પાટીદાર ફેક્ટરનું ફીવર: ભાજપે આ પટેલ મહિલાને બનાવ્યા ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ

PC: youtube.com

ખેડા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ ક્ષત્રિય વાદ પર આવીને ટકરાઈ રહ્યાં છે. ખેડા જિલ્લામાં કોંગ્રેસને ખતમ કરવા માટે ભાજપે ક્ષત્રિય નેતા પર વધારે ભાર મૂક્યો છે. સમગ્ર ખેડામાં ભાજપ ક્ષત્રિય નેતા વધારી દીધા છે. ખેડામાં એક માત્ર પંકજ દેસાઈ બિનક્ષત્રિય છે. બાકી બધા ક્ષત્રિય હોવાથી તેમની ચોમેર ટીકા થઈ રહી હોવાથી ખેડા જિલ્લા પંચાયતમાં ક્ષત્રિય સભ્યો વધારે હોવા છતાં ક્ષત્રિય પ્રમુખ રાખવાના બદલે કમને મહિલા પાટીદાર પ્રમુખ પસંદ કરવા પડ્યા છે.

પ્રમુખપદે નયના પટેલને ચૂંટી કાઢવામાં આવ્યા છે. જેમાં ભાજપના ક્ષત્રિય સભ્યો અંદરથી ખૂશ થયા નથી. પણ ઉપપ્રમુખ પદે અજિત ડાભી કે જે ક્ષત્રિય છે તેમને પસંદ કરાયા છે. જ્યારે કોંગ્રેસ તો અહીં ક્ષત્રિય કાર્ડ હંમેશા ખેલે તે માટે કોંગ્રેસના પ્રમુખ ભરત સોલંકી કાયમ ચિંતા કરતાં રહે છે. તેમના વિચારોનો પડઘો પણ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં જોવા મળ્યો હતો. કોંગ્રેસના સભ્યો ભાજપના સભ્યો તરફ ધસી ગયા હતા અને કહ્યું હતું કે તમે પ્રમુખ તરીકે પટેલને કેમ પસંદ કરી રહ્યાં છો? ક્ષત્રિયને પસંદ કરો તો અમારો ટેકો છે. આવું ભાવના વાઘેલાએ ભાજપને સ્પષ્ટ કહી દીધું હતું. ક્ષત્રિયની બહુમતી હોવાથી ક્ષત્રિય જ પ્રમુખ બનવા જોઈએ. કોંગ્રેસે આવું પણ જાહેર કર્યું છે કે જો ભાજપે ક્ષત્રિય પ્રમુખ પસંદ કર્યાં હોત તો અમે અમારો ઉમેદવાર જ ઊભા ન રાખત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp