પાકિસ્તાન પાસે 2 લાખ ગધેડા ખરીદીને ચીન તેનું શું કરી રહ્યું છે?

ચીન પાકિસ્તાન પાસેથી ગધેડાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. 2024માં થયેલા કોન્ટ્રાક્ટ મુજબ પાકિસ્તાન 200,000 ગધેડા ચીન મોકલવા સહમત થયું હતું. પાકિસ્તાનના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અને સંશોધન મંત્રાલયના ડૉ. ઇકરામે આ વાતની પુષ્ટિ કરી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ચીન ગધેડાની આયાત વધારવા માગે છે અને કરાચી બંદર નજીક કતલખાના ખોલવાની પણ તૈયારી કરી રહ્યું છે.

ગધેડાની નિકાસ વધારવા માટે પાકિસ્તાનના ગ્વાદરમાં નવા કતલખાના બનાવવામાં આવી રહ્યા છે. આંકડા દર્શાવે છે કે પાકિસ્તાનમાં હાલમાં 5.2 મિલિયન ગધેડા છે. ગધેડાઓની દુનિયાની ત્રીજી સૌથી મોટી વસ્તી પાકિસ્તાનમાં છે. હવે પ્રશ્ન એ છે કે ચીન પાકિસ્તાનથી આટલા બધા ગધેડા શા માટે આયાત કરે છે? ગધેડાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે? ચાલો તેનો જવાબ જાણીએ.

Donkey1
opensanctuary.org

ચીન મુખ્યત્વે ગધેડામાંથી નીકળતા જિલેટીનનો ઉપયોગ કરે છે, તેના દ્વારા તે દવા બનાવે છે. જેને એજિયાઓ નામની દવા બનાવવા માટે કરે છે. ચીન અને અન્ય ઘણા દેશોમાં આ દવાની વધતી માગને પહોંચી વળવા માટે પાકિસ્તાન પાસેથી ગધેડા આયાત કરે છે. આ દવાને કોલા કોરી અસિની અને ડોંકી હાઈડ ગ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ગધેડાની ચામડીમાંથી નીકળતા જિલેટીન સાથે વિવિધ ઔષધિઓ અને અન્ય ઘટકોને ભેળવીને તૈયાર કરવામાં આવે છે.

દાવો કરવામાં આવે છે કે આ દવા રક્ત પરિભ્રમણને સુધારે છે, રક્તસ્ત્રાવ બંધ કરવામાં મદદ કરે છે, ઊંઘ સુધારે છે અને ત્વચાની ગુણવત્તા સુધારે છે. તેનો ઉપયોગ અન્ય ઘણી બીમારીઓ માટે પણ થાય છે. આ દવાની વધતી માગ અને ચીનમાં ગધેડાના ઘટતા જન્મદરને કારણે આયાતમાં વધારો થયો છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, ઇ-જિયાઓ ઉદ્યોગને દર વર્ષે 6 મિલિયન ગધેડાની ચામડીની જરૂર પડે છે. ચીનમાં ગધેડાનો ઉપયોગ માત્ર દવા પૂરતો મર્યાદિત નથી. ચીનના હેબેઈ પ્રાંતમાં, ગધેડામાંથી બનાવેલી વાનગીઓ ખૂબ જ લોકપ્રિય છે. આટલું જ નહીં ગધેડાનું માંસથી બનેલું બર્ગર, જેને ચીની ભાષામાં ‘lǘròu huǒshāo’ તરીકે ઓળખવામાં આવે છે, તે બાઓડિંગ અને હેજિયાન શહેરોમાં સ્ટ્રીટ ફૂડ તરીકે લોકપ્રિય છે.

ચીનમાં ગધેડાની વસ્તી ઘટી રહી છે, જેના કારણે તેને પાકિસ્તાન જેવા દેશો તરફ જવું પડે છે. પાકિસ્તાનમાં ગધેડાની વસ્તી નોંધપાત્ર છે, જે તેને ચીન માટે મુખ્ય ભાગીદાર બનાવે છે. ચીન પાકિસ્તાનને મોટી લોન આપીને તેના સંકટને દૂર કરવામાં મદદ કરી રહ્યું છે. 2022ના ડેટા અનુસાર, પાકિસ્તાન પર ચીનનું 26.6 અબજ ડોલર (25.6 અબજ યુરો) દેવું છે, જે વિશ્વના અન્ય કોઈપણ દેશ કરતાં વધુ છે, અને પાકિસ્તાન ગધેડાઓની નિકાસ કરી રહ્યું છે.

About The Author

Top News

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.