગ-અલગ પૃષ્ઠભૂમિવાળા લોકોનું vision જોડાયું — હરેશ પરવાડિયા, દર્શન પરવડિયા અને કૌશિક સોનાણી. હરેશ પરવડિયા સફળ Businessman અને Philanthropist તરીકે ઓળખાય છે, પરંતુ ખેતી તેમની Family Legacyનો અભિન્ન ભાગ રહી છે. દર્શન પરવાડિયા USAમાં Finance & Financial Engineeringનો અભ્યાસ કર્યા પછી New York અને Los Angelesની comfortable life છોડીને ભારત પરત ફર્યા. જ્યારે કૌશિક સોનાણી (Ex-IIM) આ Visionને સાકાર કરવા, અને Strategic Direction આપવા માટે તરીકે જોડાયા. “ત્રણે FOUNDERS” ને એક વાત સ્પષ્ટ દેખાતી હતી — ભારતના Organic Marketમાં સમસ્યા Supply ની નહોતી. સમસ્યા Trust ની હતી. એટલે શરૂઆત ખેતરમાંથી થઈ, Boardroomમાંથી નહીં.

એપ્રિલ 2023 અને તે પછીના મહિનાઓમાં Founders ગુજરાત અને અન્ય રાજ્યોના ગામોમાં પહોંચ્યા. ઉદ્દેશ ખેડૂતોને તરત જોડવાનો નહોતો, પરંતુ તેમને સાંભળવાનો હતો. ખેડૂતો સાથેની વાતચીતમાં એક કડવી હકીકત સામે આવી. જે ખેડૂતો Organic Farming & Natural Farming તરફ આગળ વધવા માંગતા હતા, તેઓ Certification નાં ખર્ચ, પેપરવર્ક, ટેકનીકલ ગાયડન્સનો અભાવ અને Conversion Period દરમિયાન આવકનાં ફર્ક જેવા પડકારો સામે એકલા ઊભા હતા. Organic Farming નો Risk ખેડૂત લેતો હતો, પરંતુ માર્કેટમાં બજાર-કિંમત બરોબર મળતી નહોતી. ખેડૂત મહેનત કરતો હતો, પરંતુ તેની વાત ગ્રાહક સુધી પહોંચતી નહોતી. આ જ Gap COWBERRY એ address કરવાનો નિર્ણય લીધો.

ખેડૂતો માટે SUPPORT, ગ્રાહકો માટે “PROOF”
COWBERRY નું મોડેલ બે છેડાઓને એક-બીજા સાથે જોડે છે — Farmer અને Customer. “Farmer Side” પર Company Fair અને Transparent Pricing, Organic Conversion Support, Agronomy Guidance, Assured Offtake અને Transition Period દરમિયાન long-term support આપવા પર કામ કરે છે. Organic Farming તરફ વળવા માંગતા ખેડૂત માટે સૌથી મોટો પ્રશ્ન માત્ર Cultivationનો નથી, પરંતુ Financial Survivalનો છે. COWBERRY એ આ પડકારને Organic Ecosystem નો મુખ્ય-મુદ્દો માનીને સરખો કર્યો.

“Customer side” પર COWBERRY એ Transparency ને Product Packaging સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો. Company ના દાવા અનુસાર, દરેક પ્રોડક્ટ બેચ “Internationally Accredited Laboratories” માં organic standards હેઠળ 252+ banned chemicals માટે test કરવામાં આવે છે. દરેક pack પર QR code આપવામાં આવે છે, જેના દ્વારા customer તે exact batchનો lab report જોઈ શકે છે. તથા, કાવબેરી ની મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઓર્ગેનિક ગ્રોસરી ચાહકો ને, દ્વારા ઘરે બેસીને ૧૫૦+ ગ્રોસરી પ્રોડક્ટ્સ મળી શકે છે. COWBERRY ની Product Range ની વ્યાપકતા માત્ર એક મોટા Catalogueને દર્શાવતી નથી, પરંતુ આ Catalogue તૈયાર કરવા પાછળ અપનાવવામાં આવેલા Manufacturing-led Approach ને પણ દર્શાવે છે.

આ approach ને company એક સરળ lineમાં સમજાવે છે — “Proof, not Promise.” Triple Certification થી Global Credibility

COWBERRY આજે NPOP (India Organic), NOP (USDA Organic) અને EU Organic standards હેઠળ triple certification ધરાવે છે. આ combination Indian organic brands માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે domestic market સાથે American અને European markets માટે પણ credibility બનાવે છે. તેના Certification Framework વિશે વધુ માહિતી COWBERRY ની Certifications Page પર ઉપલબ્ધ છે. Company નું network હવે ભારતના “9” સે ભી ઝ્યાદા રાજ્યોમાં 1,50,000+ certified organic farmers સુધી વિસ્તર્યું છે. Product catalogue માં 25+ categories અને 150+ SKUs નો સમાવેશ થાય છે, જેમાં Staples, Pulses, Spices, Oils અને Specialty Foods જેવી રોજિંદી તથા Premium Food Categories સામેલ છે. પરંતુ COWBERRYનું સૌથી મોટું differentiation માત્ર Product Range નથી. તેનું Differentiation Traceability અને Batch-level Verification છે.

Organic Industry માટે Benchmark?
Organic food industry માં મોટાભાગે trust packaging, branding અને certification logo સુધી મર્યાદિત રહે છે. COWBERRY આ trustને એક ડગલું આગળ લઈ જવાનો પ્રયત્ન કરે છે — Consumer ને Direct Lab Report Access આપીને. આ Model Organic Category માં accountability નું નવું માપદંડ ઊભું કરી શકે છે. કારણ કે જ્યારે Customer Product ખરીદે છે, ત્યારે તે માત્ર Brand Claim પર આધારિત નથી રહેતો. તે QR Code Scan કરીને પોતે “Lab Report” જોઈ શકે છે. આથી COWBERRY organic food ને emotional promise થી scientific verification તરફ લઈ જતી brand તરીકે ઉભરી રહી છે.

'કોઈ પણ મંત્રી પોતાના પ્રાણીઓને...,' અભિજીત દીપકેએ કોકરોચ જનતા પાર્ટીના નવા અભિયાનની જાહેરાત કરી
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ 'સ્કુલ ઠીક કરો' અભિયાન પછી વધુ એક નવા અભિયાનની જાહેરાત કરી છે. તેમણે મહારાષ્ટ્રના નાગપુરમાં 'આદિવાસી સ્કુલ ઠીક કરો' અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. અભિજીતના જણાવ્યા મુજબ, કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો આદિવાસી વિસ્તારોની મુલાકાત લેશે અને શાળાઓની સ્થિતિનું મૂલ્યાંકન કરશે. અભિજીત દિપકેએ કહ્યું કે, આઝાદીના 80 વર્ષ પછી પણ આદિવાસી વિસ્તારોમાં શાળાઓનો વિકાસ થયો નથી.

ndtv.in

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકેએ જણાવ્યું હતું કે, 'આજે, CJP 'આદિવાસી સ્કુલ ઠીક કરો' ઝુંબેશ શરૂ કરી રહ્યા છે. તેઓ જે શાળાઓની મુલાકાત લે છે, તે શિક્ષણ માટે સંપૂર્ણપણે અયોગ્ય છે. કોઈ પણ મંત્રી આવા સ્થળોએ પોતાના પ્રાણીઓને પણ રાખશે નહીં. આ ઉપરાંત, એક ખૂબ જ ચિંતાજનક મુદ્દો ઉભરી આવ્યો છે, બાળકોના મૃત્યુ. છેલ્લા બે વર્ષમાં મહારાષ્ટ્રની આશ્રમ શાળાઓમાં 590થી વધુ બાળકોના મૃત્યુ થયા છે, કારણ કે આ શાળાઓમાં આપવામાં આવતો ખોરાક નબળી ગુણવત્તાનો છે. સાપ કરડવાના બનાવો એટલા માટે બને છે, કારણ કે બાળકોને પલંગના અભાવે જમીન પર સૂવાની ફરજ પાડવામાં આવે છે. આ સરકારની તબીબી બેદરકારીનો સ્પષ્ટ કિસ્સો છે. અમારું માનવું છે કે આદિવાસી સમુદાયો (જેમનો આ દેશના સંસાધનો પર પહેલો અધિકાર છે) ને શિક્ષણનો પહેલો અધિકાર હોવો જોઈએ અને તેમને શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ મળવી જોઈએ.'

View this post on Instagram

A post shared by Abhijeet Dipke (@abhijeetdipke)

નાગપુરમાં એક પત્રકાર પરિષદમાં, અભિજીત દિપકેએ મહારાષ્ટ્રમાં આદિવાસી શાળાઓની વર્તમાન સ્થિતિ અંગે વિવિધ આંકડા રજૂ કર્યા. તેમણે જણાવ્યું હતું કે, ઘણી શાળાઓમાં જરૂરી માળખાકીય સુવિધાઓનો અભાવ છે. તેમણે દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો, શૌચાલય, પીવાનું પાણી, વીજળી અને આવશ્યક શૈક્ષણિક સામગ્રીનો અભાવ છે. અભિજીત દિપકેએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્રે આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લાઓમાં શાળાઓની સ્થિતિને ગંભીરતાથી લેવાની જરૂર છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, શાળાઓમાં સુવિધાઓનો અભાવ ફક્ત વિદ્યાર્થીઓના શિક્ષણનો જ નહીં, પરંતુ તેમના ભવિષ્યનો પણ પ્રશ્ન છે.

livehindustan.com

'આદિવાસી સ્કુલ ઠીક કરો' અભિયાન ગઢચિરોલી જિલ્લાથી શરૂ થશે. અભિજીત દિપકેએ જણાવ્યું હતું કે, આ અભિયાનના ભાગ રૂપે, આદિવાસી વિસ્તારોની શાળાઓની મુલાકાત લેવામાં આવશે અને ત્યાંની સમસ્યાઓને જોવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ, શિક્ષકોની સ્થિતિ, વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ અને વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી એકત્રિત કરવામાં આવશે. ત્યારપછી આ સમસ્યાઓના નિવારણ માટે પગલાં લેવામાં આવશે.

₹11ની વસ્તુ પર ₹325ની MRP: તુકારામ મુંઢેએ હોસ્પિટલોના જંગી નફાખોરીના ખેલનો પર્દાફાશ કર્યો
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના વડા અને સીનિયર IAS અધિકારી તુકારામ મુંઢેએ હોસ્પિટલોમાં વપરાતી તબીબી સામગ્રીઓ અને દવાઓ પર વસૂલવામાં આવતા અંધાધૂંધ નફાખોરી સામે લાલ આંખ કરી છે. તેમણે ખુલાસો કર્યો છે કે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ ખરીદ કિંમત કરતાં સેંકડો અને હજારો ગણી વધુ કિંમત ચૂકવી રહ્યા છે, જ્યારે તેમને તેની મૂળ પડતર કિંમત વિશે કશી જ ખબર હોતી નથી.

મહારાષ્ટ્રમાં અત્યારે મુંઢેના નેતૃત્વ હેઠળ FDA દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમણે લખ્યું કે, ‘હોસ્પિટલના બિલનો સૌથી મોંઘો ભાગ કદાચ ક્યારેય હોસ્પિટલ સુધી પહોંચતો જ નથી. સારવાર માટે દાખલ થયેલા દર્દી પાસે એ જાણવાનો કોઈ રસ્તો નથી હોતો કે મેડિકલ કન્ઝ્યુમેબલ પર લખેલી કિંમત તેની વાસ્તવિક પડતર કિંમત દર્શાવે છે કે વોર્ડ સુધી પહોંચતા પહેલાં જ નક્કી કરી દેવાયેલું જંગી માર્જિન. માહિતીનો આ તફાવત મૂળભૂત રીતે જાહેર આરોગ્યનો એક ગંભીર મુદ્દો છે.’

તુકારામ મુંઢેએ મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં વપરાતી સામગ્રી અંગેના એક સર્વેક્ષણના આંકડા ટાંકીને ખરીદ કિંમત અને MRP વચ્ચેનો આશ્ચર્યજનક તફાવત જાહેર કર્યો હતો:

IV ઇન્ફ્યુઝન સેટ: જેની ખરીદ કિંમત માત્ર ₹11.05 છે, તેના પર ₹325ની MRP છાપવામાં આવી છે, જે 2,841 ટકાનો જંગી માર્જિન દર્શાવે છે.

સિરિંજ (Syringe): ₹6.75માં ખરીદાયેલી સિરિંજ પર ₹57.20ની MRP છાપવામાં આવી છે.

કેથેટર (Catheter): ₹29.41માં મળતું કેથેટર દર્દીઓને ₹310ની MRP સાથે વેચવામાં આવે છે.

મુંઢેએ ઉમેર્યું કે, ‘આ કોઈ મરજિયાત ખરીદી નથી.’ જ્યારે કોઈ દર્દી સારવાર હેઠળ હોય છે, ત્યારે તે કિંમતો સરખાવી શકતો નથી, અન્ય વિકલ્પો શોધી શકતો નથી કે મેડિકલ પ્રોડક્ટ પર છાપેલી કિંમત સામે સવાલ પણ ઉઠાવી શકતો નથી.

ઉત્પાદકો અને વિતરકો દ્વારા પહેલેથી જ ઊંચી MRP નક્કી કરી દેવામાં આવે છે, જે મૂળ ખરીદ કિંમત સાથે કોઈ મેળ ખાતી નથી. આનાથી એક અસ્પષ્ટ માર્જિન ઊભું થાય છે. આના પરિણામે એવી સિસ્ટમ બને છે જ્યાં ખર્ચ ભોગવનાર (દર્દી) પાસે જ કિંમતના મૂલ્યાંકન માટે સૌથી ઓછી માહિતી હોય છે.

દવાઓની કિંમતો અને નિયમનનું કામ સંભાળતા FDA કમિશનર મુંઢેએ તબીબી સામગ્રીના ભાવ નિર્ધારણમાં રહેલી માળખાકીય ખામી તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે 'ડ્રગ્સ (પ્રાઇસ કન્ટ્રોલ) ઓર્ડર, 2013' હેઠળ નિયત કરેલી દવાની કિંમતો પર મહત્તમ મર્યાદા લાગુ પડે છે, પરંતુ મોટાભાગના મેડિકલ ડિવાઇસ અને કન્ઝ્યુમેબલ્સ પર આવું કોઈ નિયંત્રણ નથી. આ કારણે તેમની કિંમતો અને દર્દીઓને મળતી માહિતી બંને સંપૂર્ણપણે મોનિટરિંગ વગરના રહી જાય છે.

આ પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે તુકારામ મુંઢેએ જણાવ્યું કે, આ સર્વેક્ષણના તારણોની સમીક્ષા કરીને ખરીદ કિંમત અને જાહેર કરાયેલી MRP વચ્ચે સ્વીકાર્ય તફાવત અંગેની સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવા માટે ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA)ને ભલામણ કરવામાં આવી છે. આ પગલાંથી કિંમતના તફાવતની સાથે દર્દીઓ જે માહિતીના અભાવનો સામનો કરે છે તેને પણ દૂર કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે મુંઢેના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રભરમાં ખાદ્ય સુરક્ષાને લઈને વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે. અનેક હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ક્લબો પર દરોડા પાડીને નોટિસો આપવામાં આવી છે તેમજ નિયમભંગ બદલ કેટલાંક એકમો બંધ પણ કરાવાયા છે. કડક કામગીરી માટે તેમની ચોમેરથી પ્રશંસા થઈ રહી છે.

પારુલ સેવાશ્રમ હોસ્પિટલ NABH નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન મેળવનારી વડોદરાની પ્રથમ અને ગુજરાતમાં બીજી હોસ્પિટલ બની
પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ સાથે જોડાણમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ગુણવત્તાયુક્ત હેલ્થકેર આપવા સતત કામ કરે છે, જેણે એક નવું સીમાચિહ્ન સર કર્યું છે. પારુલ સેવાશ્રમ હોસ્પિટલે પ્રતિષ્ઠિત NABH નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન મેળવ્યું છે. આ સર્ટિફિકેશન મેળવનારી પારુલ સેવાશ્રમ હોસ્પિટલ વડોદરામાં પ્રથમ અને ગુજરાતમાં ફક્ત બીજી હોસ્પિટલ છે. આ સફળતાએ હોસ્પિટલની અત્યાધુનિક નર્સિંગ સિસ્ટમ, દર્દીની સલામતી, નૈદાનિક ગુણવત્તા અને દર્દી-કેન્દ્રીત હેલ્થકેર સેવાઓ આપવાની કટિબદ્ધતાની વધુ પુષ્ટિ કરી છે.

પારુલ સેવાશ્રમ હોસ્પિટલ એક ટીચિંગ હોસ્પિટલ છે, જે 1100 બેડની મલ્ટિસ્પેશિયાલિટી અને સુપર-સ્પેશિયાલિટી સેવાઓ આપે છે. હોસ્પિટલ પોતાની હેલ્થકેર સેવાઓ આપવાના ભાગરૂપે નર્સિંગ કુશળતા સાથે પોતાની નૈદાનિક અને ગુણવત્તાયુક્ત માળખાને મજબૂત કરી રહી છે. નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન એવી હોસ્પિટલોને જ મળે છે, જે દર્દીની સારવાર, નૈદાનિક અને સારવારમાં સલામતી, ઇન્ફેક્શન નિવારણ અને નિયંત્રણ, નર્સિંગ લીડરશિપ અને પરિણામોનાં મૂલ્યાંકન જેવા મુખ્ય ક્ષેત્રોમાં સતત અને શ્રેષ્ઠ નર્સિંગ રીતો ધરાવે છે.

આ સર્ટિફિકેશન નર્સિંગ કેરમાં સાતત્યતા અને જવાબદારી તરફ મહત્વપૂર્ણ પગલું છે. પ્રમાણભૂત નર્સિંગ આચારસંહિતા અને વ્યવસ્થિત નૈદાનિક રીતો એ સલામત સારવાર, ઇન્ફેક્શન નિવારણ અને હાનિકારક ઘટનાઓ ઘટાડવાનો આધાર છે. દર્દીઓને માળખાબદ્ધ જાણકારી, અસરકારક સંચાર અને સારવારની સાતત્યતા એ વધારે શ્રેષ્ઠ, સુમાહિતગાર રીતે દર્દીને સારો અનુભવ આપે છે. આ સર્ટિફિકેશન સ્વતંત્ર, રાષ્ટ્રીય માન્યતા પણ પ્રદાન કરે છે કે હોસ્પિટલની નર્સિંગ સિસ્ટમ અને રીતો ગુણવત્તાના સુપરિભાષિત ધારાધોરણો પૂર્ણ કરે છે.

નર્સિંગ કોઈ પણ હેલ્થકેર સંસ્થાનું હાર્દ છે, જેમાં નર્સો પ્રવેશથી લઈને નૈદાનિક નિરીક્ષણથી સારવારમાં ટેકો આપવા, તેની જાણકારી આપવા અને રિકવરી સુધી ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. એટલે NABH નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન સંસ્થાગત વ્યવસ્થાઓની સાથે રોજિંદી કામગીરીમાં શિસ્ત, નૈદાનિક ક્ષમતા અને દર્દી-કેન્દ્રીત અભિગમને પણ દર્શાવે છે.

પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સીઓઓ એકતા મોદીએ આ સીમાચિહ્નરૂપ સર્ટિફિકેશન પર કહ્યું હતું, “આ સર્ટિફિકેશન અમારા માટે માન્યતાની સાથે અમારી નર્સોની કટિબદ્ધતા, શિસ્ત અને સંવેદનાનું પ્રતીક છે. અમને લાગે છે કે, આ સફળતા અમારી નર્સિંગ ટીમને શીખવા, સુધરવા અને સારસંભાળના માપદંડોને વધારવા પ્રેરિત કરશે. અમારું ધ્યાન દ્રઢતા સાથે એ સુનિશ્ચિત કરવા પર છે કે, અમારે ત્યાં આવતા તમામ દર્દીઓને નૈદાનિક ઉત્કૃષ્ટતાના સર્વોચ્ચ ધારાધોરણો સાથે સલામત, સંવેદનશીલ, પુરાવા પર આધારિત અને સાતત્યપૂર્ણ સારવાર મળે.”

NABH નર્સિંગ એક્સલન્સ સર્ટિફિકેશન એ પારુલ સેવાશ્રમ હોસ્પિટલની હાલ ચાલુ ગુણવત્તાની સફરમાં એક વધારો છે, જેમાં NABH ફૂલ એક્રેડિટેશન, NABH સ્ટ્રોક સર્ટિફિકેશન, NABH સર્ટિફાઇડ બ્લડ બેંક અને NABL સર્ટિફાઇડ લેબોરેટરી શામેલ છે. આ તમામ એવોર્ડ સંયુક્તપણે હોસ્પિટલની હેલ્થકેરના તમામ પાસાંમાં ગુણવત્તા અને સલામતી પ્રત્યેની કટિબદ્ધતા પર ભાર મૂકે છે.

આ સીમાચિહ્ન હોસ્પિટલના હેલ્થકેર વાતાવરણ ઊભું કરવાના બૃહદ્ વિઝન પર પણ ભાર મૂકે છે, જ્યાં ગુણવત્તા સર્ટિફિકેશનની સાથે રોજિંદી કામગીરીમાં વણાયેલી છે. પારુલ સેવાશ્રમ હોસ્પિટલ દર્દીની સલામતી, નૈદાનિક પરિણામો અને સંવેદનશીલ સારસંભાળ સાથે હેલ્થકેર સેવાની આતુરતા દર્શાવે છે, જે નર્સિંગ લીડરશિપને મજબૂત કરવાનું, નૈદાનિક પ્રક્રિયાના પ્રમાણીકરણ અને સતત સુધારાની શૈલીને પ્રોત્સાહન આપવાનું હાર્દ છે.

આ નવી માન્યતા હોસ્પિટલની નર્સિંગ ટીમની વ્યાવસાયિક રીતોના ધારાધોરણો વધારવા અને હેલ્થકેરની બદલાતી જરૂરિયાતો સાથે સતત વિકસવા પ્રોત્સાહન આપે છે. આ સર્ટિફિકેશન પારુલ સેવાશ્રમ હોસ્પિટલની ગુણવત્તાની કામગીરીની સફરમાં એક વધુ પગલું છે, જે દરેક પ્રક્રિયા, દરેક સંવાદ અને દરેક દર્દીના અનુભવમાં છે.

ઝડપી સવારી માટે એક્સ્ટ્રા પૈસા માંગવા બદલ રેપિડોને મોટો દંડ ફટકારાયો! 'ડાર્ક પેટર્ન'ના ઉપયોગ બદલ દોષિત
રેપિડો એપ પર કેબ કે બાઇક બુક કરાવતી વખતે, તમે તમારી સ્ક્રીન પર વિવિધ સંદેશાઓ દેખાતા જોયા હશે. ઉદાહરણ તરીકે, 'કિંમત જેટલી વધારે હશે, રાઇડ મળવાની શક્યતા એટલી જ વધી જશે' અને 'કેપ્ટન રૂ. 60માં રાઇડ સ્વીકારી રહ્યો નથી. રૂ. 10 અથવા રૂ. 20 વધારાના ઉમેરો, રાઇડ ઝડપથી બુક થશે.' આનો અર્થ એ છે કે ગ્રાહકોને તમામ પ્રકારની યુક્તિઓથી ગેરમાર્ગે દોરવા. આવા સંદેશાઓ પ્રદર્શિત કરવા બદલ રેપિડોને આજે રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બજારની ભાષામાં, આને 'ડાર્ક પેટર્ન' કહેવામાં આવે છે. આ 'ડાર્ક પેટર્ન'નો ઉપયોગ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવતા, રેપિડો ચલાવતી કંપની, રોપેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડને રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

patrika.com

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ રેપિડો પર રૂ. 10 લાખનો દંડ ફટકાર્યો છે. ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને 'ડાર્ક પેટર્ન' જેમ કે રાઇડ કન્ફર્મ થાય તે પહેલાં રાઇડર્સને વધુ પૈસા ચૂકવવા માટે મજબુર કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

ગ્રાહક બાબતોના સચિવ અને CCPA ચીફ કમિશનર નિધિ ખરે અને કમિશનર અનુપમ મિશ્રાએ તેમના નિર્ણયમાં જણાવ્યું હતું કે, 'આ કાર્યવાહી ભારતમાં કાર્યરત કેબ અને બાઇક-ટેક્સી એગ્રીગેટર પ્લેટફોર્મ સેક્ટરમાં CCPA દ્વારા કરવામાં આવેલી વિગતવાર તપાસને અનુસરે છે. આ તપાસનો હેતુ રાઇડ બુક કરાવતા પહેલા ટિપિંગ અને ડાયનેમિક પ્રાઇસિંગ સંબંધિત પ્રથાઓની તપાસ કરવાનો હતો.'

CCPAએ શોધી કાઢ્યું કે, રેપિડોનું અલ્ગોરિધમ પહેલા ગ્રાહકોને ભાડું જણાવે છે. પછી, એકવાર ગ્રાહક તે ભાડા પર બુકિંગ પસંદ કરે છે, તે રાઇડ કન્ફર્મ થાય તે પહેલાં તેમને વધારે રકમ ચૂકવવાનું કહેવામાં આવે છે. CCPAએ સ્વીકાર્યું કે આવી વ્યવસાયિક પ્રથાઓ ગ્રાહકોને એવું માનીને ગેરમાર્ગે દોરે છે કે તેઓએ ઝડપથી રાઇડ મેળવવા માટે વધુ ચૂકવણી કરવી પડશે, ભલે તેઓ પહેલાથી જ બુક કરાવી ચૂક્યા હોય. આ કિસ્સાઓમાં ભાવ તાલ કરવાની શક્યતા પણ ઓછી છે.

આ પ્રથાને 'નિશ્ચિત શરમજનક' માનવામાં આવી હતી, જે 'ડાર્ક પેટર્ન નિવારણ અને નિયમન માટે માર્ગદર્શિકા, 2023' હેઠળ એક 'ડાર્ક પેટર્ન' છે. આનું કારણ એ છે કે, તેમાં તમને ઉતાવળ છે એવી ભાવના ઉભી કરવામાં આવે છે અને જો (તમે)રાઇડર વધુ ચૂકવણી ન કરે તો રાઇડ ગુમાવવાનો ભય પણ પેદા થતો હોય છે.

money9live.com

CCPAએ રેપિડોના 'તમારી કિંમત સેટ કરો' સ્લાઇડરની પણ તપાસ કરી. ઓથોરિટીએ શોધી કાઢ્યું કે તે રાઇડર્સના ભાવ નિર્ણયોને પ્રભાવિત કરવા માટે રંગથી બતાવવામાં આવ્યું હતું. બીજા શબ્દોમાં કહીએ તો, કિંમત વધારવાથી લીલા રંગમાં 'રાઇડ મેળવવાની શક્યતા વધુ' હોવાનું સૂચવવામાં આવ્યું હતું, જ્યારે કિંમત ઓછી હોવાથી લાલ અથવા નારંગી રંગની ચેતવણી મળી હતી.

આ એક 'ઇન્ટરફેસ હસ્તક્ષેપ' ડાર્ક પેટર્નનું નિર્માણ કરે છે, જેમાં કોઈ પણ રીતે ગ્રાહક પાસેથી પૈસા કાઢવાની યુક્તિનો સમાવેશ થાય છે. CCPAને રાઇડર્સને રાઇડ શરૂ થાય તે પહેલાં જ એક જ રાઇડ માટે અલગથી ચૂકવણી કરવાનું સૂચન કરવાનું કોઈ માન્ય કારણ મળ્યું નથી. CCPAએ જણાવ્યું હતું કે ટિપ એ સામાન્ય રીતે સેવા પ્રાપ્ત કર્યા પછી કરવામાં આવતી સ્વૈચ્છિક ચુકવણી છે અને તેને સેવા પૂરી પાડવા માટેની શરત તરીકે રજૂ કરવી જોઈએ નહીં.

રેપિડોએ દલીલ કરી હતી કે, ટિપિંગ સ્વૈચ્છિક છે અને તેનો મેચિંગ અલ્ગોરિધમ રાઇડર અલગ રકમ ચૂકવે છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના કાર્ય કરે છે. જો કે, CCPAએ આ દલીલોને નકારી કાઢી અને રૂ. 10 લાખનો દંડ લગાવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે દંડ થયો હોવા છતાં, આ પ્રથા એપ્લિકેશન પર ચાલુ રહી હોય તેવું લાગે છે.

પેટાચૂંટણી પહેલા મુસ્લિમ મતદારો માટે CM સુવેન્દુની શરત; 'મુસ્લિમોએ સાબિત કરવું પડશે કે તેઓ BJPના મિત્ર છે નહિતર...,'
પશ્ચિમ બંગાળની બે વિધાનસભા બેઠકો, નંદીગ્રામ અને રેજીનગર માટે 6 ઓક્ટોબર, 2026ના રોજ પેટાચૂંટણીઓ યોજાવાની છે. CM સુવેન્દુ અધિકારીએ આને રાજ્યના મુસ્લિમ મતદારો માટે એક કસોટી તરીકે વર્ણવ્યું છે. તેમણે મુસ્લિમોને એ નક્કી કરવા માટે કહ્યું કે, તેઓ તેમની સરકારને ટેકો આપવા માંગે છે, તેની સાથે રહેવા માંગે છે, કે BJPનો વિરોધ કરવા માંગે છે.

CM સુવેન્દુ અધિકારી પેટાચૂંટણીઓમાં તેમના પક્ષના ઉમેદવારો માટે લઘુમતીના મતોની માંગણી કરી રહ્યા હતા. તેમની ટિપ્પણીઓએ રાજકીય વિવાદ ઉભો કર્યો. વિપક્ષે CM સુવેન્દુ અધિકારી પર સરકારી યોજનાઓની પહોંચને પક્ષની વફાદારી સાથે જોડીને ઘમંડી અને મતદારોને ડરાવવાનો આરોપ લગાવ્યો.

facebook.com

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, હલ્દિયામાં BJPની રેલીમાં બોલતા CM સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, પેટાચૂંટણીઓએ બંને વિધાનસભા બેઠકો પર લઘુમતીઓને તેમના રાજકીય વલણ દર્શાવવાની તક આપી છે. તેમણે કહ્યું, 'હું જોઉં છું કે ઘણા લઘુમતી લોકો અહીં આવ્યા છે, જેમણે મને કે BJPને મત આપ્યો નથી. તમારી પાસે એક તક છે. શું તમે સરકાર સાથે રહેવા માંગો છો કે નહીં? તે તમારે નક્કી કરવાનું છે.' CM સુવેન્દુ અધિકારીએ આગળ કહ્યું, 'જો તમે સરકાર સાથે રહેવા માંગો છો, CM સાથે રહેવા માંગો છો, સહકાર આપવા ઈચ્છો છો, કામ કરવા માંગો છો અને ઘણા લાભ ઉઠાવવા માંગો છો, તો તમારી કસોટી 6 ઓક્ટોબરે નંદીગ્રામ અને રાજનગરમાં છે. હું તમારા પર નિર્ણય લેવાનું છોડી દઉં છું કે તમે આ કસોટીમાં પાસ થાઓ છો કે નાપાસ થાઓ છો.' મીડિયા સૂત્રો અનુસાર, CM સુવેન્દુ અધિકારીએ ત્યાર પછી કહ્યું કે, મુસ્લિમોએ સાબિત કરવું પડશે કે તેઓ BJPના મિત્ર છે.

CM સુવેન્દુ અધિકારીની ટિપ્પણી પર વિરોધ પક્ષોએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. નૌડાના ધારાસભ્ય કબીરે CM સુવેન્દુ અધિકારીને સાંપ્રદાયિક રાજકારણી અને ઘમંડી ગણાવ્યા. તેમણે કહ્યું, 'CM બન્યા પછી, CM સુવેન્દુ અધિકારી રાજકીય રીતે ઘમંડી બની ગયા છે અને સાંપ્રદાયિક વલણ અપનાવવા લાગ્યા છે. હવે તેઓ ધર્મના આધારે મુસ્લિમ સમુદાયના સભ્યોને લાભ આપવાનો ઇનકાર કરી રહ્યા છે, ત્યારે તેઓ મુસ્લિમ સમર્થન કેવી રીતે મેળવી શકે? DMને મુસ્લિમ મહિલાઓને અન્નપૂર્ણા યોજના જેવી સુવિધાઓ ન આપવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે.' કબીરે કહ્યું કે, મુસ્લિમ મતદારો CM સુવેન્દુ અધિકારીના ઇરાદા સમજી ગયા છે અને 6 ઓક્ટોબરે યોજાનારી પેટાચૂંટણીમાં તેમને જોરદાર યોગ્ય જવાબ આપશે.

aajtak.in

અહીં તમને બતાવી દઈએ કે, સુવેન્દુ અધિકારીએ વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક જીતી હતી. તેમણે આ બેઠક ખાલી કરી છે, જેના કારણે પેટાચૂંટણી જરૂરી બની છે. આ ઉપરાંત, આમ જનતા ઉન્નયન પાર્ટીના હુમાયુ કબીરે પણ રેજીનગર બેઠક ખાલી કરી છે. BJPએ નંદીગ્રામથી હસિરાની રથ અને રેજીનગરથી S. સરકારને મેદાનમાં ઉતાર્યા છે. CM સુવેન્દુ અધિકારીએ 2021માં TMCના વડા અને બંગાળના ભૂતપૂર્વ CM મમતા બેનર્જીને 1956 મતોથી હરાવ્યા હતા. 2026માં પણ તેમણે તે જ બેઠક પરથી TMCના પવિત્રને પણ લગભગ 15,000 મતોથી હરાવ્યા હતા.

ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્રનો પાસપોર્ટ 2023ના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં જમા છતા 5થી વધુ દેશ ફરી આવ્યો
ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હરિકેશ પટેલની ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા નકલી પાસપોર્ટ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ગંભીર કેસમાં અદાલતમાં મૂળ પાસપોર્ટ જમા હોવા છતાં, આરોપીએ અન્ય રાજ્યમાંથી કૂટલેખિત દસ્તાવેજોના આધારે નવો પાસપોર્ટ મેળવી પાંચથી વધુ દેશોનો વિદેશ પ્રવાસ ખેડ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ગુજરાત ATSને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા મીરાપાર્ક સોસાયટીના ઊર્મિ બંગલોઝ ખાતે રહેતો હરિકેશ પ્રણવ પટેલ ગેરકાયદેસર રીતે બનાવેલા બોગસ પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ATSની ટીમે સાયન્સ સિટી વિસ્તારમાંથી દરોડો પાડી તેની અટકાયત કરી હતી.

સઘન પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપી હરિકેશ વર્ષ 2023માં ED દ્વારા દાખલ કરવામાં આવેલા મની લોન્ડરિંગના ગુનામાં સંડોવાયેલો હતો. આ કાનૂની કાર્યવાહીના ભાગરૂપે અદાલતની શરતો મુજબ તેનો મૂળ પાસપોર્ટ કોર્ટ જમા લઈ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે અદાલતમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા, પરંતુ ED દ્વારા આ જામીન રદ કરાવવામાં આવ્યા હતા. પાસપોર્ટ જમા હોવાથી દેશ બહાર જઈ શકાય તેમ ન હોઈ, તેણે નકલી પાસપોર્ટ બનાવવાનું કાવતરું રચ્યું હતું.

તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, હરિકેશ પટેલે દુબઈ સ્થિત પોતાના એક મિત્ર મારફતે દિલ્હીના એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. આ એજન્ટને ₹25 લાખ આપીને આગ્રામાં પોતે ભાડે રહેતો હોવાનો બનાવટી રેન્ટ એગ્રીમેન્ટ (ભાડા કરાર) તૈયાર કરાવ્યો હતો.

ત્યારબાદ, તેણે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં પોતાનો જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ખોટી પોલીસ ફરિયાદ (NC) નોંધાવી હતી. આ ખોટી પોલીસ ફરિયાદ અને આગ્રાના બોગસ ભાડા કરારના આધારે ગાઝિયાબાદ રીજનલ પાસપોર્ટ ઓફિસ (RPO)માં નવી અરજી કરી હતી અને વર્ષ 2024માં સફળતાપૂર્વક બીજો પાસપોર્ટ મેળવી લીધો હતો.

નવો પાસપોર્ટ હાથમાં આવ્યા બાદ આરોપી હરિકેશ અવારનવાર વિદેશ પ્રવાસે જતો હતો. તે ભારતીય એજન્સીઓની નજરમાંથી બચવા માટે પહેલા રસ્તા માર્ગે કે કનેક્ટિંગ રૂટથી ભૂતાન અને નેપાળ જતો હતો અને ત્યાંથી બેંગકોક, દુબઈ તથા સિંગાપોર જેવા દેશોમાં પ્રવાસ કરતો હતો. તે લાંબા સમય સુધી દુબઈમાં રોકાયો હોવાનું પણ ખુલ્લું પડ્યું છે. ATSએ તેની ધરપકડ કરીને તે ફરી કોઈ મોટું નાણાકીય ફ્રોડ આચરે તે પહેલાં જ તેની યોજના પર પાણી ફેરવી દીધું છે. આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ATS દ્વારા EDને પણ સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે.

પોલીસ તપાસમાં વધુમાં બહાર આવ્યું છે કે હરિકેશ પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ પહેલાં પણ તેની વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશન અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જેમાં તેની ધરપકડ પણ થઈ હતી. આરોપી શાહીબાગ ઉપરાંત સાયન્સ સિટી વિસ્તારમાં પણ મકાન ધરાવે છે. તેના નામે અનેક કંપનીઓ નોંધાયેલી છે, જેમાંથી ઘણી બોગસ  કંપનીઓ હોવાનું સામે આવ્યું છે, જેના ઉપયોગથી કરોડો રૂપિયાનું નાણાકીય ફ્રોડ આચરવામાં આવતું હતું. ઉપરાંત, આ કૌભાંડમાં તેના દ્વારા ચલાવવામાં આવતા મ્યુલ એકાઉન્ટ્સ (બીજાના નામે ખોલાવેલા બેંક ખાતા)નો ઉપયોગ થયો હોવાની માહિતી મળતા ATS અને અન્ય તપાસ એજન્સીઓએ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

PM મોદીને મળ્યાના 8 જ દિવસમાં ભાજપના ધારાસભ્યએ PMના સ્કૂલમેટને 15 વર્ષ જૂની વિવાદિત જમીન પાછી આપી દીધી
મહારાષ્ટ્રના મીરા રોડ વિસ્તારમાં રહેતા 81 વર્ષીય અસગરઅલી વોહરા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા વચ્ચે છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલા કરોડો રૂપિયાની જમીનના વિવાદનો આખરે અંત આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના આઠ જ દિવસમાં સમગ્ર સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું, જેના પરિણામે ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ વિવાદિત પ્લોટનો કબજો છોડવાની સાથે બાંધકામની પરમિશન પણ સરન્ડર કરી દીધી છે.

અસગરઅલી વોહરાએ ગત 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ગુજરાતના વડનગર સ્થિત બી.એન. હાઇસ્કૂલમાં PM મોદી સાથે એક જ વર્ગમાં અભ્યાસ કરતા હતા. આ મુલાકાત દરમિયાન વોહરાએ પોતાની કરોડોની જમીન પર થયેલા કથિત કબ્જાનો મુદ્દો ઉઠાવીને આ મામલે PM મોદીને હસ્તક્ષેપ કરવા તેમજ CBI તપાસ કરાવવા વિનંતી કરી હતી.

PM મોદી સાથેની આ મુલાકાત બાદ સમગ્ર ઘટનાક્રમે ઝડપ પકડી હતી. મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના મુખ્ય સચિવ શ્રીકર પરદેશીએ રાજ્યના મંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ફરિયાદી અસગરઅલી વોહરા, ભાજપ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા, મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર રાધા વિનોદ શર્મા અને ટાઉન પ્લાનર પુરુષોત્તમ શિંદે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જ ધારાસભ્ય મહેતાએ જમીનનો કબજો છોડવા અને તમામ પરવાનગીઓ પરત ખેંચવાની સત્તાવાર જાહેરાત કરી હતી.

આ વિવાદ ભાઈંદર ઈસ્ટમાં આવેલા નવઘર વિસ્તારની 2,810 ચોરસ મીટર જમીનનો છે. અસગરઅલી વોહરાના જણાવ્યા મુજબ, તેમણે આ કિંમતી જમીન વર્ષ 1989માં ખરીદી હતી. જોકે, વર્ષ 2011માં 'સ્વયમ બિલ્ડર્સ' અને 'સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સ' નામની કંપનીઓએ આ જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. આ બંને કંપનીઓ ભાજપ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથે સીધી રીતે સંકળાયેલી હોવાનો વોહરાએ આક્ષેપ કર્યો હતો.

વોહરાનો આરોપ હતો કે તેમની ગેરહાજરીમાં અને જાણ બહાર બોગસ દસ્તાવેજો બનાવીને જમીન આ બંને કંપનીઓ વચ્ચે વહેંચી દેવામાં આવી હતી. તેઓ છેલ્લા 15 વર્ષથી વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હતા અને 2015માં આ મામલે FIR પણ દાખલ કરવામાં આવી હતી.

સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાને એક પત્ર લખીને જણાવ્યું છે કે તેમણે 13 જૂન 2019ના રોજ રજિસ્ટર્ડ ડીડ દ્વારા આ જમીન ખરીદી હતી અને પાલિકાએ તેમને 17 એપ્રિલ 2026ના રોજ આ પ્લોટ પર બાંધકામ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે જમીન માલિકી અંગે વિવાદ સામે આવતા કંપનીએ પોતાનું 'કન્સ્ટ્રક્શન સર્ટિફિકેટ' પાલિકાને સરન્ડર કરી દીધું છે. સાથે જ તેમણે આ બાંધકામ પરવાનગી રદ કરવા અને પ્રોજેક્ટ માટે અગાઉ જમા કરાવેલી ફી પરત આપવા વિનંતી કરી છે.

ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ આ મામલે મુંબઈ પોલીસ કમિશનરને પણ અલગથી પત્ર પાઠવ્યો છે. વર્ષ 2015માં નરેન્દ્ર મહેતા દ્વારા અસગરઅલી વોહરા અને તેમના સહયોગી અજય ઢોકા વિરુદ્ધ કથિત ગેરકાયદે પ્રવેશ અને ધમકી આપવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મહેતાએ હવે સ્પષ્ટ કર્યું છે કે બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થઈ ગયું હોવાથી તેઓ આ જૂની પોલીસ ફરિયાદ પાછી ખેંચી રહ્યા છે.

આ જમીન વિવાદ અંગે સત્યતા ચકાસવા માટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ બંને કન્સ્ટ્રક્શન કંપનીઓના સંચાલકોને 16 સપ્ટેમ્બરે ખુલાસો કરવા માટે બોલાવ્યા હતા અને તે જ દિવસે સુનાવણી પણ નિયત કરવામાં આવી હતી. વોહરાએ વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ જ ન્યાય મળવાની આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ, મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેના નેતા પ્રતાપ સરનાઈકે પણ PM મોદી અને વોહરાની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન પોતાના બાળપણના મિત્ર સાથે થયેલા અન્યાય સામે ચોક્કસ ન્યાય અપાવશે, જે આજે સાચું સાબિત થયું છે.

સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા યોજાશે સેવા યજ્ઞ
(ઉત્કર્ષ પટેલ)

કોઈ નેતાનો જન્મદિવસ ફૂલમાળા અને શુભેચ્છાઓથી ઉજવાય એ સહજ સ્વાભાવિક વાત છે પરંતુ જ્યારે એ જ દિવસે શહેરના આવશ્યકતાઓની ખોટ વાળા ઘરો પરિવારો સુધી શિક્ષણ, આરોગ્ય, અન્ન અને આશાનો સહયોગ પહોંચે ત્યારે ઉજવણી માનવતાનો મહાયજ્ઞ બની જાય છે.

સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા 17 સપ્ટેમ્બર 2026ના ગુરુવારે સાંજે પાંચથી સાત વાગ્યા સુધી મોટાવરાછાના શમથોડ ખાતે કિરણ હોસ્પિટલ - 2 ના ગ્રાઉન્ડ પર યોજાનાર "નમો સંવેદના દિવસ" ઉપલક્ષ કાર્યક્રમ એક પ્રેરક પ્રયત્ન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવાદિવસ તરીકે જીવંત કરવાનો આ સંકલ્પ સમાજને સ્મરણ કરાવે છે કે સાચું સન્માન વાતોમાં નહીં પરંતુ યોગ્ય પરિવારોની સેવામાં છે.

આ કાર્યક્રમનું હૃદય એક સરળ મંત્ર કહી શકાય જે છે “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ.” વિકાસ ત્યારે જ ફળીભૂત થાય છે જ્યારે તે છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે જે સાચો અંત્યોદય કહેવાય. આપણું સુરત હીરા અને વેપારથી ચમકે તો છે પરંતુ તે જ નગરીના નગરશેઠો જ્યારે અન્ન, ટિફિન, દવા અને શિક્ષણની સહાયને એકસાથે સેવામાં જોડે છે ત્યારે સમજાય છે કે સમૃદ્ધિનું સાચું માપ ખિસ્સામાં નહીં પણ સંવેદનામાં છે. નમો સંવેદના દિવસ માત્ર એક દિવસની ઉજવણી થઈ વધુ, એ વિચારનું વ્યવહારમાં રૂપાંતર છે કે રાષ્ટ્રનું કલ્યાણ સરકારી યોજનાઓથી જ નહીં પણ નાગરિકોની સ્વૈચ્છિક ભાગીદારીથી પણ થાય છે.

કાર્યક્રમની સેવાપ્રવૃત્તિઓ તેની આત્મા હોય છે. શિક્ષણ સહાય એટલે માત્ર ફીની રકમ નહીં એક બાળકના ભવિષ્યને અટકી જતું અટકાવવાનો પ્રયાસ છે. ગંગા સ્વરૂપ સહાય માતૃશક્તિને સન્માન આપે છે અને સાકસત્કાર કરાવે છે કે સમાજની પ્રગતિ નારીના સન્માન વગર અધૂરી છે. ટિફિન સેવા સામાન્ય લાગે પણ ભૂખ્યાની ભૂખ ઠરે ત્યારે એ વ્યક્તિની આખા દિવસની નિરાશાને તોડી નાખે છે. અન્ન સહાય ઘરના ચૂલાને જીવંત રાખે છે. આ બધું સાથે મળીને મૌન સંદેશ આપે છે કે સેવા મોટા ભાષણથી નહીં પરંતુ સમાજમાં જરૂરિયાતમંદ પરિવારોની સેવા અને ખોટ પૂર્તિથી થાય છે.

આરોગ્યની સેવા આ સેવાયજ્ઞને વધુ સંવેદનશીલ બનાવે છે. મેડિકલ સહાય અને કેન્સર નિદાન કેમ્પ એ યાદ અપાવે છે કે બીમારી કોઈને પૂછીને આવતી નથી. ડાયમંડ હોસ્પિટલ દ્વારા OPD અને ડિલિવરી ફીમાં આપવામાં આવતી રાહત સીધી માતા અને નવજાતના જીવનને સ્પર્શે છે. મોટાવરાછાના આશાદીપ પેલિએટિવ કેર સેન્ટર દ્વારા કેન્સરના દર્દીઓ માટેની સેવાએક સાચો સેવાભાવ પણ છે. જ્યારે ઈલાજની પ્રક્રિયા પૂરી થાય છે દર્દીના પરિવારને લાગણીમય સહારો આપવો એ પણ સારવાર છે. આ કાર્યક્રમ માત્ર આનંદ અનુભૂતિ પૂરતો મર્યાદિત નથી પણ પીડિતને સાથ આપવાનો સંકલ્પ પણ છે.

રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)નું આશીર્વચન આ સેવાને આધ્યાત્મિક વિચારોની ઊર્જા પણ આપશે. કેન્દ્રીય મંત્રી ચંદ્રકાંતભાઈ પાટીલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ, વલ્લભભાઈ લખાણી, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિ કાર્યક્રમને રાજકીય મંચ નહીં પણ સામૂહિક જવાબદારીનું કેન્દ્ર બનાવે છે. નેતા આવે તો પ્રેરણા મળે પણ સેવા ત્યારે જ સફળ થાય જ્યારે સામાન્ય નાગરિક, દાતા, સ્વયંસેવક અને સંસ્થાઓ એક સમુહમાં હાજર હોય.

facebook.com/narendramodi

આ આયોજનની સાચી સફળતા મુખ્ય મહેમાનની ગાડીઓના કાફલાની સંખ્યામાં નહીં પણ એ વિદ્યાર્થીમાં છે જેની ફી ભરાઈ, એ માતામાં છે જે પૂર્ણ વિશ્વાસે પ્રસૂતિ કરાવી શકે, એ દર્દીમાં છે જેનો કાળજીપૂર્વક ઈલાજ થયો અને એ પરિવારમાં છે જેના ચૂલામાં એ દિવસે અન્ન પહોંચ્યું. સેવા જ્યારે દેખાડો બને છે ત્યારે તેનો ભાવ નથી જળવાતો પણ સેવા જ્યારે નિષ્ઠા બને છે ત્યારે તે સમાજની માનવસહજ ભાવના બની જાય છે.

સર્વે ભવન્તુ સુખિનઃ... બધા સુખી થાઓ, બધા નીરોગી રહો. આ ભાવનાનો સાક્ષાત્કાર કરવા માટે 17 સપ્ટેમ્બરે સુરત પાસે એક અવસર છે... વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને માત્ર અભિનંદનમાં નહીં પણ સેવામાં ફેરવવાનો. જે હાજર રહે, જે સહાય આપે, જે સમયદાન આપી સ્વયંસેવા કરે કે જે માત્ર હૃદયથી આ સેવાભાવને અપનાવે તે સૌ આ યજ્ઞના યજમાન કહી શકાય.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

80નો વર અને 75ની કન્યાની 'ટૂંકી પ્રેમકથા'... લગ્નના એક વર્ષ બાદ છૂટાછેડા લઇ લીધા?
તમે કદાચ લગ્ન વિશે ઘણી અજીબોગરીબ કહાનીઓ સાંભળી હશે, અને કદાચ તમે પોતે પણ આવા કેટલાક લગ્નો જોયા હશે. જો કે, ઉત્તર પ્રદેશના બિજનોરમાં આ લગ્ન ખરેખર અનોખા હતા. તેણે સમાજમાં અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નવી ચર્ચા જગાવી હતી. અહીંના નહટૌર વિસ્તારમાં એક વૃદ્ધ દંપતીના છૂટાછેડા આજકાલ ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. જે ઉંમરે લોકો સામાન્ય રીતે અંત સુધી એકબીજાની પડખે ઊભા રહેવાનું વચન આપે છે, ત્યારે 80 વર્ષના પતિ અને તેની 75 વર્ષની પત્નીએ કાયમ માટે અલગ થવાનું પસંદ કર્યું છે. આ કહાનીની રસપ્રદ વાત એ છે કે તેમના લગ્ન માત્ર એક વર્ષ અગાઉ થયા હતા.

અહેવાલો અનુસાર, નહટૌરના મહમૂદપુર ગામના રહેવાસી 80 વર્ષીય કમરુદ્દીન અને નગીના દેહાતની 75 વર્ષીય નસીમા ખાતૂન વૃદ્ધાવસ્થામાં એક-બીજાના સહારો બનવા માટે એક થયા હતા, હવે પરસ્પર વિવાદને કારણે અલગ થઈ ગયા છે. સંબંધોમાં આવેલી આ કડવાશે સમગ્ર વિસ્તારમાં ચર્ચા છેડી દીધી છે. માર્ચ 2025માં જ્યારે આ બે વૃદ્ધોએ તેમના પરિવારો અને સંબંધીઓની સંપૂર્ણ સંમતિથી લગ્ન કર્યા, ત્યારે તેને સમાજ માટે પ્રેરણા ગણવામાં આવી હતી. તેણે સંદેશ આપ્યો કે એકલતાને દૂર કરવામાં ઉંમર કોઈ અવરોધ નથી. બંને પક્ષના સંબંધીઓએ આ સમારોહના સાક્ષી બન્યા અને સંબંધને આશીર્વાદ આપ્યા હતા.

gawieleroux.co.za

જોકે, લગ્નના થોડા મહિનાઓ બાદ, દંપતી વચ્ચે વિવાદો શરૂ થયા. પોતાની પીડા જણાવતા નસીમા ખાતૂને કેટલાક ચોંકાવનારા આરોપો લગાવ્યા હતા. નસીમાએ દાવો કર્યો હતો કે નિકાહ સમયે કમરુદ્દીને વચન આપ્યું હતું કે તે તેની પૌત્રીઓ પાસે ભોજન બનાવડાવીને તેને ખવડાવશે; પરંતુ વાસ્તવમાં તે એક અલગ ઘરમાં રહેતો હતો. નસીમાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે, 80 વર્ષની ઉંમરે પણ તેનો પતિ અપેક્ષા રાખતો હતો કે તે એક યુવાન સ્ત્રીની જેમ ઘરકામ કરે. તે દરરોજ રાત્રે તેની બાજુમાં સૂવા માટે પણ જિદ કરતો હતો. આ કારણોસર નસીમાએ તેની પુત્રીના ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું.

ગામના સરપંચ અબરારના જણાવ્યા મુજબ, કમરુદ્દીન આ સંબંધને બચાવવા માંગતો હતો અને તેણે નસીમાને મનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા. ઘણી વખત ગ્રામ પંચાયતો બોલાવવામાં આવી હતી, અને પરિવારના સભ્યોએ વિવાદમાં મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો; પરંતુ નસીમા અલગ થવાના પોતાના નિર્ણય પર અડગ રહી. આખરે, વધતા જતા વિવાદ અને તેની પત્નીની નારાજગીને ધ્યાનમાં રાખીને, કમરુદ્દીને ભારે હૃદયથી છૂટાછેડાના કાગળો પર સહી કરી. પરસ્પર સંમતિથી લગ્ન સંબંધનો અંત લાવી દેવામાં આવ્યો, અને ત્યારબાદ નસીમા તેની પુત્રીના ઘરે પાછી જતી રહી હતી.

talktoangel.com

ગામના સરપંચના જણાવ્યા મુજબ, આ છૂટાછેડા સામાજિક સ્તરે પરસ્પર સંમતિથી થયા છે; આ બાબતે કોઈ પણ પક્ષે કાનૂની કે પોલીસની કાર્યવાહીની મદદ લીધી નથી. જ્યારે માત્ર એક વર્ષ પહેલા આખા ગામમાં આ વૃદ્ધ દંપતીના લગ્નની ખુશીઓ મનાવવામાં આવી હતી, ત્યારે હવે તેમના છૂટાછેડાના સમાચારે દરેકને હેરાન કરી દીધા છે.

એક સમયે તેઓ કરોડપતિ હતા પરંતુ લગ્ન નિષ્ફળ જતા પૈસાથી નફરત થઇ ગઈ!
સોશિયલ મીડિયામાં ઘણીવાર એવા લોકોની વાર્તાઓ વાયરલ થઇ જાય છે જે એક સમયે ખુબ શ્રીમંત હતા, પરંતુ હવે તેમની પરિસ્થિતિ ખરાબ થઇ ગયા પછી તેઓ રસ્તા પર આવી ગયા. થોડા દિવસો પહેલા, આગ્રાના એક મંદિરમાં રહેતા એક NDA શિક્ષકની વાર્તા ચર્ચામાં આવી હતી. હવે, બીજા એક વૃદ્ધ માણસની વાર્તા વાયરલ થઈ રહી છે, જે ભૂતકાળમાં પોતે કરોડપતિ હોવાનો દાવો કરે છે. આ વૃદ્ધ માણસ દાવો કરે છે કે, તે 40 વર્ષ પહેલા કરોડપતિ હતો, પરંતુ પછી તેનું લગ્ન જીવન નિષ્ફળ ગયું, અને તેને પૈસાથી નફરત થવા લાગી. ત્યારથી, તે આ સ્થિતિમાં પોતાનું જીવન પસાર કરી રહ્યો છે.

વૃદ્ધ માણસનો વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તરુણ મિશ્રા દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે ઘણીવાર રસ્તા પર બેઠેલા લોકોને તબીબી સારવાર અથવા ખાવાનું પૂરું પાડે છે. વીડિયોમાં, વૃદ્ધ માણસ તેની વાર્તા કહે છે અને દાવો કરે છે કે તે એક સમયે કરોડપતિ હતો, પરંતુ હવે તે દરેક વસ્તુથી નફરત કરી રહ્યો છે. હવે તે રસ્તા પર રહીને જીવન જીવવા માટે મજબૂર છે.

navbharattimes.indiatimes.com

વૃદ્ધ માણસ તરુણને કહે છે, 'હું 40 વર્ષ પહેલા કરોડપતિ હતો.' 'તે બધા પૈસાનું શું થયું?' એવું તરુણે પુછતા વૃદ્ધ માણસ જવાબ આપે છે કે, 'પછી મને બધાથી નફરત થવા લાગી. મારા લગ્ન થયા પણ તે નિષ્ફળ ગયા. પછી હું બધાથી દૂર થઈ ગયો. મેં બધું છોડી દીધું.' જ્યારે વૃદ્ધ માણસ તરુણને જણાવે છે કે, તે ચાલી શકતો નથી, ત્યારે તરુણ કેટલાક લોકોની મદદથી તેને કારમાં બેસાડે છે અને લઈ જાય છે. મોડી રાત હોવાથી, તરુણ તેને નવડાવતો નથી. તેના બદલે, તે તેને ખવડાવે છે અને સુવડાવી દે છે.

https://www.instagram.com/reel/DYms70HN6cR/

તેમના પગમાં કેટલાક ઘા હતા, જેના કારણે તે ચાલી શકતા ન હતા. બીજા દિવસે સવારે, તરુણે એમ્બ્યુલન્સ બુક કરાવી અને તેને હોસ્પિટલ લઇ ગયો. તેના પગ પરના ડ્રેસિંગ પટ્ટા, જે ઘણા સમયથી બદલાયા ન હતા, તે બદલ્યા. સારવાર પછી, વૃદ્ધ માણસ ખૂબ ખુશ દેખાતા હતા. જોકે, વીડિયોમાં તેના અંગત જીવન વિશે વધુ કંઈ જણાવવામાં આવ્યું નથી.

જ્યારે તેમને કારમાં બેસાડવામાં આવ્યા, ત્યારે તે પોતે વાહન ચલાવતા જોવા મળ્યા. આ દરમિયાન, વૃદ્ધ માણસ કહે છે કે, કારમાં બેઠા પછી, તેને તેના જૂના દિવસો યાદ આવે છે અને તે એમ પણ કહે છે કે તે ઘણા સમય પછી કારમાં બેઠા છે. આ પછી, તે કાર ચલાવે છે.

navbharattimes.indiatimes.com

વૃદ્ધ માણસની સ્થિતિમાં ફેરફાર જોઈને લોકો ખૂબ જ ખુશ છે અને તેમની સારવાર કરનારા લોકોની પ્રશંસા કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે તેમણે વૃદ્ધ માણસને જીવવાનું શીખવી દીધું છે. એક યુઝરે પોસ્ટ પર ટિપ્પણી કરી, 'માત્ર એક માણસ જ માણસની લાગણીઓ સમજી શકે છે.' બીજા યુઝરે કહ્યું કે, 'માણસના મોંમાંથી નીકળેલા આ વાક્યો અનોખા છે.' ત્રીજા યુઝરે કહ્યું કે, 'જીવનમાં કંઈપણ થઈ શકે છે, આ જ જીવન છે.' ચોથા યુઝરે લખ્યું, 'તરુણ ભાઈ, તમે એક અદ્ભુત માણસ છો.'

અત્યાર સુધી, આ વીડિયોને 9 લાખથી વધુ લાઈક્સ અને 24,000 ટિપ્પણીઓ મળી છે. આ વીડિયોને ખુબ વધારે શેર પણ કરવામાં આવી રહ્યો છે. વ્યૂઝની દ્રષ્ટિએ, આ વીડિયો 12 મિલિયન વખત જોવામાં આવ્યો છે.

વગર પૈસે ઓવરટાઇમ કરનારાઓમાં ભારત પ્રથમ ક્રમે, અઠવાડિયામાં 16 કલાક ઓવરટાઈમ કરે છે
વિશ્વમાં પૈસા લીધા વગર 'ઓવરટાઈમ' કામ કરનારા કામદારો ભારતમાં સુધી વધુ છે. શ્રમ કાર્ય પરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં 24 ટકા કામદારો વધારાના પૈસા લીધા વગર અઠવાડિયામાં 16 કલાક કે તેથી વધુ ઓવરટાઈમ કામ કરે છે. આ અભ્યાસ અમેરિકન સંસ્થા ADP દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. તેની વેબસાઇટ જણાવે છે કે, કંપની વિશ્વભરમાં માનવ સંસાધન સંબંધિત સમસ્યાઓના ઉકેલો પર કામ કરે છે.

કંપનીએ 'પીપલ એટ વર્ક 2026' નામનો એક અહેવાલ બહાર પાડ્યો હતો. એક અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં 40 ટકા એવા કામદારો છે જે, અઠવાડિયામાં 6થી 15 કલાક કામ કરે છે. તેમને પણ ઓવરટાઇમ માટે પૈસા ચુકવવામાં આવતા નથી. ADP અભ્યાસ દર્શાવે છે કે, ભારતમાં માનવ સંસાધનોનો ખુબ મોટો ભાગ દર અઠવાડિયે નિર્ધારિત કલાકો કરતાં વધુ કામ કરે છે, પરંતુ આ કામને 'પેડ વર્ક' ગણવામાં આવતું નથી.

વૈશ્વિક સ્તરે, પરિસ્થિતિ ભારત કરતાં ઓછી ગંભીર છે. અહેવાલ મુજબ, વૈશ્વિક સ્તરે, લગભગ 62 ટકા કામદારોએ દર અઠવાડિયે 5 કલાક પૈસા લીધા વગર કામ કર્યાની જાણ કરી હતી. 26 ટકા લોકોએ 6થી 15 કલાક કામ કર્યાનું જણાવ્યું હતું, અને 12 ટકા લોકોએ અઠવાડિયામાં 16 કે તેથી વધુ કલાક પગાર વગર કામ કર્યાનું જણાવ્યું હતું.

અભ્યાસમાં એ પણ પ્રકાશિત થયું હતું કે, પગાર વિના લાંબા સમય સુધી કામ કરવાથી હંમેશા સારું ઉત્પાદન મળતું નથી. જે ​​કામદારોએ આવું કર્યું હતું તેઓએ જણાવ્યું હતું કે પગાર વિના લાંબા સમય સુધી કામ કરવાથી તેઓ તેમની પુરી ક્ષમતાથી કામ કરી શકતા ન હતા.

આ ઉપરાંત, ઓવરટાઇમ કામ કરતી વખતે તેઓ તણાવ અનુભવતા હતા અને નોકરી છોડી દેવાનું પણ વિચારતા હતા. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે, જે કામદારો 16 કલાકથી વધુ સમય પગાર વગર કામ કરતા હતા તેઓ તેમના કામમાં મહેનતુ હોવાની શક્યતા વધુ હતી, પરંતુ તેમ છતાં, તેઓ આગળ વધવા, તેમની ઉત્પાદકતા વધારવા અને બીજી નોકરી શોધવાની શક્યતા ઓછી હતી.

વગર પગારે કામ કરવાની સમસ્યા કાર્યસ્થળ સેટઅપ સુધી મર્યાદિત નથી. પરંતુ, હાઈબ્રીડ અથવા ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓની સરખામણીમાં દિશા નિર્દેશ પ્રમાણે કામ કરનારા કામદારો પગાર વગર કામ કરવાની વાત કરે છે. અહેવાલ મુજબ, જો પગાર વગર કામ કરવાનું વાતાવરણ વધતું રહ્યું તો ઉત્પાદકતા, આરોગ્ય અને શ્રમ જાળવણી પર પ્રતિકૂળ અસર પડી શકે છે.

ઓરેકલમાં ફરી છટણી: સવારે ઉઠતા જ નોકરી જતી રહી; પહેલા 21,000 નોકરીઓ જઇ ચૂકી છે
ઓરેકલમાં છટણીનો વધુ એક તબક્કો શરૂ થયો છે. કર્મચારીઓને સવારે જાગતાની સાથે જ જાણ થઈ કે તેમની નોકરી જતી રહી છે. કંપનીએ ફરી એકવાર મોટા પાયે છટણી કરી છે; અગાઉ તેણે 21,000 જગ્યાઓ ઘટાડી હતી. મીડિયા અહેવાલો અનુસાર, કર્મચારીઓને વહેલી સવારે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે સંસ્થામાં મોટા ફેરફારો થઈ રહ્યા છે અને તેમની જોબ ખતમ કરવામાં આવી રહી છે. છટણીનો આ તબક્કો સોમવારે શરૂ થયો હતો.

ઓરેકલ દ્વારા છૂટા કરાયેલા કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા છે. લિંક્ડઈન (LinkedIn) તથા રેડિટ (Reddit) જેવા પ્લેટફોર્મ પર પોતાની નોકરી જવાની માહિતી શેર કરી છે. ઘણા લોકોએ કંપનીના તાજેતરના પગલાંની વિગતો આપતા વીડિયો પણ શેર કર્યા છે.

indiatoday.in

અત્યાર સુધી ઓરેકલે તરફથી કોઇ સત્ત્વાર માહિતી સામે આવી નથી કે,  છટણીના આ તાજેતરના તબક્કાથી કેટલા કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પરંતુ, આ અગાઉના કંપનીએ જે છટણી કરી હતી, એ દરમિયાન 21,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા.

ઓરેકલમાં આ છટણી એવા સમયે થઈ રહી છે જ્યારે કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ સેવાઓની વધતી જતી માંગને પહોંચી વળવા માટે તેના ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરી રહી છે. સાથે જ કંપની ખર્ચ ઘટાડવાનો અને તેના કર્મચારીઓના માળખામાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહી છે. ઓરેકલના AI વ્યવસાય માટે જબરદસ્ત માંગ જોવા મળી રહી છે. કંપનીએ 30 અબજ ડોલરથી વધુ મૂલ્યના વધારાના AI ક્લાઉડ કરારો પર હસ્તાક્ષર કર્યા હોવાની જાણ કરી છે અને આવકમાં ખૂબ ફાયદો થવાની અપેક્ષા છે.

indiatoday.in

31 મે, 2026 સુધીમાં, ઓરેકલે તેના વૈશ્વિક કર્મચારીઓની સંખ્યામાં લગભગ 13 ટકાનો ઘટાડો કર્યો હતો, જેનાથી 21,000 કર્મચારીઓ પ્રભાવિત થયા હતા. કંપનીની વાર્ષિક ફાઇલિંગ મુજબ, કંપનીમાં લગભગ 1.41 લાખ કર્મચારી હતા અને એક વર્ષે પહેલા આ સંખ્યા 1,62,000 હતા.

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 16-09-2026

દિવસ: બુધવાર

મેષ: મનનું ધાર્યું થાય, ન બોલવામાં નવ ગુણ રાખીને આગળ વધવું, આરોગ્ય સારું રહે.

વૃષભ: દિવસ ચિંતામાં પસાર થાય, કાર્યક્ષેત્રમાં રુચિનો અભાવ જણાય, આરોગ્ય સાચવવું.

મિથુન: નવી તકો ઉભી થતી લાગે, ગૃહક્લેશથી સાવધ રહેવું, આયોજનપૂર્વકથી તકોનો ઉપયોગ કરવાથી લાભ રહે.

કર્ક: મનની ઉગ્રતા રહે, બેચેનીનો અનુભવ થાય, વાદ-વિવાદથી બચવું, આરોગ્ય સાચવવું.

સિંહ: નાણાભીડ વધે, દરેક કાર્યમાં આગળ વધતા પ્રશ્નાર્થ ચિન્હ દેખાય, વિશ્વાસ રાખી આગળ વધવું, સફળતા મળે.

કન્યા: લાગણીઓ પર કાબુ રાખવો, નાણાભીડ દૂર થાય, હળવાશની પળ માણી શકશો.

તુલા: મકાન-વાહન ખરીદવાના યોગ બને, અણધારેલી સફળતા મળે, સંતાન અંગે સાચવવું.

વૃશ્વિક: નોકરી-અભ્યાસમાં પ્રગતિની તકો ઉભી થાય, આરોગ્યની કાળજી લેવી, વાદ-વિવાદમાં ન ઉતરવું.

ધન: ધર્મ બાજુ રુચિ રાખવી, ધર્મને અનુસરવું, બંને અલગ બાબત હોય સાચવીને કાર્ય કરવું, લાભ મળે.

મકર: ગૃહક્લેશ ન થાય તે સાચવવું, મનની ચિંતાઓનો અંત આવે, સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી.

કુંભ: બેચેની અને મૂંઝવણો દૂર થાય, ગૃહજીવનમાં વાદ-વિવાદથી બચવું, લાભ રહે.

મીન: તબિયતની કાળજી ખાસ લેવી, સફળતા મળે. વાદ-વિવાદથી દૂર રહેવું.

આ ભારતીય કંપનીએ બ્રિટનમાં રૂ. 5,100 કરોડમાં 118 પેટ્રોલ પંપ ખરીદ્યા; શું ફાયદો થશે?
દેશના અગ્રણી બિઝનેસ સમૂહ, એસ્સાર ગ્રુપના રિટેલ યુનિટ, EET રિટેલે UKના ઇંધણ બજારમાં એક મોટો સોદો કર્યો છે. EET રિટેલે UKના અગ્રણી ફોરકોર્ટ ઓપરેટર, SGN રિટેલને હસ્તગત કરવા માટે એક મોટો કરાર કર્યો છે. જોકે, કંપનીએ આ સોદા વિશે કોઈ વિગતો જાહેર કરી નથી. ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સોદાનું મૂલ્ય આશરે રૂ. 5,166 કરોડ (400 મિલિયન પાઉન્ડ) છે. આ મહત્વપૂર્ણ સોદા સાથે, એસ્સાર ગ્રુપ UKના ઊર્જા ક્ષેત્રમાં તેની પકડ મજબૂત કરી રહ્યું છે.

youtube.com

SGN રિટેલની સ્થાપના ગ્રેહામ પીકોક અને સુસાન ટોબેલ દ્વારા કરવામાં આવી હતી. આ વ્યવસાયિક સોદા હેઠળ, EET રિટેલ SGNનો 100 ટકા હિસ્સો હસ્તગત કરશે. આ સોદો EET રિટેલના નેટવર્કમાં 118 નવા ઉચ્ચ-ગુણવત્તાવાળા પેટ્રોલ પંપ ઉમેરશે. કંપની પહેલાથી જ 117 સાઇટ્સનું સંચાલન કરે છે. નવા 118 પેટ્રોલ પંપના સંપાદનથી તેનું કુલ નેટવર્ક 235 થશે. આનાથી EET રિટેલ UKનું બીજું સૌથી મોટું ફોરકોર્ટ ઓપરેટર બનશે જેમાં ડાયરેક્ટ રિફાઇનરી ઇન્ટિગ્રેશન હશે.

hindi.news18.com

આ સોદા સાથે, EET રિટેલની વાર્ષિક તેલ વેચાણ ક્ષમતા 65 કરોડ લિટરથી વધુ થશે. કંપનીનું લક્ષ્ય ફક્ત આટલા પૂરતું મર્યાદિત રાખવાનું નથી. એસ્સારની લાંબા ગાળાની યોજના 2031 સુધીમાં તેના નેટવર્કને 800 પેટ્રોલ પંપ સુધી વિસ્તૃત કરવાની છે, જે UKના ઇંધણ બજારમાં આશરે 9 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કરશે. ચેશાયરમાં એસ્સારની પ્રખ્યાત સ્ટેનલો રિફાઇનરીમાંથી આ તમામ રિટેલ આઉટલેટ્સને તેલ પૂરું પાડવામાં આવશે, જેનાથી આયાત પરની નિર્ભરતા ઓછી થશે.

uk.finance.yahoo.com

EET રિટેલના CEO અરવન રુઈયાએ જણાવ્યું હતું કે, UKમાં એક વિશાળ અને સંકલિત રિટેલ પ્લેટફોર્મ બનાવવું તેની નીતિનો એક ભાગ છે. છેલ્લા બે દાયકામાં, મોટી કંપનીઓએ રિફાઇનિંગમાં તેમના રોકાણમાં ખુબ મોટો ઘટાડો કર્યો હોવાથી UKનું ઇંધણ બજાર વિભાજિત થયું છે. હવે, સ્ટેનલો રિફાઇનરીથી રિટેલ સ્ટેશનો સુધી સીધું તેલ પહોંચાડવાથી સપ્લાય ચેઇનમાં મધ્યસ્થીઓ ઓછા થઇ જશે, જેનાથી UKના વાહનચાલકોને સ્પર્ધાત્મક અને સસ્તા ભાવે પેટ્રોલ અને ડીઝલ મળી રહેશે.

essar.com

આ સોદા માટે નાણાં રોકડ અને 250 મિલિયન પાઉન્ડની Senior Debt Facility દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે. આ ભંડોળની વ્યવસ્થા અગ્રણી વૈશ્વિક બેંકો દ્વારા કરવામાં આવી છે, જેમાં ફર્સ્ટ અબુ ધાબી બેંક, મેક્વેરી બેંક, મિઝરાહી ટેફાહોટ બેંક, નેટીક્સિસ, ઓકનોર્થ બેંક અને રોયલ બેંક ઓફ કેનેડાનો સમાવેશ થાય છે. EET ખાતે સ્ટ્રેટેજિક ટ્રાન્ઝેક્શનના વડા વિરલ ગાથાનીએ જણાવ્યું હતું કે, 4 ખંડોમાં ટોચની બેંકો તરફથી આ સમર્થન YKના રિટેલ બજાર અને અમારા સંકલિત વૃદ્ધિ મોડેલમાં વૈશ્વિક નાણાકીય સમુદાયના વિશ્વાસને દર્શાવે છે. આ સોદાની સીધી અસર દેશના અર્થતંત્ર અને વૈશ્વિક પ્રતિષ્ઠા પર પડશે.

essar.com

બ્રિટન જેવા બજારમાં 118 પેટ્રોલ પંપનું એક સાથે ટેકઓવર કરવું એ ભારતીય કોર્પોરેટ જગતની વધતી જતી તાકાત દર્શાવે છે. તે વૈશ્વિક સ્તરે સંદેશ આપે છે કે, ભારતીય કંપનીઓ માત્ર વિદેશી રોકાણ આકર્ષિત કરી રહી નથી પરંતુ વિકસિત દેશોના મુખ્ય ક્ષેત્રોમાં સોદાઓ માટે વાટાઘાટો કરવા માટે પણ સક્ષમ છે. આ સોદો દેશમાં વિદેશી ચલણના પ્રવાહમાં વધારો કરશે.

business-live.co.uk

આ સોદો ભારત અને બ્રિટન વચ્ચે આર્થિક ભાગીદારી અને વ્યાપારિક સંબંધોને મજબૂત બનાવશે. આ સોદાનો બીજો ફાયદો એ છે કે તેને 4 ખંડોની અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આનાથી ભારતીય કંપનીના વ્યાપારિક મોડેલમાં વિદેશી બેંકોનો વિશ્વાસ મજબૂત બન્યો છે.

મોબાઈલનો હપ્તો ન ભરી શકતા યુવકને બ્લડ બેંક લઇ જઇને લોહી કઢાવી લીધું
લખનૌના નિગોહા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મોબાઈલ ફોનના હપ્તાની વસૂલાત માટે એક યુવકને બંધક બનાવવા અને તેનું લોહી કઢાવવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે મોબાઈલ દુકાનના માલિકના સાગરિતો રાજારામખેડા ગામના રહેવાસી નવલને લખનૌની એક બ્લડ બેંકમાં લઈ ગયા અને તેનું લોહી કઢાવ્યું. ત્યારબાદ, તેને સદર વિસ્તારના એક ઘરમાં બંધક બનાવી રાખવામાં આવ્યો અને ઘણા દિવસો સુધી મજૂરી પણ કરાવવામાં આવી.

પીડિત યુવકની વૃદ્ધ માતા જદુરાઈના જણાવ્યા અનુસાર, તેમના નાના પુત્ર નવલે લગભગ એક વર્ષ પહેલાં નિગોહા નગરમાં આવેલી 'ગીતા મોબાઈલ શોપ'માંથી 'ઝીરો-ડાઉન-પેમેન્ટ' પર ₹21,500ની કિંમતનો સેમસંગ મોબાઈલ ફોન ખરીદ્યો હતો. તેનો માસિક હપ્તો ₹2,799 નક્કી કરવામાં આવ્યો હતો. આરોપ છે કે પહેલો હપ્તો બાકી રહી ગયો, ત્યારે દુકાનના સાગરિતો તેમના ઘરે આવ્યા અને મોબાઈલ ફોન જપ્ત કરી લીધો. લગભગ એક વર્ષ પછી, 8 સપ્ટેમ્બરના રોજ, બે વ્યક્તિઓ સ્કૂટર પર ગામમાં આવ્યા અને નવલને પોતાની સાથે લઈ ગયા. નવલનો આરોપ છે કે તેને લખનૌની એક બ્લડ બેંકમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું એક યુનિટ લોહી કાઢવામાં આવ્યું. ત્યારબાદ તેને સદર વિસ્તારના એક ઘરમાં બંધક બનાવી રાખવામાં આવ્યો અને તેની પાસે બળજબરીપૂર્વક મજૂરી કરાવવામાં આવી. આ દરમિયાન, આરોપીઓએ તેના મોટા ભાઈ રાજકુમારને ફોન કર્યો અને મોબાઈલના હપ્તા પેટે ₹2,799 ઓનલાઈન ટ્રાન્સફર કરવાની માંગણી કરી. જ્યારે પરિવારે નવલને મુક્ત કરવા વિનંતી કરી, ત્યારે આરોપીઓએ કથિત રીતે વધારાના ₹12,000ની માંગણી કરી.

aajtak.in

પરિવારનો આરોપ છે કે જો પૈસા ચૂકવવામાં નહીં આવે તો આરોપીઓએ નવલને મારી નાખવાની અને તેનો મૃતદેહ ગોમતી નદીમાં ફેંકી દેવાની ધમકી આપી હતી. જરને કારણે પરિવારે નિગોહા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આરોપ છે કે પોલીસની દરમિયાનગીરી બાદ, પાંચમા દિવસે નવલને 'રેપિડ કેબ'માં પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યો અને તેના ભાઈ પાસે તેનું ભાડું ચૂકવવામાં આવ્યું. પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે નવલ ખૂબ જ ખરાબ હાલતમાં હતો. પરિવારનો દાવો છે કે જ્યારે તેમણે કાર્યવાહીની માંગ કરી, ત્યારે તેમને ડરાવવામાં-ધમકાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે જો તેઓ આ કેસને આગળ વધારશે, તો નવલને પણ કેસમાં ફસાવી દેવામાં આવશે.

ઘરે પરત ફર્યા બાદ નવલે તેના પરિવારને આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું, જેના પગલે તેની વૃદ્ધ માતાએ DCP (દક્ષિણ) મોહમ્મદ મુશ્તાકનો સંપર્ક કર્યો. તેમનો આરોપ છે કે નિગોહાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા છતા તેમને ત્યાંથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને, DCP (દક્ષિણ)એ નિગોહાંના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO)ને તાત્કાલિક કેસ નોંધવા અને આરોપીની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો છે; તેમણે એમ પણ કહ્યું કે પોલીસની બેદરકારી અંગે તપાસ કરવામાં આવશે.

livemint.com

પીડિતના મોટા ભાઈ રાજકુમારે જણાવ્યું હતું કે નવલે ₹21,500માં સેમસંગ ફોન ખરીદ્યો હતો, જેના માટે ₹2,799 ના 12 માસિક હપ્તા નક્કી કરવામાં આવ્યા હતા. રાજકુમારના જણાવ્યા અનુસાર, ફોન લીધા બાદ દુકાનના કર્મચારીઓ બીજા જ મહિને મોબાઈલ ફોન પાછો લઈ ગયા હતા, તેમ છતા લગભગ એક વર્ષ પછી આરોપીઓએ ફરીથી પરિવાર પર દબાણ કર્યું. પોલીસ હવે આ સમગ્ર મામલાની તપાસ કરશે, જેમાં આરોપીની ભૂમિકા, યુવકને બંધક બનાવી રાખવાના આરોપો, બ્લડ બેંકમાં બળજબરીથી લોહી કઢાવવાની ઘટના અને કથિત ખંડણીના મામલાનો સમાવેશ થાય છે.

દુબઈ એરપોર્ટ પર 8 મિનિટમાં પાસપોર્ટ રિન્યુઅલ થઇ ગયો! જાણો ભારતમાં કેટલો સમય લાગે છે
કલ્પના કરો કે તમે વિદેશ પ્રવાસ માટે એરપોર્ટ પર પહોંચી ગયા છો અને તમને ખબર પડે છે કે તમારો પાસપોર્ટ સમાપ્ત થવાનો છે. આવી સ્થિતિમાં, તમારી યાત્રામાં અવરોધ આવવાનો ડર તમને સતાવવા લાગે છે. જોકે, દુબઈમાં એક અમીરાતી મુસાફર સાથે પણ આવો જ અનુભવ થયો, જેણે માત્ર 8 મિનિટમાં એરપોર્ટ પર પોતાનો પાસપોર્ટ રિન્યુ કરાવ્યો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુસાફરને તેની યાત્રાના એક દિવસ પહેલા જ ખબર પડી કે તેના પાસપોર્ટની માન્યતા ફક્ત એક મહિનાની જ બાકી છે. તે જે દેશમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યાં ઓછામાં ઓછી 6 મહિનાની માન્યતા ધરાવતો પાસપોર્ટ જરૂરી છે. તેથી, તેની પાસે નવો પાસપોર્ટ મેળવવાનો વિકલ્પ હતો.

livehindustan.com

તેને દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉપલબ્ધ પાસપોર્ટ રિન્યુઅલ સેવા વિશે ખબર પડી. તે ત્યાં પહોંચ્યો અને પાસપોર્ટ રિન્યુઅલ પ્રક્રિયા શરૂ કરી. તેને કહેવામાં આવ્યું કે આખી પ્રક્રિયામાં લગભગ 10 મિનિટ લાગી શકે છે, પરંતુ તે તેનાથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ ગઈ. મુસાફરના જણાવ્યા મુજબ, તેને ફક્ત 8 મિનિટમાં જ તેનો નવો પાસપોર્ટ મળી ગયો.

UAEમાં, પાસપોર્ટ સંબંધિત ઘણી સરકારી સેવાઓ નાગરિકો માટે ડિજિટલ રીતે ઉપલબ્ધ છે. UAE સરકારના જણાવ્યા અનુસાર, UAEના નાગરિકો સંબંધિત સરકારી કેન્દ્રો તેમજ દુબઈ સહિત કેટલાક એરપોર્ટ પર પાસપોર્ટ ખોવાઈ જવા અથવા નુકસાન થવાના કિસ્સામાં પાસપોર્ટ મેળવી, રિન્યૂ કરી અથવા બદલી શકે છે.

https://twitter.com/ScreenMix/status/2099115482808807781

દુબઈ સરકારની પાસપોર્ટ રિન્યુઅલ સેવા દુબઈ એરપોર્ટના ટર્મિનલ 3 પર ઉપલબ્ધ છે. જો કે, સત્તાવાર માહિતી જણાવે છે કે, સામાન્ય પ્રક્રિયા માટે અંદાજિત પૂર્ણ થવાનો સમય 48 કલાક છે. તેથી, 8 મિનિટમાં પાસપોર્ટ મેળવવો એ એક અપવાદરૂપે ઝડપી અનુભવ છે. દરેક અરજી માટે આને નિશ્ચિત સરકારી સમયમર્યાદા તરીકે લઈ શકાય નહીં.

ndtv.com

દુબઈ એરપોર્ટ પર સરકારી અને ઇમિગ્રેશન સેવાઓ ઝડપથી ડિજિટાઇઝ્ડ અને બાયોમેટ્રિકાઇઝ્ડ થઈ રહી છે. મુસાફરોની ઓળખ અને ચકાસણી પ્રક્રિયાઓને ઝડપી બનાવવા માટે ચહેરાની ઓળખ અને અન્ય ડિજિટલ સિસ્ટમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનો ઉદ્દેશ્ય મુસાફરોની મુલાકાતો ઘટાડવાનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પૂર્ણ થયેલા કાર્યોની સંખ્યાને મહત્તમ કરવાનો છે.

ભારતમાં, પાસપોર્ટ રિન્યુઅલને સામાન્ય રીતે પાસપોર્ટ રિ-ઇશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. વિદેશ મંત્રાલયના નાગરિક ચાર્ટર અનુસાર, જો રિ-ઇશ્યુ માટે કોઈ પૂર્વ પોલીસ ચકાસણીની જરૂર ન હોય, તો લગભગ 7 કાર્યકારી દિવસોમાં પાસપોર્ટ આપી શકાય છે. જોકે, જો પોલીસ વેરિફિકેશન જરૂરી હોય, તો પ્રક્રિયામાં વધુ સમય લાગી શકે છે.

aajtak.in

ભારતમાં ઝડપી પાસપોર્ટ પ્રોસેસિંગ માટે તત્કાલ યોજના પણ છે. લાયક અરજદારો માટે, પ્રોસેસિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ટૂંકા સમયમાં તત્કાલ પાસપોર્ટ આપી શકાય છે. જોકે, જરૂરી દસ્તાવેજો, પાત્રતા અને ચકાસણી માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે.

તેથી, દુબઈના 8-મિનિટના પાસપોર્ટ પ્રોસેસિંગ અને ભારતના પાસપોર્ટ પ્રોસેસિંગ વચ્ચે સીધી સરખામણી કરવી અચોક્કસ રહેશે. દુબઈનો કેસ એક અનોખો અને અત્યંત ઝડપી અનુભવ છે. તેમ છતાં, આ ઘટના દર્શાવે છે કે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ સરકારી સેવાઓને કેવી રીતે ઝડપી બનાવી શકે છે.

પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે, પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો 6 દિવસનો દિલ્હી અનુભવ
નવી દિલ્હી, ઓગસ્ટ 2026. પારુલ યુનિવર્સિટીના પત્રકારત્વ અને જનસંચારના વિદ્યાર્થીઓએ છ દિવસના દિલ્હી મીડિયા લીડરશિપ ટૂરમાં ઇન્ડિયા ગેટ પરની લાઇવ રિપોર્ટિંગથી લઈને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાન ટાઇમ્સ, ન્યૂઝ18, ટીવી9, રિપબ્લિક અને એનડીટીવી સુધીના ન્યૂઝરૂમમાં સમાચાર બનવાની આખી પ્રક્રિયા નજીકથી શીખી.

ઇન્ડિયા ગેટ પર લાઇવ રિપોર્ટિંગથી શરૂઆત: ટૂરની શરૂઆત જ મેદાન પરના અનુભવથી થઈ. પહેલા દિવસે ઇન્ડિયા ગેટ પર દરેક જૂથને તૈયારી માટે માત્ર દસ મિનિટ મળી અને પછી કૅમેરા સામે 60 સેકન્ડનો લાઇવ પીસ ટુ કૅમેરા આપવાનો હતો. મોટા ભાગનાં જૂથો માટે કૅમેરા શરૂ થયા પછી બીજી તક નહોતી, અને આ વર્ગખંડથી તદ્દન અલગ, દબાણ હેઠળનો રિપોર્ટિંગ અનુભવ હતો.

સમાચાર કેવી રીતે ચકાસાય છે: પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં એડિટર શુજા ઉલ હકે વિદ્યાર્થીઓને એજન્સીના ત્રણ-સ્રોત નિયમ વિશે સમજાવ્યું, જ્યાં જનહિતને સ્પર્શતી કોઈ પણ ખબર ત્રણ સ્વતંત્ર સ્રોતથી પુષ્ટિ થયા વિના પ્રકાશિત થતી નથી. તેમણે ભાર મૂક્યો કે ઝડપ કરતાં સચોટતા વધુ મહત્વની છે, અને પીટીઆઈ દરરોજ 1,000થી વધુ ટેક્સ્ટ સ્ટોરી તૈયાર કરે છે.

એક ટીવી ન્યૂઝરૂમ કેવી રીતે કામ કરે છે: ન્યૂઝ18, ટીવી9 અને રિપબ્લિકમાં વિદ્યાર્થીઓએ એક ખબરને અસાઇનમેન્ટ ડેસ્કથી લઈને પ્રોડક્શન અને માસ્ટર કંટ્રોલ રૂમ થઈને પ્રસારણ સુધી પહોંચતાં જોઈ. તેમણે સમજ્યું કે એક શાંત દેખાતા ચહેરા પાછળ ગ્રાફિક્સ, સાઉન્ડ અને દિગ્દર્શનની આખી ટીમ સાથે કામ કરે છે. રિપબ્લિકના નોઇડા કૅમ્પસમાં, જેને નેટવર્ક એશિયાનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ ન્યૂઝરૂમ ગણાવે છે, ક્રોમા સ્ટૂડિયોમાં એન્કરને 3D વાતાવરણમાં મૂકતી ટેક્નોલોજી જોવા મળી.

કાગળથી પ્રિન્ટિંગ પ્રેસ સુધીની સફર: હિન્દુસ્તાન ટાઇમ્સમાં વિદ્યાર્થીઓએ એક તૈયાર પાનું પ્રી-પ્રેસ, પ્રેસ અને મેઇલરૂમ થઈને કેવી રીતે છપાય એ પ્રક્રિયા નિહાળી. તેમણે શીખ્યું કે રંગીન PDFને સાયન, મૅજેન્ટા, પીળા અને કાળા પ્લેટમાં વિભાજિત કરીને પ્રેસ કલાકે 90,000 નકલ સુધી છાપે છે.

રજત શર્મા અને વરિષ્ઠ પત્રકારોની સલાહ: ઇન્ડિયા ટીવીના ચેરમેન રજત શર્માએ વિદ્યાર્થીઓ સાથે બે કલાક વિતાવ્યા અને કહ્યું કે પત્રકારત્વ “ફ્રી, ફેર અને ફિયરલેસ” હોવું જોઈએ, ઝડપી પ્રસિદ્ધિ પર નહીં. એનડીટીવીના પદ્મજા જોશીએ સલાહ આપી કે કારકિર્દી રિપોર્ટિંગથી શરૂ કરવી, અને ઇન્ડિયા ટુડે નેટવર્કના રાજદીપ સરદેસાઈએ સમાચારને દિલ્હી-કેન્દ્રિત નજરે નહીં જોવા કહ્યું. રજત શર્માનું આખું સત્ર યુવા પત્રકારોને તેમની સલાહ પરના લેખમાં નોંધાયેલું છે.

પારુલ યુનિવર્સિટીનો પત્રકારત્વ કાર્યક્રમ: છ દિવસના આ અનુભવમાં વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ, મીડિયા એથિક્સ, બ્રોડકાસ્ટ અને ડિજિટલ પત્રકારત્વની વ્યાવહારિક સમજ મેળવી. સમગ્ર વિગત પારુલ યુનિવર્સિટીના દિલ્હી મીડિયા લીડરશિપ ટૂરના લેખમાં છે. યુનિવર્સિટીનો પત્રકારત્વ અને જનસંચારમાં અનુસ્નાતક (MA JMC) કાર્યક્રમ વિદ્યાર્થીઓને આ જ પ્રકારના વ્યાવહારિક અનુભવ, સ્ટૂડિયો અને ઉદ્યોગ સાથેના જોડાણ સાથે તૈયાર કરે છે.

મુંબઈની ટ્રાફિક સમસ્યાને ઉકેલવા માટે ગડકરીએ એક નવી યોજના બનાવી
ટ્રાફિક જામની સમસ્યા કોઈથી છુપી નથી. દેશના મોટાભાગના શહેરો તેનાથી ઝઝૂમી રહ્યા છે. ભવ્ય ઇમારતો, દરિયાકિનારા અને ઝડપી જીવન માટે જાણીતા મુંબઈમાં પણ, દૈનિક મુસાફરી અને ટ્રાફિકથી ભરાયેલા રસ્તાઓ લાખો લોકોના જીવનનો એક ભાગ બની ગયા છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ સમસ્યા તાજેતરમાં ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પોતે, મુંબઈના વરલીથી એક કાર્યક્રમમાં જતી વખતે ભારે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. તેમની યાત્રા લગભગ એક કલાક મોડી પડી હતી, ત્યારપછી તેમણે શહેરના કેટલાક જૂના ફ્લાયઓવરની ખામીઓ અને આધુનિક માળખાગત સુવિધાઓની જરૂરિયાત વિશે વાત કરી હતી.

12 સપ્ટેમ્બરના રોજ, નીતિન ગડકરી મુંબઈમાં 22મા ઈન્ડો-અમેરિકન કોર્પોરેટ એક્સેલન્સ એવોર્ડ્સમાં હાજરી આપવા માટે વર્લીથી મુસાફરી કરી રહ્યા હતા. જોકે, ભારે ટ્રાફિકના કારણે તેમની યાત્રામાં લગભગ એક કલાકનો વધારાનો સમય લાગી ગયો. આ વિશે કાર્યક્રમમાં બોલતા નીતિન ગડકરીએ કહ્યું, 'આજે હું આ કાર્યક્રમમાં એક કલાક મોડો પહોંચ્યો, કારણ કે હું વર્લીથી આ હોટેલ તરફ આવતા ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. મને એક કલાક કરતા વધુ સમય લાગ્યો.'

આ અનુભવને યાદ કરતાં, તેમણે 1995થી 2000 દરમિયાન મહારાષ્ટ્રના જાહેર બાંધકામ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન બનેલા માળખાકીય પ્રોજેક્ટ્સ વિશે વાત કરી.

નીતિન ગડકરીએ કહ્યું કે, તેમના કાર્યકાળ દરમિયાન, તેમને 55 ફ્લાયઓવર, બાંદ્રા-વરલી સી લિંક અને મુંબઈ-પુણે એક્સપ્રેસવેના નિર્માણનું નિરીક્ષણ કરવાની તક મળી હતી. તેમણે કહ્યું, 'પરંતુ હકીકતમાં, હું મારી પોતાની જ ભૂલોના પરિણામો ભોગવી રહ્યો છું. 1995થી 2000 દરમિયાન, મને 55 ફ્લાયઓવર, બાંદ્રા-વરલી સી લિંક અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે બનાવવાની તક મળી હતી, પરંતુ તે સમયે આ ટેકનોલોજી ઉપલબ્ધ નહોતી.' તેમના શબ્દો દર્શાવે છે કે શહેરના ઝડપી વિકાસ સાથે, છેલ્લા 3 દાયકામાં મુંબઈના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલો ફેરફાર થયો છે.

શહેરની ટ્રાફિક સમસ્યા ફક્ત રસ્તાઓ પર વાહનોની સંખ્યા સાથે જોડાયેલી નથી. તે એ પણ છે કે દાયકાઓ પહેલા બાંધવામાં આવેલ માળખાગત સુવિધા આજના ભારે ટ્રાફિકનો સામનો કેવી રીતે કરી રહી છે. 1990ના દાયકાથી મુંબઈનો ખુબ વધારે વિકાસ થયો છે, દક્ષિણ મુંબઈ, પશ્ચિમ ઉપનગરો, થાણે, નવી મુંબઈ અને આસપાસના વિસ્તારો વચ્ચે દૈનિક ટ્રાફિકનો પ્રવાહ વધી રહ્યો છે.

જેમ જેમ ટ્રાફિકમાં વધારો થતો ગયો, તેમ તેમ જે એક સમયે ભીડ ઓછી કરવામાં મદદ કરતી હતી તે માળખાગત સુવિધાઓ હવે અવરોધોનું કારણ બની રહી છે, ખાસ કરીને મોટા જંકશન અને મુખ્ય રસ્તાઓની આસપાસ.

નીતિન ગડકરીએ કહ્યું કે, તેમણે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસને સલાહ આપી છે કે, તેઓ હાલના ફ્લાયઓવરને આધુનિક બાંધકામ તકનીકો પર આધારિત માળખાઓથી બદલવાનો વિચાર કરે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતે તાજેતરમાં મલેશિયા પાસેથી ટેકનોલોજી મેળવી છે, જે એક જ પિલર સેટ પર બહુ-સ્તરીય ફ્લાયઓવર બનાવવા માટે પરવાનગી આપે છે. આ પ્રસ્તાવિત અભિગમ પરંપરાગત ફ્લાયઓવર પર આધાર રાખવાને બદલે મર્યાદિત શહેરી જગ્યામાં રસ્તાની ક્ષમતામાં વધારો કરી શકે છે.

નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે, તેમણે પુણેમાં રૂ. 50,000 કરોડનો માળખાગત કાર્યક્રમ પ્રસ્તાવિત કર્યો છે. તેમના મતે, મુખ્ય ધ્યાન નવી તકનીકો અને માળખાગત મોડેલોનો ઉપયોગ કરીને શહેરી ગતિશીલતાના વધતા પડકારોને સંબોધવા પર છે. મુંબઈ જેવા ગીચ વસ્તીવાળા શહેરોમાં, જ્યાં રસ્તાઓની જગ્યા મર્યાદિત છે અને ટ્રાફિકની માંગ સતત વધી રહી છે, ત્યાં પડકાર ફક્ત વધુ રસ્તા બનાવવાનો નથી, પરંતુ હાલની શહેરી જગ્યાનો વધુ સારી રીતે ઉપયોગ કરવાનો પણ છે.

રાહુલ ગાંધીએ UPI ફી અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
રાહુલ ગાંધીએ સંભવિત UPI ફી અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સરકાર પર રૂ. 2,000થી વધુના વેપારી UPI ચુકવણીઓ પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) લગાવવાનો રસ્તો ચૂપચાપ ખોલવાનો આરોપ લગાવ્યો છે. જોકે, સરકારે હજુ સુધી કોઈપણ ફી માટે અંતિમ જાહેરાત કરી નથી.

આ મુદ્દો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે, રૂ. 2,000થી વધુના UPI વ્યવહારો કુલ વ્યવહાર રકમના આશરે 5 ટકા છે, પરંતુ કુલ વ્યવહારની રકમના આશરે 65 ટકા તેનો ભાગ છે. આનો અર્થ એ છે કે જો આ શ્રેણી પર ફી લાગુ કરવામાં આવે છે, તો ઓછી સંખ્યાઓ પરંતુ વધુ રકમવાળી ચુકવણીઓ પ્રભાવિત થઈ શકે છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આ મુદ્દા પર USના દબાણને વશ થવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, BJPએ કોંગ્રેસના તમામ દાવાઓને ફગાવી દીધા છે. ચાલો જાણીએ કે આખો મામલો શું છે...

jansatta.com

સંસદમાં કરવામાં આવેલ કાનૂની સુધારો સરકારને ચોક્કસ ડિજિટલ ચુકવણી પદ્ધતિઓ માટે ફી નક્કી કરવાની સત્તા આપે છે. આનો અર્થ એ નથી કે UPI પર અત્યારે જ ફીની વસૂલાત લાગુ કરી દેવામાં આવી.

https://twitter.com/INCIndia/status/2099720591922364758

સરકારે જણાવ્યું છે કે, સામાન્ય ગ્રાહક પાસેથી UPI ચુકવણી માટે કોઈ ફી લેવામાં આવશે નહીં, અને વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) ચુકવણી મફત રહેશે.

રાહુલ ગાંધીનો આરોપ છે કે ફી દુકાનદારો પાસેથી વસૂલવામાં આવશે, પરંતુ તેનો બોજ છેવટે ગ્રાહકો પર પડી શકે છે. તેમણે અમેરિકન ચુકવણી કંપનીઓના ભૂતકાળના વલણનો ઉલ્લેખ કર્યો અને તેને યુનાઇટેડ સ્ટેટ્સના દબાણ સાથે જોડીને PM નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા.

https://twitter.com/RahulGandhi/status/2099757892731883671

BJP નેતા અમિત માલવિયાએ X પર રાહુલ ગાંધી અને કોંગ્રેસના દાવાઓને ફગાવી દેતા કહ્યું કે, રૂ. 2,000થી વધુની UPI ચુકવણી પર 0.5 ટકા કર અથવા ચાર્જ લાદવાનો કોઈ સરકારી આદેશ નથી. તેમના મતે, રૂ. 5,000ની ચુકવણી પર રૂ. 25 અને રૂ. 10,000ની ચુકવણી પર રૂ. 50નો ચાર્જ કાલ્પનિક 0.5 ટકા દરના આધારે લેવામાં આવી રહ્યો છે. માલવિયાએ કહ્યું કે, 14 સપ્ટેમ્બરના નોટિફિકેશનમાં ફક્ત રૂ. 2,000 સુધીના UPI અને RuPay વ્યવહારોને શૂન્ય-ચાર્જ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, વ્યક્તિ-થી-વ્યક્તિ UPI ચુકવણી કોઈપણ રકમ માટે મફત છે, અને જો ભવિષ્યમાં MDR લાગુ કરવામાં આવે છે, તો તે ગ્રાહકો પર નહીં, પરંતુ મર્યાદિત વેપારી વ્યવહારો પર હશે. તેમણે આગળ જણાવ્યું કે સરકાર UPI મુક્ત રાખવા માટે પેમેન્ટ ઇકોસિસ્ટમને સતત પ્રોત્સાહનો આપી રહી છે. નાણાકીય વર્ષ 2022થી નાણાકીય વર્ષ 2024 સુધી, સરકારે અનુક્રમે રૂ. 1,389 કરોડ, રૂ. 2,210 કરોડ અને રૂ. 3,631 કરોડ પૂરા પાડ્યા હતા, જ્યારે 2025-26માં રૂ. 2,196.21 કરોડની પ્રોત્સાહન સહાય પુરી પાડવામાં આવી હતી, અને નાણાકીય વર્ષ 27 માટે રૂ. 2,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

newstrack.com

અહેવાલો અનુસાર, રૂ. 2,000થી વધુની વેપારી ચુકવણીઓ પર લગભગ 0.25 ટકાથી 0.4 ટકા સુધી MDR લાદવાનો વિકલ્પ ચર્ચા હેઠળ છે. જો કે, દર અને અમલીકરણ તારીખ હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી.

https://twitter.com/amitmalviya/status/2099764010044260626

સરકાર કહે છે કે, જો MDR લાગુ કરવામાં આવે છે, તો તે મર્યાદિત સંખ્યામાં વેપારી વ્યવહારો પર નજીવા દરે હશે. ઓગસ્ટમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, UPI વપરાશકર્તાઓ પર કોઈ ફી લેવામાં આવશે નહીં અને મોટાભાગના વેપારી વ્યવહારો ફીમાંથી મુક્ત રહેશે.

હાલમાં, 2,000 રૂપિયાથી વધુની UPI ચુકવણી પર MDR લાગુ કરવું નક્કી નથી. સરકારે ફક્ત એક કાનૂની માર્ગ બનાવ્યો છે, જેના હેઠળ ભવિષ્યમાં મર્યાદિત શ્રેણીની વેપારી ચુકવણીઓ પર ફી લગાવવાનું નક્કી કરી શકાય છે.

પ્રેમીને ફસાવવા માટે AIનો લીધો સહારો, ગર્લફ્રેન્ડે પોતાને જ મોકલ્યા મેસેજ; સત્ય જાણી પોલીસ ચોંકી ગઈ
ઉત્તર પ્રદેશના બરેલીના સીબીગંજ વિસ્તારમાં એક યુવકે તેની ગર્લફ્રેન્ડ પર આરોપ મૂક્યો છે કે તેણે તેને ફસાવવાના પ્રયાસરૂપે તેના જ ઇન્સ્ટાગ્રામ IDનો ઉપયોગ કરીને પોતાને ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા. આરોપ છે કે યુવતીએ યુવકના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરીને પોતાને અને તેની બહેનને ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા. આ ઉપરાંત, AI-જનરેટેડ ફોટા પણ મોકલવામાં આવ્યા હતા. બાદમાં, આ જ મેસેજના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે યુવકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને તેની સાથે જોડાયેલા ઈમેલ અંગેની વિગતો એકત્રિત કરી પોલીસ સમક્ષ રજૂ કરી. આનાથી કેસની દિશા બદલાઈ ગઈ.

અમન ઘિલ્દિયાલે પોલીસને જણાવ્યું ,કે તે છેલ્લા કેટલાક વર્ષોથી સીબીગંજમાં રહેતી પડોશી મિતાલી ગુપ્તા સાથે સહમતિપૂર્ણ સંબંધમાં હતો. આ સમય દરમિયાન, મિતાલી પાસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની એક્સેસ હતી. બાદમાં, બંને વચ્ચે વિવાદ થયો, જેના પગલે અમન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે અમનના ઇન્સ્ટાગ્રામ ID પરથી મિતાલી અને તેની બહેનને ધમકીભર્યા મેસેજ મોકલવામાં આવ્યા હતા.

amarujala.com

શું છે સમગ્ર મામલો?

ફરિયાદ નોંધાયા પછી અમને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તપાસ કરી. તેને એકાઉન્ટ સાથે જોડાયેલું એક એવું ઈમેલ એડ્રેસ મળ્યું, જે તેનું નહોતું. જ્યારે તેણે એકાઉન્ટનું નિયંત્રણ પાછું મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે OTP તે જ અજાણ્યા ઈમેલ એડ્રેસ પર મોકલવામાં આવી રહ્યો હતો. આનાથી તેને શંકા ગઈ કે અન્ય કોઈ વ્યક્તિ પાસે એકાઉન્ટની એક્સેસ છે. ત્યારબાદ અમને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લોગિનની પ્રવૃત્તિની ઝીણવટભરી તપાસ કરી. તેને એવી માહિતી મળી કે અગાઉ મિતાલી સાથે સંકળાયેલા ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરીને લોગિન કરવામાં આવ્યું હતું. અમને પોલીસને કહ્યું કે મિતાલી પાસે પહેલેથી જ તેના એકાઉન્ટની એક્સેસ હોવાથી, તેને શંકા હતી કે તેણે જ તેના IDનો ઉપયોગ કરીને ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા.

rheofit.com

અમને આ બાબતની જાણ SSP અનુરાગ આર્યાને કરી. તેણે પોલીસને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લોગિન હિસ્ટ્રી, IP એડ્રેસ, IMEI નંબર, પોર્ટ નંબર અને એકાઉન્ટ સાથે સંકળાયેલી અન્ય તકનીકી વિગતોની તપાસ કરવા વિનંતી કરી. અમનનું કહેવું છે કે જો તેના એકાઉન્ટનો ઉપયોગ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હોય, તો તકનીકી તપાસથી આ માહિતી બહાર આવી શકે છે. SSPના આદેશ બાદ, સીબીગંજ પોલીસે મિતાલી ગુપ્તા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ હવે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લોગિન હિસ્ટ્રી, સંકળાયેલ ઈમેલ એડ્રેસ અને અન્ય સાયબર પુરાવાઓની તપાસ કરી રહી છે. તેઓ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કયા ડિવાઇસ અને લોગ ઇન સેશનનો ઉપયોગ કરીને કથિત ધમકીભર્યા સંદેશાઓ અને AI-જનરેટેડ ફોટા મોકલવામાં આવ્યા હતા. તપાસ પૂર્ણ થયા બાદ જ આ કેસની વાસ્તવિક હકીકતો સામે આવશે.

2.80 લાખની નકલી પગારની સ્લિપ અને નકલી સર્ટિફિકેટ...આ રીતે બની ગયો મોટી કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ
નવી નોકરી મેળવવા માટે અનુભવની જરૂર હોય છે અને તે અનુભવ સાબિત કરવા માટે દસ્તાવેજોની જરૂર પડે છે. પરંતુ શું થાય જો તે દસ્તાવેજો જ નકલી હોય? ગ્વાલિયરમાં સામે આવેલા એક કિસ્સામાં એક યુવકે તેના ભૂતકાળના અનુભવ અને પગારને લગતા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને એક મોટી ઓટોમોબાઈલ કંપનીમાં ઉચ્ચ હોદ્દો મેળવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તે એક પ્રતિષ્ઠિત ગ્રુપનો ભૂતપૂર્વ કર્મચારી હતો અને તેનો માસિક પગાર ₹2,80,670 હતો.

તેને નોકરી અને મોટો હોદ્દો મળી ગયો, અને થોડા સમય માટે બધું બરાબર ચાલ્યું. પરંતુ, તેણે નોકરી છોડ્યા પછી, કંપનીએ તેના ભૂતકાળના રેકોર્ડ્સની ફરીથી ચકાસણી કરાવી અને પરિસ્થિતિએ નાટકીય વળાંક લીધો. જે કંપનીમાં તેણે કામ કરવાનો દાવો કર્યો હતો ત્યાં તેની રોજગારીનો કોઈ રેકોર્ડ ન મળ્યો. તેના બેંકિંગ દસ્તાવેજો અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા. તપાસ આગળ વધી તો આ મામલો પોલીસ સુધી પહોંચ્યો અને લાંબા સમયથી ફરાર રહેલા આરોપીની આખરે ઉત્તર પ્રદેશના કાનપુરમાં ધરપકડ કરવામાં આવી.

aajtak.in

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ દેવેન્દ્ર કુમાર દુબે તરીકે થઈ છે. આરોપ છે કે 20 ઓગસ્ટ, 2025ના રોજ એક ઓટોમોબાઈલ કંપનીમાં 'ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ' તરીકે નિમણૂક વખતે પોતાના અનુભવના પ્રમાણપત્રો અને પગારની સ્લિપ સંબંધિત દસ્તાવેજ કંપની સામે સબમિટ કર્યા હતા. આ દસ્તાવેજો દ્વારા, તેણે એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે તેણે અગાઉ એક મોટા ગ્રુપ માટે કામ કર્યું હતું અને તેનો માસિક પગાર આશરે ₹2.80 લાખ હતો. ઉચ્ચ હોદ્દા અને સારા પગારના દાવાઓથી પ્રભાવિત થઈને કંપનીએ તેને નોકરી પર રાખ્યો. તેણે ત્યાં થોડો સમય કામ કર્યું અને શરૂઆતમાં તેના દસ્તાવેજો અંગે કોઈ શંકા ઊભી થઈ નહતી. જોકે, તેણે રાજીનામું આપ્યા બાદ અસલી હકીકત સામે આવી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ મે 2026માં કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ, કંપનીએ ‘ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ’ની પ્રક્રિયા શરૂ કરી. આ તબક્કા દરમિયાન, તેની અગાઉની નોકરી અને પગાર અંગેની વિગતોની પુનઃચકાસણી કરવામાં આવી. સામાન્ય રીતે કંપનીઓ વરિષ્ઠ સ્તરના કર્મચારીઓની ભરતી સમયે દસ્તાવેજોની ચકાસણી કરતી હોય છે, પરંતુ આ કિસ્સામાં રાજીનામા પછીની તપાસમાં કથિત છેતરપિંડીનો પર્દાફાશ થયો. કંપનીએ તે સંસ્થાનો સંપર્ક કર્યો જ્યાં આરોપીએ અગાઉ કામ કર્યું હોવાનો દાવો કર્યો હતો. તપાસમાં એવો કોઈ રેકોર્ડ મળ્યો નથી જે સાબિત કરે કે દેવેન્દ્ર કુમાર દુબે ત્યાં ક્યારેય કર્મચારી હતો. ત્યારબાદ, તેના દ્વારા પગારના પુરાવા તરીકે તેણે રજૂ કરેલા બેંક રેકોર્ડ્સ પણ શંકાના દાયરામાં આવી ગયા.

gemini.google.com

આરોપીએ અગાઉનો માસિક પગાર ₹2,80,670 હોવાનો દાવો કર્યો હતો અને તેને સાબિત કરવા માટે બેંક સ્ટેટમેન્ટ સહિતના દસ્તાવેજો રજૂ કર્યા હતા. જ્યારે કંપનીની આંતરિક તપાસમાં તેની અગાઉની નોકરીનો કોઈ રેકોર્ડ મળ્યો નહીં, ત્યારે બેંક દસ્તાવેજોની અધિકૃતતાની પણ તપાસ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, આ રેકોર્ડ્સ પણ શંકાસ્પદ જણાયા હતા. ટૂંકમાં, જે અનુભવ અને પગારના દાવાઓને કારણે તેને મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દો મળ્યો હતો, તે જ આખરે તેની વિરુદ્ધ મુખ્ય પુરાવા બની ગયા.

કેસ નોંધાયા બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે સતત પકડમાંથી બચી નીકળવામાં સફળ રહ્યો હતો. વરિષ્ઠ અધિકારીઓએ તેની ધરપકડ કરવા માટે એક ટીમ તૈનાત કરી. તપાસ દરમિયાન, પોલીસે તકનીકી માધ્યમોનો ઉપયોગ કરીને તેનું લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો. ઉત્તર પ્રદેશના કાનપુરમાં તેની હાજરી હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ ગ્વાલિયર ક્રાઈમ બ્રાન્ચની ટીમ કાનપુર ગઈ અને આરોપીની સ્થાનિક સ્તરે શોધખોળ શરૂ કરી. ભારે જહેમત બાદ પોલીસે પનકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વૈષ્ણવી કુટી ખાતેથી તેની ધરપકડ કરી. ધરપકડ બાદ પોલીસે જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી; તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને ત્યારબાદ જેલમાં મોકલી દેવામાં આવ્યો. પોલીસ હવે એ બાબતની પણ તપાસ કરી રહી છે કે આરોપીએ કથિત રીતે નકલી દસ્તાવેજો ક્યાંથી તૈયાર કરાવ્યા હતા અને તેને બનાવવામાં કે પૂરા પાડવામાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે કેમ. આ ઉપરાંત, બેંક રેકોર્ડ્સ સંબંધિત આક્ષેપોની પણ તપાસ કરવામાં આવી રહી છે.