- World
- સાઉદી અરબમાં વેચાયું વિશ્વનું સૌથી મોંઘું બાજ, કિંમત જાણીને ચોંકી જશો! આટલામાં તો એક મર્સિડીઝ કાર આવ...
સાઉદી અરબમાં વેચાયું વિશ્વનું સૌથી મોંઘું બાજ, કિંમત જાણીને ચોંકી જશો! આટલામાં તો એક મર્સિડીઝ કાર આવી જાય
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આંતરરાષ્ટ્રીય સાઉદી ફાલ્કન અને શિકાર પ્રદર્શન 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું અને વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર પણ બન્યું. સૌથી મોંઘા બાજ, મોંગોલિયન બાજની હરાજીએ આ વખતે બધાનું ધ્યાન ખેંચ્યું છે. અહીં તમને જણાવી દઈએ કે, આ એક યુવાન બાજ હતો, અને તેની બોલીની કિંમત જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો.
પ્રદર્શનમાં હરાજી થનાર પ્રથમ યુવાન બાજ 70,000 રિયાલથી શરૂ થયો અને 128,000 રિયાલ પર સમાપ્ત થયો. બીજા બાજ, એક પરિપક્વ અને પ્રશિક્ષિત શિકારી, તેની શરૂઆતમાં 100,000 રિયાલની બોલી હતી, પરંતુ તેના ઉત્કૃષ્ટ ગુણોએ બોલી 650,000 રિયાલ સુધી પહોંચાડી. આ હરાજી મોંગોલિયન બાજની આંતરરાષ્ટ્રીય માંગનું પ્રતીક છે.
અહીં તમને જણાવી દઈએ કે, સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં મોંગોલિયન ફાલ્કનની હરાજી કરવામાં આવી હતી અને તે 650,000 સાઉદી રિયાલ એટલે કે રૂ. 1.53 કરોડમાં વેચાયો હતો, આટલા પૈસામાં તો એક મર્સિડીઝ કાર ખરીદી શકાય એમ હતી.
મોંગોલિયન બાજ કેવા હોય છે?: મોંગોલિયન બાજ ખૂબ જ ઝડપથી શિકાર કરે છે. તેઓ અન્ય બાજ કરતા મોટા અને વજનમાં ભારે હોય છે.
તેમની પાંખો ખૂબ જ મજબૂત હોય છે. મોંગોલિયન બાજ ઠંડા પ્રદેશોમાં રહે છે. તેમના વિશે એક બીજી વાત બતાવી દઈએ કે, તેઓ માણસના ઇશારાને ખૂબ સારી રીતે સમજી જાય છે.
મોંગોલિયન બાજ સફેદથી લઈને ઘેરા ભૂરા રંગના હોય છે, અને તેઓ દેખાવમાં ખૂબ સુંદર હોય છે. તેઓ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં સરળતાથી તેને અનુકૂળ થઇ જાય છે.
આરબ દેશોમાં મોંગોલિયન બાજની માંગ સતત વધી રહી છે. મોંગોલિયન બાજ તેમની ઝડપી ઉડાન, શક્તિ અને શિકાર કરવાની ક્ષમતા માટે પ્રખ્યાત છે. અહીં તમને બતાવી દઈએ કે, આ વર્ષે, 30થી વધુ દેશોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, અને અહીં વિવિધ પ્રકારના પ્રદર્શનો પણ દેખાડવામાં આવ્યા હતા.
આરબ દેશમાં, બાજ પાળવો અને તેનાથી શિકાર કરાવવો એ માત્ર એક રમત નથી, પરંતુ પ્રતિષ્ઠા અને પરંપરાનો વિષય છે. પરંપરાગત રીતે, બાજ સસલા, તેતર અથવા ઉડતા પક્ષીઓ જેવા નાના જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે. આ કળા સદીઓ જૂની છે અને હજુ પણ સામાજિક પ્રતિષ્ઠા સાથે સંકળાયેલી છે. પ્રદર્શનો જેવા કાર્યક્રમો બાજ પક્ષીઓની ઉડાન, સ્વરૂપ, શિસ્ત અને તાલીમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમની સ્પર્ધાઓ યોજવામાં આવે છે, જે હજારો દર્શકોને આકર્ષે છે. બાજ પક્ષીઓની સુંદરતા અને કુશળતા તેમને આ વારસાના પ્રતીક બનાવે છે.
આ વર્ષના પ્રદર્શનની એક ખાસ વિશેષતા એ હતી કે, પ્રથમ વખત મોંગોલિયન બાજ માટે એક ખાસ ઝોન બનાવવામાં આવ્યો હતો. આ ઝોન પૂર્વ એશિયાની આ અનોખી પ્રજાતિના સંરક્ષણ અને પ્રદર્શન માટે સમર્પિત હતો, જેના કારણે તેમની ઉપયોગિતા અને મહત્વને વધુ ઓળખ મળી હતી.

