મધ્ય પ્રદેશની બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન-ગ્વાલિયર અંગે ખુલાસો

PC: imarticus.org

બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, મધ્ય ભારત-ગ્વાલિયરને માનવ સંસાધન વિકાસ મંત્રાલય, નવી દિલ્હી તેમજ ઉત્તરપ્રદેશ અને મધ્ય પ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા માન્યતા આપવામાં આવી નથી. આ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા લઇને આપવામાં આવેલ ખોટા પ્રમાણપત્ર અને માર્કશીટના આધારે સરકારી કે ખાનગી સંસ્થાઓમાં નોકરી મેળવવા કે નોકરી મેળવી હોય તેની સામે તપાસ કરીને યોગ્ય પગલા લેવામાં આવશે તેમ, સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન-દહેરાદૂન દ્વારા આ બોર્ડ સામે બે ક્રિમિનલ કેસ પણ નોંધવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp