અંબાણી-અદાણી વચ્ચે મોટા પ્રોજેક્ટ માટે કરાર, મુકેશની કંપની કરશે 50 કરોડનું રોકાણ

PC: lokmat.com

ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ પાવર સેક્ટરમાં એક મોટા પ્રોજેક્ટમાં એક સાથે પ્રવેશ કર્યો છે. ખરેખર, અદાણી ગ્રૂપની કંપની- અદાણી પાવર લિમિટેડે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે 500 મેગાવોટ માટે 20 વર્ષના લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર કેપ્ટિવ યુઝર્સ પોલિસી હેઠળ કરવામાં આવ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, આ પોલિસીને વીજળી નિયમ 2005 હેઠળ લાવવામાં આવી હતી.

બોમ્બે સ્ટોક એક્સચેન્જની ફાઇલિંગમાં અદાણી પાવરે જણાવ્યું હતું કે, કંપનીની પેટાકંપની મહાન એનર્જન (MEL)એ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. MELની કુલ ઓપરેશનલ ક્ષમતા 2,800 MW છે. તેમાંથી 600 મેગાવોટના એક યુનિટને કેપ્ટિવ યુનિટ બનાવવાની દરખાસ્ત છે.

અદાણી પાવરના જણાવ્યા અનુસાર, કેપ્ટિવ પોલિસીનો લાભ મેળવવા માટે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પાવર પ્લાન્ટની કુલ ક્ષમતાના પ્રમાણમાં કેપ્ટિવ યુનિટમાં 26 ટકા માલિકી હિસ્સો ધરાવવો પડશે. આ કેપ્ટિવ યુનિટની કુલ ક્ષમતાના પ્રમાણમાં હશે. અદાણી પાવરે જણાવ્યું હતું કે, રિલાયન્સ MELના 5 કરોડ ઇક્વિટી શેર દ્વારા આ માટે રૂ. 50 કરોડનું રોકાણ કરશે. આ ડીલ દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા 500 મેગાવોટ પાવરની ખરીદી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આ સંદર્ભે અદાણી પાવર, મહાન એનર્જન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

અહીં અદાણી પાવરે સરકારી કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)ને મોટો ઓર્ડર આપ્યો છે. આ અંતર્ગત છત્તીસગઢના રાયગઢમાં 1,600 મેગાવોટના રાયગઢ ફેઝ-2 થર્મલ પાવર પ્લાન્ટની સ્થાપના કરવાનો પ્રસ્તાવ છે. આ રૂ. 4,000 કરોડનો ઓર્ડર છે. BHEL અનુસાર, છત્તીસગઢના રાયગઢ ફેઝ-2માં ઉચ્ચ ટેકનોલોજી આધારિત બે ગણો 800 મેગાવોટના પ્રોજેક્ટ માટે સાધનોના સપ્લાય, બાંધકામ અને કામગીરીની દેખરેખ માટે ઓર્ડર મળ્યો છે.

ગુરુવારે અદાણી પાવરના શેરમાં વધારો થયો હતો. ટ્રેડિંગ દરમિયાન આ શેર 527 રૂપિયાના ભાવે પહોંચ્યો હતો. આ અગાઉના દિવસની સરખામણીમાં એક ટકાથી વધુનો વધારો દર્શાવે છે. 6 ડિસેમ્બર, 2023ના રોજ, આ શેર 589.30 રૂપિયાની કિંમત સુધી પહોંચી ગયો હતો. આ શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp