ભારતનાં આ મંદિરમાં સ્ટીવ જોબ્સ ન આવત તો Appleનું શું થાત?

PC: Pngimg.com

આજે Apple દુનિયાની સૌથી ઝડપથી વિકસતી કંપનીઓ પૈકીની એક છે. મંગળવારે Appleએ પોતાનો નવો આઈફોન લોન્ચ કર્યો હતો. આ પ્રસંગે એક વસ્તુ તરફ સૌનું ધ્યાન કેન્દ્રીત કરવાની લાલચ રોકી શકાતી નથી. જોબ્સ એક તબક્કે સન્યાસ લેવાની તૈયારી કરી રહ્યા હતા. જો જોબ્સ સન્યાસ લઈ લેતે તો આજે Apple આજે ઉંચા મુકામ પર પહોંચી શકી ન હોત.

ભારતના આ મંદિર અંગે એટલું બતાવી દઈએ કે આ મંદિરની મુલાકાત બાદ સ્ટીવ જોબ્સને Apple શરુ કરવાની પ્રેરણા મળી હતી. આજે આ કંપનીની વેલ્યૂ 48 લાખ કરોડ છે.

1973માં સ્ટીવ જોબ્સ ભારત આવ્યા હતા. જીવનની અફરા-તફરીથી કંટાળી ગયેલા જોબ્સ સન્યાસ લેવા માટે આ મંદિરની મુલાકાતે આવ્યા હતા. પરંતુ ઉત્તરાખંડનાં નૈનિતાલમાં સ્થિત નીમ કરોલીબાબાનાં મંદિરમાં પહોંચતા જ તેમનું જીવન બદલાઈ ગયું હતું.

સ્ટીવે ભારતમાં પોતાના મિત્ર ડેનની સાથે મુલાકાત લીધી હતી. બન્ને નીમ કરોલી બાબાને મળવા માંગતા હતા. પરંતુ તેઓ અહીંયા આવે તે પહેલા તો નીમ કરોલી બાબાનું નિધન થઈ ગયું હતું. ત્યાર બાદ પણ સ્ટીવ મંદિરમાં આવ્યા અને ધ્યાન યોગ કર્યા.

મંદિરમાં રોકાણ કર્યા બાદ તેમને પ્રેરણા મળી કે સન્યાસ લેવાનાં બદલે પોતાનાં દેશ અમેરિકા પહોંચી કંઈ કરવું જોઈએ. તેમના મગજમાં એક કંપની શરૂ કરવાનો આઈડિયા આવ્યો. ત્યાર બાદ Appleનો જન્મ થયો.

નીમ કરોલી બાબા અને તેમનાં મંદિરથી સ્ટીવ જોબ્સ એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે ફેસબુકનાં સ્થાપક માર્ક ઝુકરબર્ગને પણ આ મંદિરમાં જવાનું સૂચવ્યું હતું. આ મંદિરે માર્કની વિચારધારા બદલવામાં મદદ કરી અને તેમણે ફેસબુકને નવા મૂકામ પર પહોંચાડી દીધું.

આજે Appleને દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત કંપની મનાય છે. તેનું નેટ વર્થ 48 લાખ કરો઼ રૂપિયા કરતાં પણ વધુ છે. ફોર્બ્સનાં રિપોર્ટ પ્રમાણે Apple જે પ્રકારે પ્રગતિ કરી રહી છે તે જોતાં ટૂંકા સમયમાં એક ખરબ ડોલરની કંપની બની શકે છે.

નીમ કરોલી બાબાનું મંદિર નૈનિતાલમાં આવેલું છે. આ હનુમાનનું મંદિર છે. આશ્રમનું નામ નીમ કરોલી બાબાના નામે રાખવામાં આવ્યું છે. તેમનાં અનેક કિસ્સાઓ અહીંયા ખૂબ પ્રચલિત છે. દર વર્ષે લાખો લોકો અહીંયા દર્શન કરવા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp