હાર્દિકને T20 વર્લ્ડ કપમાં સ્થાન ન મળવાના 3 કારણો,તેને પડતો મુકવામાં ટીમને ફાયદો

PC: espncricinfo.com

30 વર્ષીય અનુભવી ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે. ત્યારથી તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હવે જૂન-જુલાઈમાં રમાનાર T20 વર્લ્ડ કપની ટીમમાં તેના સમાવેશને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

ICC T20 વર્લ્ડ કપ 2024નું આયોજન જૂન-જુલાઈમાં થવા જઈ રહ્યું છે. આ મેગા ICC ઈવેન્ટ માટે ભારતીય ટીમ વિશે વાતચીત શરૂ થઈ ગઈ છે. સાથે જ હાર્દિક પંડ્યાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેને ટીમમાં સ્થાન મળવું જોઈએ કે નહીં તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. તો ચાલો તમને એ 3 કારણો વિશે જણાવીએ કે, શા માટે હાર્દિકને ભારતની T20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન ન મળવું જોઈએ.

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા તેની ફિનિશિંગ માટે જાણીતો છે. પરંતુ IPL 2024માં તેનું બેટ અત્યાર સુધી શાંત રહ્યું છે. તે જે માટે જાણીતો છે, તે રીતે તે રમી રહ્યો નથી. તેની ફિનિશિંગ સ્કિલ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. RCBની મેચને બાજુ પર રાખીને તેમનો સ્ટ્રાઈક રેટ પણ ઘણો ખરાબ રહ્યો છે. હાર્દિક પંડ્યાએ IPL 2024માં 5 મેચમાં 129 રન બનાવ્યા છે.

હાર્દિક પંડ્યાની ફિટનેસ તેની કારકિર્દીની સૌથી મોટી સમસ્યા રહી છે. પીઠની ઈજા પછીથી તે ઘણી બધી શારીરિક સમસ્યાઓથી ઘેરાયેલો રહેવા લાગ્યો છે. પંડ્યાએ પોતાને ફિટ રાખવા માટે લાલ બોલની ક્રિકેટ રમવાનું પણ છોડી દીધું છે. ઉપરાંત, તે હવે ખૂબ જ ઓછી બોલિંગ કરે છે. 2023 ODI વર્લ્ડ કપમાં કેટલીક મેચ રમ્યા પછી તે ઈજાગ્રસ્ત પણ થયો હતો. ત્યારપછી તે સીધો IPL 2024માં રમવા માટે પરત ફર્યો છે.

હાર્દિક પંડ્યાની ઓલરાઉન્ડરની કુશળતા ભારતીય ટીમને શાનદાર સંતુલન આપે છે. પરંતુ તેની સાથે જ જો તે ઈજાગ્રસ્ત થઈ જાય છે અને સંપૂર્ણ રીતે ફિટ નથી તો હાલમાં શાનદાર રમત રમતા શિવમ દુબે તેની જગ્યાએ ભારતીય ટીમમાં સામેલ થઈ શકે છે. IPL 2024માં, શિવમ દુબેએ અત્યાર સુધીમાં 160ના જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 5 મેચમાં 176 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધી પોતાના બેટથી એક અડધી સદી પણ બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp