26th January selfie contest

Video: ડેરી મિલ્કની નવી એડ મહિલાઓને મજબૂત દેખાડી રહી છે, લોકોએ કર્યા વખાણ

PC: ndtv.com

શું તમે ડેરી મિલ્ક ચોકલેટ ખાધી છે? તમે કહેશો- હા કે પછી કહેશો ચોકલેટ તો બાળકો ખાય છે. ખેર, યાદ કરો 90ના દશકાને જ્યારે ડેરી મિલ્કની એક એડે ટીવી પર ખૂબ ધૂમ મચાવી હતી. તે જાહેરાતની ટેગલાઇન હતી- અસલી સ્વાદ જિંદગી કા. આ જાહેરાતમાં જોઇ શકાતું હતું કે એક ક્રિકેટર રમી રહ્યો હોય છે. જ્યારે તે શોટ લગાવે છે તો સ્ટેડિયમમાં બેસેલી તેની ગર્લફ્રેન્ડ ખુશ થઇ જાય છે. તે સિક્યોરિટી ગાર્ડને ચકમો આપી મેદાનમાં ડાંલ કરવા આવી જાય છે. આ જાહેરાતનો ઉદ્દેશ ચોકલેટને સામાન્ય લોકો વચ્ચે પ્રચલિત કરવાનો હતો. આ જાહેરાત એ લોકો માટે હતી જે સમજતા હતા કે ચોકલેટ માત્ર બાળકો જ ખાય છે.

હવે કેડબરીની વધુ એક જાહેરાત માર્કેટમાં આવી છે. આ જાહેરાતનું દ્રશ્ય તો એજ છે, પણ રમત જુદી છે. પહેલા જરા તમે વીડિયો જુઓ.

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક મહિલા ક્રિકેટર ક્રિકેટના મેદાને બેટિંગ કરી રહી હોય છે. ત્યારે તે વિનિંટ શોટ લગાવે છે. સ્ટેડિયમમાં તેનો બોયફ્રેન્ડ હોય છે. તે ચોકલેટ ખાઇ રહ્યો હોય છે. મેચ જીતતા જ મહિલા ક્રિકેટરનો બોયફ્રેન્ડ સિક્યોરિટી ગાર્ડને ચકમો આપી ગ્રાઉન્ડમાં ડાંસ કરવા લાગે છે.

આ જાહેરાતનો હેતુ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનું છે. એક સમય હતો જ્યારે ક્રિકેટમાં પુરુષોનો દબદબો હતો. પણ હવે દેશની મહિલાઓ પણ આગળ વધી રહી છે. આ જાહેરાત લોકોને ખૂબ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ વાયરલ થઇ રહી છે.

આ જાહેરાતને એક ટ્વીટર યૂઝરે પોતાના અકાઉન્ટ પર શેર કરી છે. જેને અત્યાર સુધીમાં લગભગ 1.5 લાખથી વધારે લોકોએ જોઇ છે. તો 2.5 હજારથી વધારે લોકોએ રિટ્વીટ કરી છે. તમને આ જાહેરાત કેવી લાગી, કમેન્ટ કરી જરૂર જણાવજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp