જજ પાસે નહીં મંત્રી પાસે કેન્દ્ર સરકાર કરાવશે #MeTooની તપાસ

PC: republica.com

#MeToo મુવમેન્ટ અતર્ગત તમામ લોકો પર લગાવવામાં આવી રહેલા યૌન ઉત્પીડનનાં આરોપોની તપાસ માટે મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયે રિટાયર્જ જજોની કમિટી બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેથી, આવા મામલાઓની સેવાનિવૃત્ત જજો તપાસ કપી રિપોર્ટ રજૂ કરે અન તે આધારે કાર્યવાહી કરવામાં આવે. પરંતુ, કેન્દ્ર સરકારની કેબિનેટનાં કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીનાં આ પ્રસ્તાવને રદ કરવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હવે તેનાં સ્થાને સરકાર મંત્રીઓનો સમૂહ બનાવવા અંગે વિચાર કરી રહી છે. એટલે કે યૌન શોષણનાં મામલાઓની તપાસ કરવા માટે હવે કેન્દ્ર સરકાર મંત્રીઓનાં સમૂહનો સહારો લેશે. મંત્રીઓનો સમૂહનાં રિપોર્ટને આધારે જ સરકાર આવા મામલાઓમાં કાર્યવાહી અને તેને અટકાવવા માટેનાં પગલાંઓ લેશે. આ સમૂહની અધ્યક્ષતાની કમાન કોઈ મહિલા મંત્રીને આપવા અંગે વાત ચાલી રહી છે. જણાવી દઈએ કે, મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી #MeToo મામલાઓને લઈને ખૂબ જ ગંભીર છે. તેમણે આવા મામલાઓની તપાસ કરવાની વાત કહી હતી. મેનકા ગાંધીએ જજોની કમિટીની જાહેરાત કરી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, સરકાર મંત્રીઓનું સમૂહ બનાવીને કાર્યસ્થળો પર મહિલાઓનાં યૌન ઉત્પીડનને રોકવા સાથે સંકળાયેલા કાયદાઓમાં રહેલી ખામીઓને દૂર કરવા માંગે છે. આ અગાઉ #MeTooનાં આરોપો અંગે તપાસ કરવા માટે મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય તરફથી બનાવવામાં આવી રહી સમિટીને સરકારે મંજૂરી નથી આપી. જણાવી દઈએ કે મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયે #MeToo અભિયાનમાં સામે આવેલા ઉત્પીડનનાં આરોપોમાં તપાસ કરવા અંગે શુક્રવારે રિટાયર્ડ જજોની આગેવાનીમાં વિશેષજ્ઞોની એક કમિટી બનાવવાની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp