Sitaram Adivasi - Khabarchhe

સ્ટેજ પર જ મંત્રીજીની ફજેતી! મહિલા TIએ માઈક પકડીને આપ્યો જડબાતોડ જવાબ, બોલ્યા- ‘વ્યક્તિગત દુશ્મનાવટ માટે..’
મધ્ય પ્રદેશના શ્યોપુરમાં એક મેળાના સમાપન સમારોહ દરમિયાન, રાજ્યમંત્રી​એ મેળાની સુરક્ષા અને વ્યવસ્થા અંગે એક મહિલા સ્ટેશનના પ્રભારી (TI)ને જાહેરમાં ઠપકો આપ્યો; તો તેમને જોરદાર વળતો જવાબ મળ્યો. મંત્રી અને મહિલા TI વચ્ચે થયેલી તકરારનો મામલો હવે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

શ્યોપુર જિલ્લાના કરાહલ ક્ષેત્રમાં સ્થિત પાનવાડા ગામમાં આવેલા પ્રાચીન અન્નપૂર્ણા માતા મંદિરમાં દર વર્ષે ભરાતા મેળાના સમાપન સમારોહ દરમિયાન આ ઘટના બની હતી. જેમાં દરજ્જો પ્રાપ્ત રાજ્યમંત્રી ​​અને ભૂતપૂર્વ BJP ધારાસભ્ય સીતારામ આદિવાસીએ સ્ટેજ પર ઉપસ્થિત કરાહલ પોલીસ સ્ટેશનના મહિલા TI યાસ્મીન ખાનને જાહેરમાં ઠપકો આપ્યો. પછી TIએ પણ માઈક પોતાના હાથમાં લેતા નેતાને જડબાતોડ જવાબ આપી દીધો.

etvbharat.com

રાજ્યમંત્રી સીતારામ આદિવાસી પનવાડા માતાના મેળામાં કથિત ગેરવહીવટ અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. સ્ટેજ પરથી બોલતા તેમણે જણાવ્યું કે મેળામાં પૂરતી સુરક્ષા અને વ્યવસ્થાનો અભાવ રહ્યો, જેના કારણે ઘણા શ્રદ્ધાળુઓને અસુવિધા થઈ. તેમણે TI તરફ ઈશારો કરતા કહ્યું કે, ‘આ ફાલતુ નાટક ન કરો. આવા ઘણા TI જતા રહ્યા. તમે જાતિવાદ કરી રહ્યા છો. જ્યારથી આ 'TI સાહેબ' આવ્યા છે, ત્યારથી ઘટનાઓ બની રહી છે. ઘણી ઘટનાઓ બની ચૂકી છે.’

આના પર TI યાસ્મીન ખાને સ્ટેજ પર આવીને કહ્યું કે, ‘મને લાગે છે કે અહીં બેઠેલા એક કે બે વ્યક્તિઓને છોડીને બીજા કોઈને કોઈ પ્રકારની ફરિયાદ નહીં હોય. જો કોઈને ફરિયાદ હોય, તમારો હાથ ઉંચો કરી દો. અમારા સ્ટાફે સવારથી સાંજ સુધી, તડકામાં, ભૂખ્યા રહીને તેમની ફરજો બજાવી છે. પરંતુ પોતાના અંગત હિતો કે અંગત દુશ્મનાવટ માટે સમગ્ર સ્ટાફ અને સમગ્ર પોલીસ વહીવટીતંત્રને જવાબદાર ઠેરવવું વાજબી નથી.’

facebook.com/thefinancialexpress

મહિલા પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘જો તમે પોતાના અંગત લાભ માટે સીતારામ આદિવાસીના કાન ભરો છો, તો આ વસ્તુ સારી નથી.’ TIએ જે કહ્યું તેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો હવે કહી રહ્યા છે કે મહિલા પોલીસ અધિકારીએ જાહેરમાં નેતાની ફજેતી કરી દીધી.

નોંધનીય છે કે, પોતાની જ પાર્ટીમાં સન્માન માટે તરસી રહેલા રાજ્યમંત્રીનો દરજ્જો પ્રાપ્ત સીતારામ આદિવાસીને પણ આવી આશા નહીં હોય. તેઓ ઘણી વખત પોતાના પક્ષમાં થતી ઉપેક્ષા અને સરકારી અધિકારીઓ દ્વારા તેમના પ્રત્યે દર્શાવવામાં આવતી ઉદાસીનતા અંગે ફરિયાદ કરી ચૂક્યા છે.