ચીનની હાઇ-સ્પીડ ટ્રેન 'CR450'એ બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, વીજળી કરતા પણ તેજ ગતિ! વીડિયો વાયરલ

ચીને ફરી એકવાર સાબિત કરી દીધું કે, હાઇ-સ્પીડ રેલ ટેકનોલોજીમાં તેની બરાબરી કરી શકે એવું કોઈ નથી. દેશે વિશ્વની સૌથી ઝડપી ટ્રેન, CR450નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જેણે ટ્રાયલ રન દરમિયાન 896 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચીને તમામ વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ટ્રેન હાલમાં ક્વોલિફિકેશન ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે, જે મુસાફરોને લઈ જાય તે પહેલાં જરૂરી છે. આ સમાચારે વિશ્વભરમાં હલચલ મચાવી દીધી છે, કારણ કે તે અત્યાર સુધીની સૌથી ઝડપી બુલેટ ટ્રેન છે.

High-Speed-Bullet-Train-3

આ અગાઉ, જાપાનની L0 શ્રેણીની મેગ્લેવ ટ્રેનને 603 Km/hની ઝડપે વિશ્વની સૌથી ઝડપી ટ્રેન માનવામાં આવતી હતી, પરંતુ હવે ચીનની નવી સિદ્ધિએ તેને પાછળ છોડી દીધી છે, જેનાથી તે અલ્ટ્રા-હાઇ-સ્પીડ રેલ મુસાફરીની દોડમાં નોંધપાત્ર લીડ મેળવી લીધી છે.

'CR450' ટ્રેન શાંઘાઈ-ચેંગડુ હાઇ-સ્પીડ રેલ કોરિડોર પર દોડવાની યોજના છે, જે ચીનના બે સૌથી મહત્વપૂર્ણ શહેરોને જોડશે. જોકે, કોમર્શિયલ સેવા શરૂ થાય તે પહેલાં, ટ્રેનને 600,000 કિલોમીટરના પરીક્ષણ રન પૂર્ણ કરવાની જરૂર પડશે. ચીનની સરકારી ચેનલ CGTN અનુસાર, અંતિમ એન્જિનિયરિંગ નિરીક્ષણો અને સુરક્ષાની મંજૂરીની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.

High-Speed-Bullet-Train-4

ટ્રેન ટ્રાયલ્સમાં 896 Km/hની ઝડપે દોડી ગઈ છે, પરંતુ નિયમિત સેવા દરમિયાન તે 400 Km/hની ઝડપે દોડશે. સૌથી ખાસ વાત એ છે કે, CR450 માત્ર 4 મિનિટ અને 40 સેકન્ડમાં 350 Km/hની ઝડપ પકડી લે છે, જેનો અર્થ એ છે કે, જો તમે આ ટ્રેનમાં બેઠા હોવ, તો બહારનો નજારો ઝાંખો દેખાશે. આ ગતિ એટલી ઝડપી છે કે તે મનની ગતિને પણ વટાવી જાય છે!

High-Speed-Bullet-Train-5

ટ્રેનની એરોડાયનેમિક ડિઝાઇન બાજની ચાંચ અને તીરથી પ્રેરિત છે. તેની મુખ્ય લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે, હાલની ટ્રેનો કરતાં 22 ટકા ઓછી હવા ખેંચાણ, 20 સેન્ટિમીટર નીચી છત, હલકી અને પાતળી બોડી, અને સુધારેલી ગતિ અને ઓછી ઉર્જા વપરાશ માટે અદ્યતન એરોડાયનેમિક્સ. તેનો આગળનો ભાગ લાંબો અને ચીકણો છે, અને વજન 50 ટન ઓછું કરવામાં આવ્યું છે. આનાથી હવાના ઘર્ષણમાં 22 ટકા ઘટાડો થયો છે, જેના કારણે ટ્રેન માત્ર ઝડપી જ નથી બની, પરંતુ બળતણની પણ બચત થાય છે. એક અંગ્રેજી અખબારે પણ એવો અહેવાલ આપ્યો છે કે, આ ટ્રેન પર્યાવરણ માટે પણ સારી છે. CR450ને વિકસાવવામાં પાંચ વર્ષ લાગ્યા અને તેમાં પવન-ટનલ પરીક્ષણ, અદ્યતન સામગ્રી અને એન્જિનિયરિંગ નવીનતાનું શ્રેષ્ઠ સંયોજન છે.

About The Author

Related Posts

Top News

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.