8 કરોડની વસ્તીવાળા દેશમાં ભારે પડશે આ કીડીઓ, વીજળી અને ઇન્ટરનેટની લગાવી વાટ

જર્મનીમાં એક આક્રમક અને વિદેશી કિડીની પ્રજાતિએ કહેર મચાવી દીધો છે. આ કીડીઓ 'ટેપિનોમા મેગ્નમ' પ્રજાતિની છે. ભૂમધ્ય સાગરીય એટલે કે મેડિટરેનિયમ ક્ષેત્રમાંથી આવેલી આ કીડી હવે ઉત્તર જર્મની તરફ ઝડપથી ફેલાઈ રહી છે. જેના કારણે વીજળી અને ઇન્ટરનેટ સેવાઓ પણ બાધિત થઈ રહી છે વિશેષજ્ઞોનું કહેવું છે કે, આ પ્રજાતિની વિશાળ કોલોનીયો ન માત્ર ટેક્નોલોજીકલ માળખાને નુકસાન પહોંચાડી રહી છે, પરંતુ માનવ જીવનને પણ પ્રભાવિત કરી રહી છે.

કાર્લસ્રુહના પ્રકૃતિક ઇતિહાસ સંગ્રહાલય સાથે જોડાયેલા એક જીવાણું વિશેષજ્ઞ મેનફ્રેડ વર્હાગના જણાવ્યા અનુસાર, ટેપિનોમા મેગ્નમની સુપર કોલોનીયોમાં લાખો કીડીઓ હોય છે. આ પારંપારિક કીડીઓની પ્રજાતિઓથી અનેક ગણી મોટી હોય છે. આ કોલોનીયો જર્મનીના કોલોન અને હનોવર જેવા ઉત્તરીય શહેરો સુધી પહોંચી ગઈ છે. જેના કારણે, ત્યાંના ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે વીજ પુરવઠો અને ઈન્ટરનેટ નેટવર્ક પણ જોખમમાં છે.

tapinoma magnum
zdf.de

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ કીડી ખાસ કરીને બાડેન-વુર્ટેમ્બર્ગ અને આસપાસના વિસ્તારોમાં ઝડપથી વસાહતો કોલોનિયો રહી છે. કીહલ નામના એક શહેરમાં પહેલા જ, આ પ્રજાતિના કારણે વીજળી અને ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય, ફ્રાન્સ અને સ્વિત્ઝર્લેન્ડ જેવા અન્ય યુરોપિયન દેશોમાં પણ આ કીડીની ઉપસ્થિતિ નોંધવામાં આવી છે. એવામાં, માનવામાં આવી રહ્યું છે કે આ સંકટ માત્ર જર્મની સુધી સીમિત રહેવાનું નથી.

જોકે, ટેપિનોમા મેગ્નમને હજુ સુધી સત્તાવાર રીતે આક્રમક પ્રજાતિ જાહેર કરવામાં આવી નથી, કેમ કે સ્થાનિક પારિસ્થિતિકી તંત્ર પર વ્યાપક પ્રભાવ હજુ સુધી સાબિત થયો નથી. આમ છતા, બાડેન-વુર્ટેમ્બર્ગના પર્યાવરણ સચિવ આન્દ્રે બાઉમેને તેને એક જીવાત ગણાવી છે અને ચેતવણી આપી છે કે જો તેને સમયસર નિયંત્રિત કરવામાં ન આવે તો તે મોટા સ્તર પર નુકસાન પહોંચાડી શકે છે.

tapinoma magnum
tv9hindi.com

આ જોખમને ધ્યાનમાં લઇને, જર્મન વૈજ્ઞાનિકો અને પ્રશાસનિક એજન્સીઓ હવે આ કીડીના પ્રસારને રોકવા માટે એક સંયુક્ત પરિયોજના પર સાથે મળીને કામ કરી રહ્યા છે. પહેલી વખત, આ દિશામાં સંગઠિત પ્રયાસો શરૂ થયા છે જેથી ટેક્નિકલ માળખા, , પર્યાવરણ અને નાગરિકોને થતા નુકસાનને સમય રહેતા રોકી શકાય. એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે હવે માત્ર એક જીવાત નથી, પરંતુ એક રાષ્ટ્રીય પડકાર બનતા જઇ રહી છે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.