આ કોંગ્રેસ શાસિત રાજ્યમાં કોંગ્રેસ હાઇકમાને CM પાસેથી રાજીનામુ માગી લીધુંઃ સૂત્ર

PC: twitter.com/INCIndia

કોંગ્રેસ શાસિત આ રાજ્યમાં ઘમાસાન એટલી હદ સુધી વધી ગયું છે કે હવે કેપ્ટન અમરિંદર સિંહની CMની ખુરશી જઇ શકે છે. સૂત્રો અનુસાર કોંગ્રેસ હાઈકમાને કેપ્ટન પાસેથી રાજીનામુ માગી લીધું છે. આ ઉપરાંત સાંજે થનારી ધારાસભ્ય દળની બેઠકમાં નવો નેતા પસંદ કરવાનો આદેશ આપ્યો છે. આ વિશે જાણ થતા જ હવે કેપ્ટને વરિષ્ઠ કોંગ્રેસ નેતા કમલનાથ અને મનીષ તિવારી સાથે વાત કરી.

સૂત્રો અનુસાર, કેપ્ટને આજે જ આ આખો વિવાદ ખતમ કરવાનું કહ્યું છે. કેપ્ટને એ પણ ચેતવણી આપી છે કે જો તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવશે તો તે પાર્ટી છોડી દેશે. તેમણે આ સંદેશ પાર્ટી હાઈકમાન સુધી પહોંચાડવા માટે કહ્યું છે. આ પહેલા સિદ્ધૂના રણનીતિક સલાહકાર મુહમ્મદ મુસ્તાએ સાડા 4 વર્ષ પછી કોંગ્રેસી CM પસંદગીના અવસરને લઇ મોટું નિવેદન આપ્યું છે.

હવે મોટો સવાલ એ બને છે કે સન્માનજનક વિદાઇ માટે કેપ્ટન અમરિંદર સિંહ રાજીનામુ આપશે કે પછી ધારાસભ્ય દળની બેઠકમાં જ આવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. કેપ્ટને લગભગ 2 વાગ્યે પોતાના પક્ષની બેઠક બોલાવી છે. જોકે, તેમના પક્ષના ધારાસભ્યો તેનાથી છેડો ફાડી રહ્યા છે. કેપ્ટનના નજીકના રાજકુમાર વેરકાએ કહ્યું કે તેઓ સાંજે CLP બેઠકમાં જ જશે.

હાઈકમાને સાંજે 5 વાગ્યે ચંડીગઝ સ્થિત પંજાબ કોંગ્રેસ ભવનમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવી લીધી છે. પહેલા પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી રાવતે શુક્રવારે મોડી રાતે સોશિયલ મીડિયા પર ધારાસભ્ય દળની મીટિંગની જાણકારી આપી હતી. આ મીટિંગમાં કેન્દ્રીય નેતાના રૂપમાં અજય માકન અને હરીશ રાવત પણ મોજૂદ રહેશે અને આખી રિપોર્ટ તૈયાર કરી હાઇકમાનને મોકલશે.

આની વચ્ચે મુહમ્મદ મુસ્તફાએ ટ્વીટ દ્વારા કહ્યું કે પંજાબના ધારાસભ્યો પાસે સાડા 4 વર્ષ પછી કોંગ્રેસી મુખ્યમંત્રી પસંદ કરવાની તક છે. આ રીતે તેમણે કેપ્ટન અમરિંદર સિંહને કોંગ્રેસી હોવાની વાતને નકારી છે. મુસ્તફાએ લખ્યું, 2017માં પંજાબે કોંગ્રેસને 80 ધારાસભ્યો આપ્યા. તેમ છતાં કોંગ્રેસીઓને આજ દિન સુધી કોંગ્રેસી CM મળ્યા નથી. 80 માંથી 79 કેપ્ટનને છોડીને ધારાસભ્યોની પાસે સન્માન મેળવવાની અને ઉજવણી કરવાની તક છે.

પંજાબ કોંગ્રેસ તરફથી નવજોત સિંહ સિદ્ધૂએ પણ ધારાસભ્ય દળની બેઠકને લઇ ટ્વીટ કરી છે. પાર્ટીની અંદરની નીતિઓ પર ચર્ચાને લઇ મીટિંગ બોલાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp