વડોદરામાં મહિલા સંગઠનોએ હાર્દિક પંડ્યાના પોસ્ટર સળગાવ્યા, જાણો કેમ

PC: Youtube.com

ભારતીય ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાનો ખરાબ સમય ચાલી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ પોતાના સાથી ક્રિકેટર કે એલ રાહુલ સાથે કૉફી વીથ કરણ કાર્યક્રમમાં એક વિવાદીત નિવેદન આપીને ચર્ચા જગાવી છે. જેના પરિણામ રુપે હાર્દિક પંડ્યાને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં જનારી ટીમમાંથી હટાવી દેવામાં આવ્યો છે.

કરણ જોહરના ચેટ શૉ કૉફી વીથ કરણમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓ અંગે ભદ્દી કોમેન્ટ કરી હતી, જેના કારણે તેમને આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત અગ્રણી જીલેટે હાર્દિક પંડ્યા સાથે પોતાનો કરાર રદ્દ કરી નાખ્યો છે, જેના કારણે હાર્દિક પંડ્યાનો કરોડો રુપિયાનું નુક્સાન થઈ શકે છે. હાર્દિક પંડ્યાએ પોતાના નિવેદન બદલ માફી તો માંગી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડુ થઈ ગયું હતું. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સહિત અનેક ખેલાડીઓએ હાર્દિક પંડ્યાના નિવેદન પર નારાજગી જાહેર કરી છે.

હવે હાર્દિક પંડ્યાના હોમ ટાઉન વડોદરામાં પણ તેમને વિરોધનો સામનો કરવો પડી શકે છે. શહેરના કારેલીબાગ ખાતે મહિસા સંગઠનો દ્વારા હાર્દિકના પોસ્ટર સળગાવીને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાનો વિરોધ કરી રહેલી મહિલાઓએ ‘હાર્દિક પંડ્યા હાય...હાય...’ના સુત્રોચાર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp