અજાતશત્રુ અટલ (1)

08 Nov, 2016
02:00 AM

અંકિત દેસાઈ

PC: indianexpress.com

ભારતીય રાજકારણમાં બહુ ઓછા એવા નામ હશે, જે નામો વિશિષ્ટ ઉંચાઈએ વિરાજતા હશે. આજનું રાજકારણ હદે ડહોળાયું છે કે, એક પક્ષમાં બે-ત્રણ જૂથો ધબકતા હોય છે અને જૂથો વચ્ચે ટિકિટની વહેંચણીથી લઈને પ્રચાર-સંગઠનની જવાબદારીઓ સુધી સતત આંતરિક ચડસાચડસી પ્રવર્તતી હોય છે. કેટલીય વખત એવી આંતરિક ચડસાચડસી સપાટી પર પણ આવી જતી હોય છે, જેનું તાજુ ઉદાહરણ આપણને ઉત્તરપ્રદેશના સમાજવાદી પક્ષમાં જોવા મળ્યું. અને માત્ર સત્તા કે પોતાનો કક્કો સાચો પાડવા માટે જેના ડીએનએ એક હોય એવા નેતાઓ પણ બાખડીને બખડજંતર કરી શકે છે એની સાબિતી મળીજો એક પક્ષમાં નેતાઓ રીતે એક પાયરી નીચે ઉતરી પડતા હોય તો સ્વાભાવિક છે કે, વિરોધી દળોના નેતાઓ કઈ કક્ષાએ જતા હશે.

ખૈર, આપણે વાત કરવી હતી વિશિષ્ટ ઉંચાઈની. રાજકારણમાં સત્તા કે પદ કદાચ મેળવી શકાય છે, પરંતુ સાર્વત્રિક માન કે માન્યતા મેળવવી અત્યંત અઘરી છે. ક્ષેત્ર એવું છે, જ્યાં વ્યક્તિનો સતત વિરોધ થતો રહે છે. માત્ર વિપક્ષમાં નહીં, પણ આગળ કહ્યું એમ ખૂદ પોતાના પક્ષમાં વિરોધનો કે પોતાના યોગદાનની અવગણનાનો સામનો કરવો પડી શકે છે. ઘણી વખત વિરોધ એક સાચા અને સારા નેતાનું ઘડતર કરતો હોય છે. જોકે આજના રાજકારણમાં નથી તો વિરોધ કે ટીકા કરવાનું સ્તર જળવાયું કે નથી કોઈ રચનાત્મક ટીકા સહન કરી શકતું, જેને પગલે સાર્વત્રિક મૂલ્યોનો હ્રાસ થયેલો જોવા મળી રહ્યો છે.

જોકે જુદા જુદા કાળખંડમાં એકલ-દોકલ નેતાઓ એવા પણ આવતા રહ્યા છે, જે ખરા અર્થમાં નોખી માટીના કહી શકાય એવા માનવીઓ છે. આઝાદી પછીના દરેક દાયકાના નેતાઓનું મૂલ્યાંકન કરીશું ઓછામાં ઓછા બે નામો આપણી સામે આવશે, જે નેતાઓ ખરા અર્થમાં જનપ્રતિનિધી હતા અને એમના દરેક કાર્યો, પગલાં કે નિર્ણયોમાં લોકોની ઉન્નતિ પહેલા સ્થાને રહેતી. નામો એવા હશે, જેમણે ક્યારેય પોતાના નામ કે પદ પ્રતિષ્ઠાની ચિંતા નથી કરી. કે નથી એમણે નાનીમોટી લાંચ માટે નીતિ કે મૂલ્યો સાથે બાંધછોડ કરી. નેતાઓ માટે દેશ હંમેશાં કાળજાનો કટકો રહ્યો છે, જેને કારણે એમણે અનેક કટકીઓ જતી કરી છે. એવા ખરા અર્થમાં રાષ્ટ્રપ્રેમી અને રાષ્ટ્રવાદી નેતાઓને કોટી કોટી વંદન, પરંતુ હાલમાં આપણે મુદ્દાને નથી સ્પર્શવો. સિરીઝ પૂરતી આપણે માત્ર વાત કરવી છે અટલ બિહારી વાજયેયીજીની. જેઓ આજે ભલે શારીરિક રીતે કે રાજકીય રીતે નિષ્ક્રિય છે, પરંતુ જ્યારે જ્યારે ભારતના રાજકારણનો ઈતિહાસ લખાશે ત્યારે એમનું મૂલ્યાંકન મૂઠ્ઠી ઉંચેરા માનવી તરીકે થશે. નેતા ભારતના રાજકારણનું એવું નામ છે, જેમણે સત્તા હાથમાં રહે કે રહે, પરંતુ મૂલ્યોને ક્યારેય હાથમાંથી સરકવા નથી દીધા અને જ્યાં સુધી રાજકારણમાં સક્રિય રહ્યા ત્યાં સુધી  મૂલ્યોનું કાળજીપૂર્વક જતન કર્યું છે. વળી, માત્ર પોતે નહીં, પણ એક જવાબદાર નેતા કે જનસંઘ-ભાજપના માર્ગદર્શક તરીકે એમણે એમના સમકક્ષો કે અનુગામીઓને નીતિ તેમજ મૂલ્યોની જાળવણીની તાલીમ આપી છે અને જરૂર ડ્યે નેતા કે કાર્યકર્તાઓને 'રાજધર્મ'ની યાદ પણ અપાવતા રહ્યા છે.

નેતા તરીકે વાજયેયીજી કેમ ઊંચા ગજાના હતા બાબતના એક નહીં, પચાસ દૃષ્ટાંતો ઉપલબ્ધ છે અને સિરીઝમાં જરૂર પડ્યે આપણે એનો ઉલ્લેખ પણ કરીશું. પરંતુ આજે એક નાનકડું ઉદાહરણ જોઈએ, જે એમની મોટપનો પરચો આપશે. ગયા વર્ષે અરવિંદ કેજરીવાલે જેમ વડાપ્રધાનને સાયકોપેથ કહેલા એમ એક વાર સોનિયા ગાંધીએ વાજયેયીજીને માનસિક રોગના દર્દી કહેલા. સોનિયા ગાંધીના આવા વિધાન બાદ ભાજપના નેતાઓ ધૂઆંપૂઆં થાય સ્વાભાવિક છે. મધ્યપ્રદેશમાં તો એવી ઘટના ઘટેલી કે, એક સભામાં હાલના આપણા લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન અને તત્કાલિન મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સાથે થઈ ગયેલા, જ્યાં એમણે વારાફરતી ભાષણ કરવાનું હતું. પરંતુ સોનિયા ગાંધીની ટિપ્પણીથી સુમિત્રા મહાજન એટલા વિફરેલા કે, એમના ભાષણનો સમય આવ્યો ત્યારે તેઓ માઈક પાસે જવાની જગ્યાએ મંચ પરથી ઉતરી પડેલા અને માગણી કરેલી કે, સોનિયા ગાંધીની જગ્યાએ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પોતે માફી માગે. અને જ્યાં સુધી તેઓ માફી માગે ત્યાં  સુધી તેઓ ભાષણ નહીં આપશે!

રીતે ભાજપના મોટા નેતાઓ પણ વાજપાયીજી પાસે પ્રસ્તાવ લઈને ગયેલા કે, આપણે સોનિયા ગાંધીના વિધાન પર સત્તાપક્ષને ઘેરીએ અને આંદોલન કરીએ. જોકે વાજયાયીજીએ ત્યારે પોતાના નેતાઓને સંભળાવેલું કે, મારા પરની વ્યક્તિગત ટિપ્પણી ક્યારેય સત્તાપક્ષને સાણસામાં લેવાનો હેતુ હોઈ શકે. સત્તાપક્ષને ઘેરવા માટે નક્કર કારણો હોવા જોઈએ, આખરે આપણે અહીં દેશના પ્રશ્નો અને લોકોની સમસ્યાઓ માટે રાજકારણમાં છીએ!

આવી ઘટનાઓ આજકાલમાં બને તો આજના વિચારધારા વિનાના, માત્ર સત્તાને ધ્યાનમાં રાખી રાજકારણમાં કૂદી પડેલા અને સમયાંતરે એકબીજા પર સાવ વાહિયાત આક્ષેપો કરતા નેતાઓ શું કરે? ડિસ્ક્રાઈબ કરવાની જરૂર છે ખરી? જવા દો વાત.

વાજયેયીજી આવતા મહિને  બાણું વર્ષ પૂરા કરી રહ્યા છે. શારીરિક રીતે તેઓ હવે લગભગ નિષ્ક્રિય થઈ ગયા છે અને ઉંમરની અસર એમની યાદદાસ્ત પર પણ વર્તાઈ રહી છે. બે વર્ષ પહેલા એમના જન્મ દિવસે એમને દેશનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' એનાયત થયેલો ત્યારે પણ તેઓ એમની નજીકના કેટલાક નેતાઓને ઓળખવામાં ગોથું ખાઈ ગયેલા. પચાસ વર્ષની લાંબી રાજકીય કારકિર્દીમાં વાજયેયીજીએ નહેરુ, શાસ્ત્રીજીથી લઈ સોનિયા ગાંધી સુધીનાઓને સંસદમાં બેઠેલા જોયા છે. યુવાનવયે મોરારજી દેસાઈ જેવા ધૂંરંધરો સાથે કામ કર્યું છે તો પોતે પીઢ નેતાની શ્રેણીમાં આવ્યા ત્યારે નરેન્દ્ર મોદી કે પ્રકાશ જાવડેકર જેવા નવા નિશાળીયાઓના હૂનર પારખી એમને પક્ષ અને સરકારમાં વિવિધ જવાબદારીઓ સોંપી છે. નેતાનું પોતાના પક્ષમાં જેટલું માન છે એટલું માન વિપક્ષમાં પણ છે. વિપક્ષના નેતા તરીકે કે વડાપ્રધાન તરીકે સંસદમાં એમણે જ્યારે જ્યારે ક્તવ્ય આપ્યું છે ત્યારે એમને સંસદમાં રોજ કરતા વધુ હાજરી નોંધાતી એવું સંસદનું હાજરી પત્રક કહે છે.

રાજકારણમાં આવ્યા પછી નેતા મોટાભાગે વિપક્ષમાં બેસવું પડ્યું છે, અને તોય એમના કોઈ વિરોધી નથી. એટલે એમને 'અજાતશત્રુ અટલ' તરીકે ઓળખવામાં આવે છે. તો આવતા મંગળવારથી વાજયેયીજીના જન્મ દિવસ સુધી આપણે માણીશું એક મજાની સિરીઝ, જેનો આશય વો નથી કે, અટલજી કેટલા મહાન હતા. આ સિરીઝ શરૂ કરવા પાછળ કોઇ રાજકીય ગણતરી કે કોઈ પક્ષને વહાલા થવાનો આશય પણ ન હોઈ શકે, કારણ કે, વાજયેયીજી હવે પક્ષથી ઉપર ઊઠીને માત્ર કોઈ પક્ષના નેતા નહીં, પરંતુ ભારત દેશના નેતા છે.  અહીં આશય માત્ર એટલો કે, એક શ્રેષ્ઠ નેતા કેવા હોય અને એમનો જીવન સંઘર્ષ કેવો હોય.... તો મળીએ આવતા મંગળવારે...                                                                                            

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.