4 વર્ષના બાળકની પિતાને ધમકી, મને ઓનલાઈન સીરીયલ જોવા દો નહીં તો આપઘાત કરીશ

PC: economictimes.indiatimes.com

કોરોનાની મહામારી વચ્ચે ઓનલાઈન શિક્ષણનું મહત્ત્વ ખૂબ જ વધ્યું છે. હાલ પણ ધોરણ 1થી 9ની શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈનના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ઓનલાઈન શિક્ષણના કારણે ઘણા વિદ્યાર્થીઓમાં મોબાઈલના ઉપયોગનું વળગણ વધ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. મોબાઈલના વધારે ઉપયોગના કારણે કેટલાક બાળકોનો સ્વભાવ ચીડિયો થઇ ગયો હોવાના અથવા તો બાળક મોબાઈલમાં ભણવાના બદલે ઓનલાઈન ગેમ રમવાના રવાડે ચઢ્યો હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે રાજકોટમાં એક અજીબ ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઉત્તરાયણના દિવસે માત્ર 4 વર્ષની ઉંમરના દીકરાએ તેના પિતાના ધમકાવ્યા હતા કે મને ઓનલાઈન સીરીયલ નહીં જોવા દો તો હું આપઘાત કરી લઇશ.

રિપોર્ટ અનુસાર રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાન ભવન દ્વારા OTTની બાળકો અને યુવાનો પર કેટલી ગંભીર થાય છે તે બાબતે એક સરવે અને કાઉન્સીલીંગ હાથ ધરવામાં આવ્યું હતી. આ સરવે દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ઓનલાઈન સીરીયલ જોવા માટે ચાર વર્ષના બાળકે તેના પિતાએ મરી જવા માટેની ધમકી આપી હતી. ઉત્તરાયણના દિવસે આ 4 વર્ષના બાળકે ઘરના ટેરેસ પર જઈને પારપીટથી એક પગ નીચે મૂકીને પિતાના કહ્યું કે, તમે મને જો ઓનલાઈન સીરીયલ જોવા દેશો નહીં તો હું આપઘાત કરી લઈશ. દીકરાની આ ધમકીને સાંભળતાની સાથે જ પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ.

તો આ સરવે દરમિયાન એક એવો પણ કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં બાળકને વાલીઓની ફરિયાદ કરી હતી. તેમનું બાળક ઓનલાઈન અભ્યાસ કરવાના બદલે ઓનલાઈન સીરીયલ જુએ છે અને જો તને આ ઓનલાઈન સીરીયલ જોવાની ના પાડવામાં આવે છે તો તે બૂમાબૂમ કરવા લાગે છે. તો અન્ય એક વાલીઓએ તેની દીકરીને પડેલી ટેવ બાબતે જણાવ્યું હતું કે, તેમની દીકરીને પણ ઓનલાઈન સીરીયલ જોવાની ટેવ પડી ગઈ છે. દીકરીની આ ટેવથી દર મહીને વધારાનો 3 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. હું મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચાલવું છું. એટલે મને વધારે મુશ્કેલી થઇ રહી છે. તેથી દીકરી આમાંથી કઈ રીતે બહાર આવી શકે તેનો રસ્તો બતાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp