'સિમ્બા' બાદ ક્રિકેટના મેદાન પર છવાયો રણવીર, જુઓ વધુ ફોટોઝ

PC: jagran.com

1983માં ભારતે પ્રથમ વખત ક્રિકેટનો વર્લ્ડકપ જીતી લીધો હતો અને આ ઐતિહાસિક ઘટનાને કોઈપણ ક્રિકેટ પ્રેમી ક્યારેય નહીં ભૂલી શકે અને રણવીર સિંહ કોઇને ભૂલવા પણ નહીં દે. રણવીર સિંહ આ જ વર્લ્ડ કપની સ્ટોરી પર બનનારી ફિલ્મમાં કપિલ દેવનું કેરેક્ટર પ્લે કરવા જઈ રહ્યો છે.

આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તાજેતરમાં મુંબઈમાં જુહુ-વિલે પાર્લેના મેદાનમાં રણવીર પહોંચ્યો હતો. ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટની મજા લઇને તે ખરેખર ક્રિકેટર બનવાના મૂડમાં આવી ગયો હતો. રણવીર સાથે ફિલ્મના દિગ્દર્શન કબીર ખાન પણ હતા અને સાથે કેટલાંક ફેન્સ પણ. જે રણવીર સાથે સેલ્ફી પડાવવા લાઇન લગાવીને ઊભા હતા.

કબીર ખાનની દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ '83'ને પહેલા 10 એપ્રિલ, 2019ના રોજ ગુડ ફ્રાઇડેના દિવસે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજી હવે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે. ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. જે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એટલે કે કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવશે. જેમણે ટીમ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો.

ભારત '83' ઉપરાંત 2011માં પણ વર્લ્ડકપ જીતી ચૂક્યું છે. જ્યારે કબીર ખાને ક્રિકેટની આ વાર્તા પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે માત્ર રણવીરનું નામ તેમના મગજમાં આવ્યું હતું. વર્ષ 2017ના સપ્ટેમ્બર મહિનામાં આ ફિલ્મનું મુંબઈમાં ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 83માં વર્લ્ડકપ જીતનાર તમામ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હાજર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp