પુત્ર વંશ આગળ વધારવા સસરો પુત્રવધૂ સાથે કરતો દુષ્કર્મ, પતિ અને સાસુ પણ આપતા સાથ

PC: youtube.com

રાજ્યમાં બળાત્કાર, છેડતી જેવા કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નરાધમોને પોલીસનો કોઇ ડર ન હોય તેવું લાગી રહ્યું છે. અવાર નવાર પોલીસના ચોપડે બળાત્કારના ગુના નોંધાતા રહે છે, ત્યારે ફરી એક વખત બળાત્કારનો કેસ અમદાવાદ પોલીસના ચોપડે નોંધાયો છે. અમદાવાદમાં સંતાન પ્રાપ્તિના મોહમાં અને પુત્રનો વંશ આગળ વધારવા માટે પુત્રવધુ સાથે દોઢ વર્ષ સુધી સસરાએ દુષ્કર્મ કર્યું. આ વાતની જાણ પરિણીતાના પરિવારજનોને થતાં તેમને સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં સાસુ-સસરા અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણીતાના પરિવારજનોની ફરિયાદના આધારે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.

રિપોર્ટ અનુસાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય માનસિક અસ્થિર યુવતીના લગ્ન પરિવારના સભ્યોએ એક વિકલાંગ યુવક સાથે કરાવ્યા હતા. વિકલાંગ યુવક પુત્ર વંશ આગળ વધારવા માટે સક્ષમ ન હોવાથી સસરાએ માનસિક અસ્થિર પુત્રવધૂ પર દુષ્કર્મ આચરવાની શરૂઆત કરી હતી. સસરાની આ પ્રકારની હરકતોની જાણ પરિણીતાએ સાસુ અને પતિને કરી હતી પરંતુ પરિણીતાં માનસિક રીતે અસ્થિર હોવાથી પતિ અને સાસુએ તેની વાતને ગણકારી નહોતી. સાસરિયામાં પરણિતાની વાત કોઈ માનતું ન હતું. જેથી પરિણીતાએ તેના માતા-પિતાને સસરા તેની સાથે દુષ્કર્મ આચરતા હોવાની વાત કરી હતી પરંતુ માતા-પિતાએ પણ દીકરીની વાત માનવાનો ઇનકાર કરતા હતા.

થોડા દિવસો પહેલાં જ્યારે પરિણીતા તેના પિયર ગઈ હતી ત્યારે પરિણીતાનું તેના સસરા સાથે વાતચીત કરતું રેકોર્ડિંગ પરિવારને મળતા સસરાએ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો હતો. જેથી સમગ્ર મામલે અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાના પરિવારજનોએ સાસુ-સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તમામની ધરપકડ કરી હતી.

પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, યુવતી લગ્ન કરીને સાસરિયામાં ગઈ તેના પાંચ દિવસ બાદ સસરાએ પરિણીતા પર નજર ખરાબ કરી તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. પરિણીતાં ઘરે એકલી હોય ત્યારે સસરો તેના પર દુષ્કર્મ આચરતો હતો અને આ વાતની જાણ સાસુ અને પતિને થઈ ત્યારે તેઓએ પણ પરિણીતાને હેરાન કરવાનું શરૂ કરી દીધુ હતું. આ વાત બીજા કોઈને ન કહેવા બાબતે સાસુ અને પતિ અવાર નવાર પરિણીતાને ધમકી આપતા હતા. પુત્ર વંશ આગળ વધારવા માટે સાસુ અને પતિ પણ સસરાને પરિણીતાં સાથે સંબંધ બાંધવામાં સાથ આપતા હતા. જેના કારણે પોલીસે દુષ્કર્મ આચરનારા સસરાની સાથે-સાથે સાસુ અને પતિની પણ ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp