એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ બિહારમાં જાહેર થયુ અરેસ્ટ વોરંટ, થઇ શકે છે ધરપકડ

PC: businesstoday.in

દેશની ફેમસ ફિલ્મ નિર્માતા એકતા કપૂર અને શોભા કપૂરની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. બંને વિરુદ્ધ બિહારની એક કોર્ટે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે. કોર્ટ દ્વારા આ અરેસ્ટ વોરંટ વેબ સીરિઝ ટ્રિપલ એક્સને લઈને જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દેશના સૈનિકની પત્નીને સૈનિકના યુનિફોર્મમાં બીજા લોકોની સાથે શારીરિક સંબંધ બનાવતા બતાવવામાં આવી હતી. બિહારના બેગૂસરાયમાં નોંધાવવામાં આવેલી આ ફરિયાદમાં હવે અરેસ્ટ વોરંટ જાહેર થયું છે.

આ વેબ સીરિઝને સેનાનું અપમાન માનતા બેગૂસરાયની કોર્ટમાં એક કેસ ગત વર્ષ 2021માં જ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટ દ્વારા એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. બેગૂસરાયના એડવોકેટ ઋષિકેશ પાઠકે મામલાની માહિતી આપતા જણાવ્યું કે, વેબ સીરિઝ કંપનીની નિર્માતા એકતા કપૂર અને શોભા કપૂર દ્વારા એક ખરાબ વેબ સીરિઝ પોર્ટલ પર નાંખવામાં આવી હતી, જેમાં ભારતીય સૈનિકોનું અપમાન કરવામાં આવ્યું હતું.

ભારતીય સૈનિક જે દેશની રક્ષા કરે છે, જેમના કારણે આપણે સુરક્ષિત છીએ, જ્યારે તે ડ્યૂટી પર તહેનાત રહે છે, ત્યારે તેમની પત્ની પોતાના મિત્રોને બોલાવીને સેનાનો યુનિફોર્મ પહેરીને શારીરિક સંબંધ સ્થાપિત કરે છે, આને વેબ સીરિઝમાં પ્રસારિત અને પ્રચારિત કરવામાં આવ્યું હતું. એડવોકેટ પાઠકે જણાવ્યું કે, આ વેબ સીરિઝના નિર્માતાઓ વિરુદ્ધ વિભિન્ન જિલ્લાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ જ સંબંધમાં બેગૂસરાયમાં પણ ભૂતપૂર્વ સૈનિક પ્રકોષ્ઠના શંભૂ કુમારે બેગૂસરાય કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

વકીલે જણાવ્યું કે, આ કેસ રાજીવ કુમારની કોર્ટમાંથી થઈને વિકાસ કુમારની કોર્ટમાં ટ્રાન્સફર થયો છે અને ત્યાંથી જ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. એડવોકેટ ઋષિકેશ પાઠકે જણાવ્યું કે, અહેવાલોનું સમર્થન કરતા આ બંને વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

સમાચારો અનુસાર, એકતા કપૂરે આ મામલાને લઈને પોતાની સ્પષ્ટતા પણ કરી હતી. તેણે કહ્યું હતું કે, આ મામલામાં માહિતી મળતા જ વેબ સીરિઝમાંથી આ સીનને હટાવી દેવામાં આવ્યો હતો. આની સાથે જ એકતાએ પોતાની ભૂલનો સ્વીકાર કરીને લોકો પાસે માફી પણ માગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp