CSDS લોક નીતિ સર્વે: શું રામ મંદિરને કારણે ભાજપને ફાયદો થશે?

PC: india.com

સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટીઝ, લોકનીતિ દ્રારા તાજેતરમાં એક પ્રી-પોલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં મતદારો દેશના ક્યાં મુદ્દાઓને પ્રાધાન્ય આપી રહ્યા છે તેનો સર્વ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં ચોંકાવનારી એ વાત સામે આવી કે રામ મંદિર અયોધ્યા અને હિદુત્વનો મુદ્દો મતદારો માટે ગૌણ છે. તેને બદલે મોંઘવારી, બેરોજગારી અને વિકાસના મુદ્દાને લોકોએ મહત્ત્વ આપ્યું.

આ સર્વમાં 23 ટકા લોકોએ મોંઘવારી, 27 ટકા લોકોએ બેરોજગારી, 13 ટકા લોકોએ વિકાસ, 8 ટકા લોકોએ ભ્રષ્ટાચાર, 2 ટકા લોકોએ હિંદુત્વ અને 9 ટકા લોકોએ અન્ય મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું. મતલબ કે લોકસભા 2024ની ચૂંટણીમાં મતદારો રામ મંદિરના મુદ્દાને મહત્ત્વનો ગણતા નથી. હિંદુત્વના મુદ્દાને તો માત્ર 2 ટકા લોકોએ જ સમર્થન આપ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp