જાળીની ઉપર ચઢી ગયો મગર,પછી કઈ એવું થયું જુઓ વિડીયો

PC: s.yimg.com

અમેરિકાના ફ્લોરિડામાં એક એવી ઘટના બની કે જેને જોઈને લોકો અચંભામાં મૂકાઈ ગયા. એક મગર જાળીઓની ઉપર ચઢતો જોવા મળ્યો. એવામાં સોશિયલ મિડીયા પર આ વિડીયો ઝડપથી વાઈરલ બની રહ્યો છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે મગર જેક્સવિલેના મિલિટ્રી બેઝના નેવલ એર સ્ટેશન તરફ જઈ રહ્યો છે.

આ વિડીયોને ક્રિસ્ટીના સ્ટપવર્ટે શેર કર્યો છે. જે ગયા શનિવારે મિલિટ્રી બેઝ તરફ કારમાં જઈ રહી હતી. તેણે જોયું કે મગર જાળીની ઉપર ચઢી રહ્યો છે અને બીજી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિડીયો શેર કરતા તેણે લખ્યું કે, ખુશ છું કે મગરને જાળી પર ચઢતો જોયો અને થોડી વારમાં તો એ ગાયબ થઈ ગયો.

આ વિડીયોને હમણા સુધીમાં 3 લાખથી વધારે વ્યૂ મળી ગયા છે. જેને જોઈ બધા આશ્ચર્યમાં મૂકાયા. ફ્લોરિડામાં એમ તો મગરનું આવવું સામાન્ય વાત છે. એક યુઝરે લખ્યું કે, જો તમે ફ્લોરિડામાં નવા છો કે પછી ઘણાં સમયથી રહી રહ્યા છો તો મગર દેખાવોએ સામાન્ય બાબત છે. અને જો તમે નદીને જોશો તો તમને ખબર પડી જશે કે નદીમા કેટલા મગર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp