ભાજપની એક મહિલા ઉમેદવાર પાસે 1400 કરોડની સંપત્તિ છે

PC: aajtak.in

ભારતીય જનતા પાર્ટીની સાઉથ ગોવાની એક મહિલા ઉમેદવાર પાસે 1400 કરોડ રૂપિયાની સંપત્તિ છે. લોકસભા 2024માં ભાજપે સાઉથ ગોવા પરથી પલ્લવી ડેમ્પને ટિકિટ આપી છે. પલ્લવી જ્યારે ચૂંટણી માટે ફોર્મ ભરવા ગયા ત્યારે તેમણે 119 પાનાનું નોમિનિનેશન ફાઇલ કર્યું હતું. જેમાં કહેવાયું છે કે,તેમની અને તેમના પતિની કુલ સંપત્તિ 1400 કરોડ રૂપિયા છે.

પલ્લવી પાસે પોતાની 255 કરોડની સંપત્તિ છે અને તેણીની પાસે 3 મર્સિડીઝ કાર, 1 કેડેલિક કાર અને એક મહિન્દ્રા SUV છે. પલ્લવીના પતિ શ્રીનિવાસનું ડેમ્પો ગ્રુપ ફુટબોલ લીગની ફેન્ચાઇઝીથી માંડીને રિયલ એસ્ટેટ, શિપીંગ, એજ્યુકેશન, માઇનીંગ એવા અનેક બિઝનેસ સાથે સંકળાયેલું છે. પલ્લવી પાસે 5.7 કરોડ રૂપિયાનું ગોલ્ડ છે. તેણીનું 217 કરોડ રૂપિયા બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp