એક વર્ષ પહેલા લવમેરેજ કરનાર યુવતીના પરિવારનો યુવકના ઘરે હુમલો, ઘટના CCTVમાં કેદ

PC: bhaskar.com

સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટના પેડક રોડ પર યુવતીના પરિવારજનો તરફથી યુવકના ઘર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આરોપીઓએ યુવકની માતા પર હુમલો કરી ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના વિસ્તારમાં રહેલા એક CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. પેડકરોડ નારાયણ નગરમાં રહેતા રાહુલ કેતનભાઈ ભૂત નામના યુવાનને કોલેજમાં અભ્યાસ કરતી નેહા વિક્રમભાઈ ડાંગર સાથે પ્રેમ સંબંધ પાંગર્યો હતો.

એ પછી નેહાએ પરિવારની મંજૂરી વગર રાહુલ સાથે પહેલા પ્રેમલગ્ન કરી લીધા હતા. પુત્રીના પ્રેમલગ્ન બાદ નારાજ થયેલા નેહાના પરિવારજનો વારંવાર રાહુલને ધમકી આપતા હતા. આ મામલે રાહુલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. CCTVના વીડિયોના આધાર પર પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. રવિવારે યુવક પત્ની નેહા અને માતા ગીતાબેન સાથે એના ઘરે હતો. નેહાના કૌટુંબિક કાકા મહિપત ડાંગર, રામદેવ ડાંગર અને એક અજાણ્યો શખ્સ તલવાર સાથે ધસી આવ્યા હતા. ઘરના દરવાજે તલવારના ઘા મારીને હોબાળો મચાવી દીધો હતો. જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે નેહાના કાકા ગાળો ભાંડવા લાગ્યા હતા. નેહાને પોતાની સાથે લઈ જવાની વાત કહી રહ્યા હતા. એવમાં માતા ગીતાબેન વચ્ચે પડતા નેહાના કાકાએ માતાને તમાચા મારી દીધા હતા. છોકરી પાછી આપી દે નહીં તો વધુ માર મારીશું એવી ધમકી આપી હતી. પણ નેહાએ સાથે જવાની ના પાડતા ત્રણેય શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા. ધોળાદિવસે થયેલી આ માથાકુટ વિસ્તારમાં રહેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

રાજકોટ બી ડિવિઝન પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરતા વીડિયો ફૂટેજ તપાસ્યા છે. જેમાં આ શખ્સો જોવા મળી રહ્યા છે. પોલીસે આ તમામ શખ્સોને પકડવા માટે પગલાં લેવાના શરૂ કરી દીધા છે. જોકે, વિસ્તારમાં આવી ઘટના બનતા આસપાસના અન્ય લોકોમાં ભયનું લખલખુ પસાર થઈ ગયું છે. આરોપીને ઝડપી લેવા માટે પોલીસ ટીમે તપાસ શરૂ કરી દીધી છે. જોકે, આવું પહેલી વખત બન્યું નથી. પ્રેમ પ્રકરણ મામલે સામાન્ય રીતે યુવકના ઘરના લોકો યુવતીના ઘરે હંગામો કરતા હોય છે. પણ આ કેસમાં ઊલટું થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp