2 રૂપિયાવાળો એક શેર 10 મહિનામાં 59 રૂપિયા પર પહોંચી ગયો

PC: businesstoday.in

2 રૂપિયાવાળો એક શેર રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થયો છે, માત્ર 10 મહિનામાં આ શેરનો ભાવ 59 રૂપિયા સુધી પહોંચી ગયો છે. મતલબ કે આ 10 મહિનામાં રોકાણકારોને 2744 ટકાનું માતબર રિટર્ન મળ્યું છે. આ શેરનું નામ છે સિનેરાડ કોમ્યુનિકેશન્સ.

સિનેરાડ કોમ્યુનિકેશન્સ કંપની ભારતમાં જાહેરાત, પ્રચાર ફિલ્મો, ફિચર ફિલ્મ પ્રોડક્શન જેવા કામ સાથે સંકળાયેલી છે. ઉપરાંત ટીવી સિરિયલ, રિયાલીટી શોનું પણ આયોજન કરે છે. કંપની શૂટીંગ માટે એચ ડી કેમેરા ભાડે આપે છે.

જે રોકાણકારોએ 10 મહિના પહેલા આ શેરમાં જો 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું તો આજે તેમને લગભગ 28 લાખ રૂપિયા મળે છે. છેલ્લાં 4 મહિનામાં જ આ શેરે લગભગ 269 ટકાનું વળતર આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp