26th January selfie contest

ગુજરાત આવેલા મેનકા ગાંધીએ ઊંટને પાણીમાં તરતા મૂકવાની માંગણી કરી, જાણો કારણ

PC: etimg.com

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે તેઓ અમદાવાદના મહેસાણા હાઈ-વે પર ઓળ છત્રોલ પાસે પીપલ્સ ફોર એનીમલ્સ હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતુ. હોસ્પિટલના ભૂમિપૂજનના પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પર્યાવરણ પ્રેમી અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રી મંડળ સામે આક્ષેપ કર્યો હતો કે, ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં એનીમલ હસબન્ડરી ક્ષેત્રે કોય જ કાર્ય થયું નથી. આ ઉપરાંત ગુજરાતમાં પણ પ્રાણીઓની સારવાર માટે યોગ્ય વ્યસ્થા ન હોવાના કારણે કલોલમાં કરોડોના ખર્ચે એનિમલ હોસ્પિટલ બનાવવામાં આવશે.

હોસ્પિટલના ઉદ્ધઘાટન પ્રસંગે હાજર રહેલા કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ રાજ્ય સરકાર પાસે જામનગરમાં મોરની સેન્ચ્યુરી બનવાની અને પાણીમાં તરતી ઊંટની પ્રજાતીને પાણીમાં તરવાની મંજૂરી આપવાની પણ માંગણી કરી છે. આ સાથે તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આગામી સરકાર પણ ભાજપની સરકાર રહેશે અને યુપીમાં ભાજપનો સારો દેખાવ થશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઊંટની ત્રણ પ્રજાતિઓ જોવા મળે છે. જેમાં એક ઊંટની પ્રજાતિ એવી છે કે, તે દરિયાના પાણીમાં તરી શકે છે. આ ઊંટને ગુજરાતમાં ખારાઈ ઊંટ તરીકે ઓળખવામાં આવે છે અને આ ઊંટ ખારા પાણીમાં ઉગતી વનસ્પતિને ખાઈને જીવે છે અને પાણીમાં ત્રણ કિલોમીટર સુધી તરી શકે છે. મોટા ભાગે આ પ્રકારના ઊંટ ફકીરાની જાટ સમુદાયના લોકો પાળે છે અને દુનિયામાં એક માત્ર પાણીમાં તરનારા આ ઊંટનું પાલન રબારી તથા જાટ લોકો દ્વારા કરવામાં આવે છે. 2012માં આ ઊંટની સંખ્યા રાજ્યમાં 4000 હતી અને અત્યારે આવા 3500 જ ઊંટ હોવાના કારણે તેને બચાવવાની અને પાણીમાં તરતા મુકવાની માંગણી કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ કરી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp