26th January selfie contest

સાધ્વી પ્રજ્ઞાના વિવાદીત નિવેદન પર બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારે કરી આ માગ

PC: deccanchronicle.com

ભોપાલથી BJP ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની તરફ મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવા બાબતે BJPની મુશ્કેલીઓ ઓછી નથી થઇ રહી. હવે બિહારના સી.એમ. અને BJP સાથે NDAમાં સામેલ નિતીશકુમાર સલાહ આપી છે નિતીશ કુમારએ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞાની નિવેદન  માટે BJPએ તેમને પાર્ટીમાંથી બહાર કાઢવા જોઈએ. પટનામાં મત આપ્યાં પછી નિતીશકુમારે પત્રકારો સાથે વાતચીત કરી હતી.

નિતીશકુમારે કહ્યું કે મહાત્મા ગાંધીને લઇને આ પ્રકારના નિવેદનોને સહન કરી શકાય નહીં. જોકે સાથે સાથે તેમણે પણ કહ્યું કે આ ભાજપનું આંતરિક મામલો છે, પરંતુ તેમના આવા પ્રકારના નિવેદનને લઇને તેમને પાર્ટીમાંથી કાઢવા માટે વિચારવું જોઈએ. નિતીશ કુમારે કહ્યું કે ચૂંટણીમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો તે લોકશાહી માટે ઠીક નથી. ચૂંટણીગત ભાષામાં મર્યાદા હોવી જોઈએ.

નિતીશકુમારે કહ્યું કે કંઇ પણ થાય તો પણ કેન્દ્રમાં NDAની સરકાર જ બનશે તેમાં જેડીયુ પણ શામેલ હશે. તેમણે કહ્યું, 2019 ની લોકસભા ચૂંટણી ખૂબ લાંબી થઈ જે ઠીક છે. ચૂંટણીના તબક્કાઓ ઓછી હોવા જોઈએ. ફેબ્રુઆરી, માર્ચ અથવા તો નવેમ્બર અને ડિસેમ્બરમાં ચૂંટણીઓ થવી જોઇએ, કારણ કે એપ્રિલ અને મેમાં ખૂબ ગરમી હોય છે. મતદારોને તકલીફ થાય છે. CM નિતીશકુમારે કહ્યું કે હું આ મુદ્દે દરેક પાર્ટી અધ્યક્ષને પત્ર લખીશ અને આ મુદ્દે એક બેઠક થવી જોઇએ. સાથે જ નિતીશકુમારે કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મુદ્દો હતો અને કાયમી રહશે. બિહારને કોઇ પણ પરિસ્થિતમાં વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઇએ.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp