40 વર્ષથી ઓછી ઉંમરના સેલ્ફ મેડ ધનવાનોના લિસ્ટમાં નિખિલ કામથે મારી બાજી

PC: scmp.com

દિગ્ગજ બ્રોકરેજ ફર્મ ઝીરોધાના કો ફાઉન્ડર નિખિલ કામથે ધનવાનોના લિસ્ટમાં બાજી મારી છે. આ સૂચિમાં 40 વર્ષની ઉંમરથી નીચેના એવા લોકોને રાખવામાં આવ્યા છે કે, જે પહેલી પેઢીના ધનવાન છે એટલે કે, સેલ્ફ મેડ અમીર છે. તેમની સંપત્તિ 17500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. IIFL વેલ્થ હારૂન ઇન્ડિયા 40 એન્ડ અંડર સેલ્ફ મેડ રિચ લિસ્ટ 2022માં કામથ ટોપ પર છે. કામથ બાદ આ સૂચિમાં 11700 કરોડની સંપત્તિ સાથે ઓલાના ફાઉન્ડર બાવિશ અગ્રવાલ છે. ત્રીજા સ્થાન પર મીડિયાડોટનેટના દિવ્યાંક તુરખિયા છે, જેની સંપત્તિ 11200 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

હારૂનની આ સૂચિમાં સૌથી ઓછી ઉંમરના કૈવલ વોરા છે. કૈવલ 19 વર્ષના છે અને તે ઇન્સ્ટન્ટ ગ્રોસરી એપ ઝેપ્ટોનો કો ફાઉન્ડર છે. જ્યારે સૂચિમાં સૌથી ઓછી ઉંમરની આંત્રપ્રિન્યોર મહિલા નેહા નારખેડે છે. ભારતીય અમેરિકન નેહા એક સ્ટ્રીમિંગ ડેટા ટેક્નોલોજી કંપની કંફ્લુએન્ટના કો ફાઉન્ટર છે. નેહા ઓવરઓલ સૂચિમાં 4700 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે દસમા સ્થાન પર છે.

હારૂનની આ સૂચિ આજે 28મી સપ્ટેમ્બરના રોજ જારી થઇ છે અને તેમાં 1 હજાર કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિના લોકો શામેલ થયા છે. આ વખતે તેમાં 15 નવા લોકો શામેલ છે અને દરેક સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ છે. ફિઝિક્સવાલાના કો ફાઉન્ડર્સ અલખ પાંડેય અને પ્રતિક માહેશ્વરી પહેલી વખત લિસ્ટમાં શામેલ છે અને બંનેને 4 4 હજાર કરોડની સપંત્તિ સાથે 11માં સ્થાન પર રખાયા છે.

હારૂન ઇન્ડિયાના MD અને ચીફ રિસર્ચર અનસ રહેમાન ઝૈદ અનુસાર, 40થી ઓછી ઉંમરના સેલ્ફ મેડ અમીરોની સંપત્તિમાં વાર્ષિક આધાર પર 11 ટકાનો વધારો થયો છે અને 183700 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. સૌથી વધારે 14 અમીર બેંગલોરથી છે અને ત્યાર બાદ દિલ્હી અને મુંબઇ જેવા મોટા શહેરોથી 8-8 અમીરો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp