ટીવી સિરિયલના ભગવાન રામે એવી પોસ્ટ કરી કે હોબાળો મચી ગયો, ડીલિટ કરવી પડી

PC: twitter.com

ઉત્તર પ્રદેશના મેરઠથી ભાજપના લોકસભા ઉમેદવાર અને રામાયણ સિરિયલમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તેમણે રવિવારે સવારે તેમના X એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ લખી હતી. તેમણે લખ્યું હતું કે જ્યારે કોઈનું બેવડું પાત્ર સામે આવે છે, ત્યારે આપણને પોતાની જાત પર વધુ ગુસ્સો આવે છે કે આપણે આવા વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કેવી રીતે કર્યો. જય શ્રી રામ.

અરુણ ગોવિલે પોસ્ટમાં કોઈનું નામ નથી લખ્યું. આ ટ્વીટને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે પોસ્ટ વાયરલ થવા લાગી. કેટલાક લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું. જોકે, બાદમાં તેમણે તેમના એકાઉન્ટમાંથી પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. હવે આ મામલે ચર્ચા થઈ રહી છે.

મેરઠમાં મતદાનના બીજા દિવસે શનિવારે જે ફાર્મ હાઉસમાં ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલ રોકાયા હતા ત્યાં હવે સન્નાટો છે.કહેવામાં આવી રહ્યું છે કે અરુણ ગોવિલ મેરઠથી રવાના થઈ ગયા છે. ભાજપના મીડિયા ઈન્ચાર્જે જણાવ્યું કે હાલ તેઓ મેરઠમાં નથી, તેઓ કોઈ કામ માટે ગયા છે.

મેરઠ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલ મુંબઈના રહેવાસી છે. ભાજપે તેમને મેરઠથી ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ચૂંટણી દરમિયાન મેરઠના કેન્ટ વિસ્તારમાં સર્ક્યુલર રોડ પર એક ફાર્મ હાઉસમાં રહેતા હતા.અરુણ ગોવિલના પત્ની શ્રીલેખા પણ તેમની સાથે હતા.

ચૂંટણી અને મતદાનના દિવસે પણ ભાજપના ઉમેદવાર બહારના હોવાનો મુદ્દો વિપક્ષી નેતાઓએ ઉઠાવ્યો હતો. ભાજપના મેરઠના મીડિયા પ્રભારી અમિત શર્માનું કહેવું છે કે અરુણ ગોવિલ શનિવારે સવારે અહીંથી રવાના થયા હતા. તેની પાસે કોઈ અગત્યનું કામ હતું.

હવે આ પછી અરુણ ગોવિલે વધુ એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, મેરઠના મારા આદરણીય મતદારો, બહેનો, ભાઈઓ અને કાર્યકરોને નમસ્કાર. હોળીના દિવસે, 24મી માર્ચે ભારતીય જનતા પાર્ટીએ મારા નામની જાહેરાત કરી અને તેમની સૂચનાથી હું 26મી માર્ચે તમારી વચ્ચે પહોંચ્યો. 1 મહિનો તમારી સાથે રહ્યો અને તમારા સમર્થનથી ઝુંબેશ ચલાવી. ચૂંટણી પૂરી થઈ ગઈ છે. તમારા પ્રેમ, સમર્થન અને આદર માટે હું તમારો ખૂબ આભારી છું.

આગળ તેમણે લખ્યું કે,હવે પાર્ટીના નિર્દેશ પર હું અહીં મારી જવાબદારી નિભાવવા માટે મુંબઈમાં છું. પાર્ટી મને અન્ય વિસ્તારોમાં પણ ચૂંટણી પ્રચાર માટે મોકલવાની યોજના બનાવી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ હું તમારો સંપર્ક કરીશ અને મેરઠના લોકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સાથે લઈને હું નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મેરઠને વધુ ઉંચાઈઓ પર લઈ જવાના પ્રયાસો શરૂ કરીશ. આ ચૂંટણીમાં તમારા સમર્થન અને પ્રોત્સાહન માટે હું ફરી એકવાર તમારો આભાર માનું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp