ડાયમંડ બુર્સમાં ઓફિસો તો બનીને તૈયાર થઇ ગઇ, પરંતુ કોઇ લેવા તૈયાર નથી: દર્શન નાયક
સુરતના ખજોદ વિસ્તારમાં આવેલા ડ્રીમ સિટીમાં ડાયમંડ બૂર્સમાં ઓફિસો તો બનીને તૈયાર થઇ છે, પરંતુ પ્રદુષણને કારણે કોઇ ઓફિસો લેવા તૈયાર નથી એવો દાવો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે કર્યો છે. નાયકે કહ્યું છે કે, આ પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની સરકારી જમીન