26th January selfie contest

રિશિ કપૂરની તબિયત જાણવા અમેરિકા પહોંચ્યા અંબાણી

PC: instagram.com/neetu54/

કેન્સરની બીમારી સામે લડી રહેલા રિશિ કપૂરને મળવા છેલ્લા ઘણા દિવસથી બોલિવુડ સેલિબ્રિટિઝ આવી રહ્યા છે, જેમાં હવે બિઝનેસમેન મુકેશ અંબાણીનો પણ સમાવેશ થાય છે. રિશિ કપૂરને મળવા માટે મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા અંબાણી સાથે ન્યૂયોર્ક પહોંચી ગયા હતા, જ્યાં રિશિ કપૂરની કેન્સરની બીમારીનો ઇલાજ ચાલી રહ્યો છે.

રિશિ કપૂરની પત્ની નીતુ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથેની તસવીર શેર કરી હતી, જેમાં રિશિ કપૂર પહેલાની સરખામણીએ  ઘણા તંદુરસ્ત જોવા મળ્યા હતા. તેમના ચહેરા પર ચમક દેખાતી હતી અને વજન પણ ઠીકઠાક હતું. બીજી તસવીર પણ શેર કરવામાં આવી હતી, જેમાં રિશિ કપૂરની બહેન રિતુ નંદા જોવા મળી હતી.

આ તસવીરો સાથે નીતુ કપૂરે લખ્યું હતું કે, અમુક લોકો તમને વિશ્વાસ અને માનસિક શાંતિ અપાવવા માટે આવે છે. તમારા સપોર્ટ માટે આભાર મિસ્ટર એન્ડ મિસિઝ અંબાણી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp