ભાજપના ધારાસભ્યએ આ સમાજના લોકોને રતન દુખિયા કહેતા નવો વિવાદ ઉભો થયો

PC: zeebiz.com

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ઉભી થયેલી ક્ષત્રિય સમાજની નારાજગીની અગન જ્વાળા હજુ તો શાંત નથી થઇ રહી ત્યાં મોરબીના ભાજપના ધારાસભ્યએ એક નિવેદન આપીને બળતામાં ઘી હોમી દીધું છે.

વાત એમ હતી કે મોરબીમાં કચ્છના લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના કાર્યાલયનું ઉદઘાટન હતું ત્યારે ક્ષત્રિય સમાજના કેટલાંક લોકોએ વિરોધ કર્યો હતો. ત્યારે ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, બે-ચાર રતન દુખિયા જ વિરોધ કરી રહ્યા છે. કાંતિ અમૃતિયાના વીડિયો વાયરલ થયા પછી કરણી સેનાએ પણ વીડિયો વાયરલ કરીને જવાબ આપ્યો છે કે ભાજપના નેતાઓ ઉશ્કેરણી ન કરે. માત્ર બે- ચાર રતન દુખિયા નહીં, પરંતુ આખો ક્ષત્રિય સમાજ નારાજ છે.

રતન દુખિયાનો અર્થ એ થાય છે કે રતનનો અર્થ આંખ થાય અને આંખ સાથે જોડીને આપણે કહીએ છે કે આની આંખને કમળો છે , બધું પીળું જ દેખાઇ છે. એવા સંદર્ભમાં આનો ઉપયોગ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp