મંત્રી બન્યા પછી રજૂઆત નહીં થાય ઓર્ડર હશે: અલ્પેશ ઠાકોર

PC: youtube.com

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલો અલ્પેશ ઠાકોર હવે જાહેર સભાઓમાં લોકોની સામે પ્રચાર કરતા સમયે પોતાના વખાણ કરતા નજરે ચડે છે. ક્યારેક ભાષણમાં તે પોતાની તુલનાં રાજા સાથે કરે છે, તો ક્યારેક તે મંત્રી બનીને ઓર્ડર કરવાની વાત કરે છે. એક રિપોર્ટ અનુસાર અલ્પેશ ઠાકોરે દેવ ગામના પ્રચાર કરતા તે મંત્રી બનીને ઓર્ડર કરશે તેવી વાત કરી હતી.

અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, આપ બધાનું મારા પર ઋણ છે. જીત્યા પછી પહેલા ધારાસભ્ય તરીકે રજૂઆત કરવી પડતી હતી, સાહેબ આ કરજો, આ કરજો. પણ હવે મંત્રી બનવાનું છે અને મંત્રી બન્યા પછી રજૂઆતો નહીં થાય ઓર્ડર થશે. ઇષ્ટદેવ મહાત્માએ, માં જોગણીએ, માં ખોડિયારે એટલે જ બાધાઓ બાકી રાખી હશે બધી.

ઉલ્લેખનીય છે કે, એક ગામમાં અલ્પેશ ઠાકોરે ચૂંટણી પ્રચાર દરમિયાન સભાને સંબોધતા કોંગ્રેસમાં તેનું કેટલુ ચાલતું હતું, તેના ગુણગાન ગાયા હતા. એક દિગ્ગજ નેતાની જેમ કરીને મોટી-મોટી વાતો કરીને પોતાને રાજાની સાથે સરખાવ્યો હતો.

અલ્પેશ ઠાકોરે લોકોને સંબોધતા કહ્યું હતું કે, આજે બધા લડે છેને તે બધાને ગત વખતે ટિકિટ મે જ આપી હતી, કોઈ બીજાએ નથી આપી. કોંગ્રેસમાં આખા દેશમાં ધારું ત્યાં ટિકિટ અપાવી શકતો હતો. કોંગ્રેસમાં હું કહું એ થતું હતું. આમ જોવા જાવ તો હું આ વિસ્તારનો રાજા હતો.

અલ્પેશ ઠાકોર સભાઓમાં આ પ્રકારની વાતો કરીને ભાજપને પોતાની તાકાત દેખાડીને મંત્રી પદની માંગણી કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, અલ્પેશ ઠાકોર ચૂંટણીમાં જીતશે તો તેને મંત્રી પદ આપવામાં આવશે. આ પહેલા જે પણ કોંગ્રેસના નેતાઓ કોંગ્રસમાંથી ભાજપમાં આવ્યા હતા, તેને ભાજપ દ્વારા મંત્રી પણ આપવામાં આવ્યું હતું અને પછી ચૂંટણી લડાવવામાં આવી હતી, પણ અલ્પેશ ઠાકોરને મંત્રી નથી બનાવવામાં આવ્યો. એટલા માટે તે આ મંત્રી બનવાની ઈચ્છા આ પ્રકારના ભાષણ કરીને વ્યક્ત કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp