કેન્દ્રએ ગુજરાતને આપી આ મોટી ભેટ

PC: pv-tech.org

ગુજરાતમાં સોલાર વીજળીનું ઉત્પાદન વધતું જાય છે. ગુજરાતે કેન્દ્રના રિન્યુએબલ એનર્જી ડિપાર્ટમેન્ટમાંથી ત્રણ મંજૂરીઓ પ્રાપ્ત કરી છે. કુલ 22 રાજ્યોના 45 સોલાર પાર્ક મંજૂર થયા છે અને તેની ક્ષમતા 22,449 મેગાવોટ થવા જાય છે.

ગુજરાતમાં જે ત્રણ સોલાર પાર્ક મંજૂર થયા છે તેમાં 6200 મેગાવોટની વીજળી પેદા થશે. રાજ્યના ત્રણ સોલાર પાર્ક પૈકી એક અમદાવાદ નજીક ધોલેરા આવે છે. આ સોલાર પાર્કમાં 5,000 મેગાવોટ વીજળી પેદા કરવાનું લક્ષ્યાંક છે. બીજા બે સોલાર પાર્ક રાધાનેસડા અને હર્ષદ, કે જે ચારણકા પાસે આવેલો છે ત્યાં 1,200 મેગાવોટ વીજળી પેદા કરવામાં આવી રહી છે.

સમગ્ર દેશમાં રાજસ્થાન નંબર વન સ્ટેટ બન્યું છે જ્યાં છ સોલાર પાર્ક સાથે 4,331 મેગાવોટ વીજળી પેદા થાય છે જ્યારે ચાર સોલાર પાર્ક અને 4,160 મેગાવોટ વીજળી સાથે બીજાક્રમે આંધ્રપ્રદેશ ટોચ પર છે. કેન્દ્રના બિન પરંપરાગત ઉર્જા વિભાગની આ માહિતી છે.

ગુજરાત સરકારે ઉત્તર ગુજરાત ઉપરાંત ધોલેરા સ્પેશ્યલ ઇકોનોમિક રિજીયનમાં સોવાર પાર્ક નાંખવાનો નિર્ણય કર્યો છે જેને ભારત સરકારની મંજૂરી મળી ચૂકી છે. પ્રથમ તબક્કે 1,000 મેગાવોટ વીજળી પેદા કરાશે. ધોલેરા એ સ્માર્ટ સિટી બનવાનું છે ત્યારે આ સોલાર પાર્કથી ઉદ્યોગોને વધારે સુવિધા મળી રહેશે.

જો કે GST અને અનિશ્ચિતતાઓ વચ્ચે સોલાર પ્રોજેટ્ને અસર થઇ છે. સોલાર વીજળીમાં કામ કરતી કંપનીઓ મૂડીરોકાણ કરવા એટલી ગંભીર નથી બની, કારણ કે તેમને ખોટ જવાની શંકા છે. સરકારના કેટલાક કડક નિયમોથી આ એકમો ખફા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર જો અંતરાયો દૂર કરે તો ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેક્ટ અને સોલાર પાર્ક માટે ઉજળી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp