26th January selfie contest

ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યના પરિવારને અકસ્માત નડ્યો, પૌત્રીનું મોત

PC: Khabarchhe.com

ગઈ કાલનો દિવસ ગુજરાતના બે ધારાસભ્યો માટે દુખનો દિવસ હતો, કારણ કે, કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલ કગથરા પશ્ચિમ બંગાળમાં અકસ્માત નડ્યો હતો. તેઓ પરિવાર સાથે જે બસમાં મુસાફરી કરી રહ્યા તે બસનો અકસ્માત થતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. તો બીજી તરફ જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પરિવારને પણ બીજા રાજ્યમાં અકસ્માત નડ્યો હતો, આ અકસ્માતમાં તેમની પૌત્રીનું મોત થયું હતુ.

એક રીપોર્ટ અનુસાર કોંગ્રેસના જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પુત્ર મનોજભાઈ પરિવારના સાત સભ્યો સાથે આંધ્ર પ્રદેશ ફરવા માટે ગયા હતા. ત્યાથી તેઓ જ્યારે કારમાં હૈદરાબાદ જવા માટે રવાના થયા ત્યારે ચાર વાગ્યાની આસ પાસ તેમની કારનો હૈદરાબાદથી 70 કિલોમીટર દૂર ટ્રક સાથે અકસ્માત થયો હતો.

Chania

મળતી માહિતી અનુસાર મનોજભાઈની આગળના કાર ચાલકે રસ્તા પર અચાનક બ્રેક મારી હતી, જેના કારણે મનોજભાઈએ પોતાની કારને સાઈડમાંથી કાઢવાનું નક્કી કર્યું કાર સાઈડમાં લીધી તે સમયે અચાનક એક ટ્રક સામેથી આવ્યો અને મનોજભાઈની કારની ટ્રક સાથે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં મનોજભાઈની પુત્રી અને ભીખાભાઈ જોશીની પૌત્રી પરી જોશીનું મોત નીપજ્યું હતુ. જયારે અન્ય લોકો ઘાયલ થવાના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp