26th January selfie contest

GST કાઉન્સિલની બેઠકમાં જુઓ કઈ વસ્તુ સસ્તી-મોંઘી થઈ, પેટ્રોલને જાણો GSTમા લવાશે

PC: PIB

નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શુક્રવારે GST કાઉન્સિલની 45મી બેઠક લખનૌમાં મળી હતી. લગભગ 2 વર્ષ બાદ સામસામે બેઠક થઈ. આ બેઠકમાં ઘણા એવા નિર્ણય થયા જેનાથી મોંઘવારીનો માર પડ્યો છે તો કેટલીક વસ્તુઓ પર રાહત મળ્યો છે. GST કાઉન્સિલની આ બેઠક પહેલા ઘણી અટકાળો લગાવવામાં આવી રહી હતી કે આ વખતે કદાચ પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવામાં આવશે અને સામાન્ય લોકોને ઈંધણના ભડકે બળતા ભાવમાંથી રાહત મળશે. આ અટકળોનું કારણ કેરળ હાઇકોર્ટના આ સંબંધમાં આપવામાં આવ્યું હતું પરંતુ નાણાં મંત્રીની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે હાઈકોર્ટના આદેશના કારણે બેઠકમાં આ મુદ્દાને સામેલ કરવામાં આવ્યો પરંતુ કાઉન્સિલ આ વાત પર સહમત ન થઈ કે અત્યારે તેનો યોગ્ય સમય નથી.

GST કાઉન્સિલની બેઠકમાં વિદેશોથી આયાત કરવામાં આવતી કેટલીક જીવન રક્ષક દવાઓને GSTમાંથી છુટકારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દવાઓમાં ખૂબ મોંઘી દવાઓ Zolgensma અને Viltesma સામેલ છે. GST કાઉન્સિલે કોરોના મહામારી દરમિયાન તેની સારવાર સાથે જોડાયેલી દવાઓ પર GSTનો દર ઘટાડયો હતો. આ દવાઓ પર મળી રહેલી આ ટેક્સ છૂટ 31 ડિસેમ્બર 2021 સુધી મળતી રહેશે. એ છૂટ માટ રેમાડેસીવિર જેવી દવાઓ પર મળશે, ન કે કોરોના વાયરસની સારવાર માટે ઉપયોગ થતા અન્ય ઉપકરણો પર.

GST કાઉન્સિલે કેન્સરની સારવારમાં કામ આવનારી દવાઓને પણ સસ્તી કરી છે. હવે એ દવાઓ પર 12 ટકાની જગ્યાએ 5 ટકાના દરથી GST લાગશે. GST કાઉન્સિલે વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે ટ્રાન્સપોર્ટને લઈને. રાજ્ય સરકારો ટ્રાન્સપોર્ટ કંપનીઓ પાસે ટ્રકો પર રાષ્ટ્રીય પરમિટ ચાર્જ લે છે. આ ચાર્જ પર GST લાગે છે જેને હવે સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. આ રીતે ટ્રાન્સપોર્ટ પહેલાથી થોડું સસ્તું થવાની આશા છે.

GSTકાઉન્સિલે રેલવેના એન્જિન અને તેની સાથે જોડાયેલા અન્ય પાર્ટ્સ પર GSTના દરને 12 ટકાથી વધારીને 18 ટકા કરી દીધો છે. આ નિર્ણય એ વસ્તુઓ પર કરના ઢાંચાને યોગ્ય કરવા માટે લેવામાં આવ્યો છે. એવામાં કરના આ વધેલા ખર્ચનો ભાર સમયને લોકો પર પડી શકે છે. GST કાઉન્સિલની બેઠકથી પહેલા પેટ્રોલ ડીઝલ સસ્તા થવાની જેમ સ્વિગી અને ઝોમાટો પરથી ભોજન મંગાવવું મોંધું થવાની અટકળો હતી પરંતુ કાઉન્સિલે એ સર્વિસ પર કોઈ ટેક્સ ન લગાવવાનો નિર્ણય લીધો છે. આ એપ બસ રેસ્ટોરાંની જગ્યાએ ભોજન પર લાગનારા ટેક્સની વસૂલી કરીને સરકારને આપશે.

લખવા માટે કામ આવતી બૉલપેન હવે મોંઘી થઈ શકે છે. અત્યારે કેટલીક શ્રેણીની બૉલપેન પર 18 ટકા દરથી GST લાગે છે તો કેટલીક પર 12 ટકાના દરથી. હવે તેને એક સમાન કરીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. આ રીતે બૉલપેન થોડી મોંઘી થવાની સંભાવના છે. GST કાઉન્સિલની બેઠકમાં હવાઈજહાજોના આયાત કે લીઝ પર લેવાને લઈને કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે. તેનાથી ડબલ કરાધાનની સમસ્યાથી છુટકારો મળશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ઘરેલુ એરલાઇન્સને લાભ થશે. હવે જોવાનું એ રહ્યું કે શું આ એવિએશન કંપનીઓ આ બચત ગ્રાહકો સુધી પહોંચાડે છે?

એ સિવાય GST કાઉન્સિલની બેઠકે બે મંત્રી ગ્રુપ બનાવવાની વાત કહી છે. તેમાંથી એક મંત્રી ગ્રુપ GST દરો સાથે જોડાયેલી સમસ્યાઓ અને તેને તાર્કિક બનાવવાના સમાધાન પર રિપોર્ટ તૈયાર કરશે. તો બીજું ગ્રુપ GSTનું અનુપાલન, ઇ-વે બિલ, ટેક્નિકના ઉપયોગ અને વ્યવસ્થામાં લૂપ હોલ્સને દૂર કરવા માટે પોતાનો રિપોર્ટ આપશે. આ બંને મંત્રી ગ્રુપ 2 મહિનાની અંદર પોતાના રિપોર્ટ આપશે. એવામાં જોવાનું એ રહેશે કે આ રિપોર્ટ આવ્યા બાદ કઈ વસ્તુઓના ભાવ વધશે અને કોના ભાવ ઘટશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp