અમદાવાદ કોંગ્રેસના સભ્યોએ શા માટે ગધેડા સાથે મેયરની સરખામણી કરી

PC: youtube.com

અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્યસભામાં કોંગ્રેસના સભ્યોને રજૂઆત કરવાનો સમય નહીં આપતા કોંગ્રેસના સભ્યોએ મેયરને અપશબ્દો કહીને વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના સભ્યોને બોલવાનો મોકો ન આપવાના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અને મહાનગરપાલિકાના વિપક્ષના નેતાઓએ દેખાવો પણ કર્યા હતા.

કોંગ્રેસના સભ્યોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, અમારે સામાન્ય સભામાં જે વાતો કરવાની હતી, તે વાત પણ પૂરી થવા નથી દીધી અને મેયરે જાતે વચ્ચે માઈકો બંધ કરી નાંખ્યા છે. આ બાબત મેયરને શોભતી નથી. જો મેયર કોંગ્રેસના મહિલા સભ્ય મોનાબેનના કરેલા આપમાનની માફી નહીં માંગે તો અમે મેયરનો કાર્યક્રમ જ્યાં-જ્યાં હશે, ત્યાં-ત્યાં અમારા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવશે.

આ બાબતે અમદાવાદના મેયર બીજલ પટેલે જણાવ્યું હતુ કે, જ્યારે બજેટની ચર્ચા હોય અને બજેટની ચર્ચામાં ભાગ લેવા માટે જેની મંજૂરી જ ન હોય તેવી વાતોમા વાતોમાં જ સમય પસાર કર્યો હતો. આ ઉપરાંત કેટલા સભ્યો બોલ્યા છે અને કેટલી મિનીટ બોલ્યા છે તેનો રેકોર્ડ સેક્રેટરી ઓફિસમાંથી મળી જશે.

ઉલ્લેખનીય છે કે, સામાન્યસભામાં મેયરે દરેક સભ્યને 15 મિનીટની અંદર પોતાની રજૂઆત કરવાનું કહેતા કોંગ્રેસના સભ્યોએ વિરોધ શરૂ કર્યો હતો અને ફાઈલો હવામાં ઉછાળી કોંગ્રેસના કોર્પોરેટરો સામાન્યસભાનો બહિષ્કાર કરીને સભાખંડની બહાર આવી ગયા હતા અને મેયરનો વિરોધ શરૂ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ શર્ટ પણ કાઢી નાંખ્યા હતા. મહાનગરપાલિકાની અંદર વિરોધ કર્યા પછી કોંગ્રેસના સભ્યોએ રસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યું હતુ. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ રસ્તા પર બેનરો લગાડ્યા અને આ બેનરોમાં ગધેડાના ફોટા પર અમદાવાદનાં મેયર લખીને મેયરનો વિરોધ કર્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp