સાઉથમાં ભાજપને મજબુત કરવા અમિત શાહે 2017થી તૈયારી શરૂ કરી દીધેલી

લોકસભા 2024ની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન તાજેતરમાં પુરુ થયું અને તેમાં મતદાનની ટકાવારી કેટલાંક રાજયોમાં ખાસ્સી ઓછી રહી હતી. નોર્થ બેલ્ટમાં ભાજપનો દબદબો છે, પરંતુ જો નોર્થ બેલ્ટમાં ઓછી સીટ આવે તો તેની ભરપાઇ સાઉથની બેઠકોથી થઇ શકે એની તૈયારી ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે 2017થી શરૂ કરી દીધેલી. એના માટે તેમણે આંધ્ર પ્રદેશ, તેલગાંણા, કેરળ, કર્ણાટકા અને તમિલનાડુની બ્લુ-પ્રિન્ટ બનાવી દીધેલી

તમિલનાડુની તાજેતરની રેલીમાં અમિત શાહે કહ્યુ હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલ ભાષા, તમિલ સંસ્કૃતિ અને તમિલ નેતાઓને સન્માન આપ્યું છે. કેરળમાં તેમણે કહેલું કે ઇન્ડિયા ગઠબંધનના શાસનમાં ભાજપના 100થી વધારે કાર્યકરો શહીદ થયા અને 300થી વધારે દિવ્યાંગ થઇ ગયા. અમિત શાહે તાજેતરમાં આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ અને પવન કુમારની જન કલ્યાણ પાર્ટી સાથે પણ ગઠબંધન કર્યું છે. કર્ણાટકમાં જેડીએસ સાથે ગઠબંધન કર્યું છે. તેલગાંણામાં વર્ષ 2019ની લોકસભામાં ભાજપ 4 બેઠકો જીત્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp