રાજ્યપાલે બતાવ્યો આ અનોખો પ્રયોગ-ખેડૂતોના અનાજ, શાકભાજી, ફળની ચમક વધારી દેશે

PC: wikimedia.org

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતે ખેડૂત છે અને તેમણે એક એવો ચમત્કારીક  પ્રયોગ કરેલો છે, બધા ખેડૂતો તે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમણે એક ચમત્કારની વાત કરી છે. ખેડૂતોને તે કહે છે કે તમારા કૃષિ પાક લો છો તે તેની સુંદર ચમકીલા દાણાં કે ચમકના કારણે વેચાય છે. તમારા ખેતરમાં વાવેલા પાકના દાણાં કે ફળ પર કે શાકભાજી પર ચમક લાવવી હોય તો આ પ્રયોગ કરો.

7 ધાન લો

નીચેના દાણાં દરેકના 100 ગ્રામ લો, એકસમાન દાણા લેવામાં આવે છે. જેમાં તલ, મગ, અડદ, વટાણા, કોફીના દાણા, મઠ, ચણા અને ઘઉં લેવામાં આવે છે.

તલ

100 ગ્રામ તલના દાણાં લઈને પલળે એટલું પાણી નાંખીને રાખવું. બે દિવસ પછી મોટા સાધનમાં લઈને તેમાં આ 7 વસ્તુને ઉમેરવામાં આવે છે. દરેક 100 ગ્રામ લેવા. 100 ગ્રામ દાણાં  - મગ, અડદ, વટાણાં, મઠ, ચણા, ઘઉં અને 100 ગ્રામ કોફી દાણા લેવામાં આવે છે. એટલું પાણી લો કે તે પલળી જાય.

3 દિવસ પછી

ત્રણ દિવસ પછી બધા દાણાં બહાર કાઢીને કપડાની પોટલીમાં બાંધવા અને તે અંકૂરીત થવા દેવા. મકાનની અંદર રાખવા. જે પાણીમાં આ બધા દાણાં પલાળેલા તે પાણી અલગથી ઢાંકીને રાખી મૂકો.

પોટલીમાં બાંધેલા દાણાંના 1 સેન્ટીમીટર લંબાઈના અંકૂર નિકળે ત્યારે પોલટી ખોલીને તેની ચટણી બનાવવી. જે 200 લીટર પાણીમાં આ ચટણી નાંખવી. પછી સારી રીતે હલાવવી. પલાળેલું પાણી અલગ રાખેલું તે હવે આ ચઠણીમાં ભેળવી દો. તૈયાર થયેલા મિશ્રણને 2 કલાક સુધી રાખી તેને કપડાથી ગાળી લેવું.

છંટકાવ

ગાળેલું પ્રવાહી 48 કલાકમાં પાક પર છંટકાવ કરી દેવો. તેનું ચમત્કારીક પરિણામ એવું આવશે કે જેના પર છંટકાવ કર્યો હશે તે પાક પર ચમક આવશે. ભલે પછી તે અનાજ, ફળ, શાક કે ભાજીના પાક પર છાંટવાતી તે ચમકીલા બનશે. તે ચમકદાર હશે. લોકો તેની ખરીદી કરવા માટે પડાપડી કરશે.

ધર્મગ્રંથો ને ધાર્મિક વિધિ શું કહે છે

આ સાત ધાન કોફીને બાદ કરતાં મોટાભાગે નવરાત્રીની પૂજા વખતે ધાર્મિક પૂજા કરવામાં વપરાય છે.

વળી, હોલિકા પૂજા, બીજી કોઈ પણ પૂજા, એકદશી, પૂર્ણિમા વગેરેમાં કળશ નીચે વેદિકા માટે વપરાય છે. તેમાંથી પાપ નાશ કરે એવી ઊર્જા બનતી હોવાનું શાસ્ત્રો કહે છે. સાત ધાન

આર્થિક, બૌધિક, પુણ્ય, લક્ષ્મી, સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય માટે, નજર ઉતારવા માટે

ગ્રહોને દાન, પિત્રુને દાન આપવા માટે ઉપયોગ થતો આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp