કોંગ્રેસના ધરણામાં યુવકે અગ્નિપથ યોજનાના લાભો ગણાવ્યા તો ખાવો પડ્યો માર

PC: hindi.news18.com

અગ્નિપથ યોજના વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા સોમવારે આયોજિત કરવામાં આવેલ વિરોધ પ્રદર્શન દરમિયાન ઝુંઝુનુમાં લાતો અને મુક્કા ચાલ્યા હતા. અહીં કોંગ્રેસના ધરણા ચાલી રહ્યા હતા. તે જ સમયે એક યુવક ત્યાં આવ્યો અને તેણે પણ સ્કીમ વિશે બોલવાની પરવાનગી માંગી. કોંગ્રેસના નેતાઓએ તેને મંજૂરી આપી અને માઈક આપ્યું. જ્યારે તે યુવકે ત્યાં અગ્નિપથ યોજનાના ફાયદા જણાવવાનું શરુ કર્યું ત્યારે કોંગ્રેસીઓ ગુસ્સે થઈ ગયા. આ પછી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ખલીલ બુડાણાએ સૌપ્રથમ યુવાન પાસેથી માઈક લઇ લીધું હતું. આ પછી યુવકને બેફામ માર મારવામાં આવ્યો હતો. યુવકે ત્યાંથી દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો.

મારપીટનો ભોગ બનેલો જગદીપ સિંહ ચુરુ જિલ્લાના લોહસાણાનો રહેવાસી છે. જગદીપનું કહેવુ છે કે, જ્યારે તેણે વિરોધ પ્રદર્શનમાં અગ્નિપથ યોજનાનું નામ જોયું તો તે તેના ફાયદા જણાવવા ત્યાં ગયો હતો. તેણે આયોજકોની સહમતિથી માઈક લીધું. જ્યારે તેણે યોજનાના લાભો ગણાવવાનું શરુ કર્યું તો ત્યાં બેઠેલા લોકો ગુસ્સે થઈ ગયા. તેમણે તેની પાસેથી માઈક છીનવી લીધું અને તેને મારવાનું શરુ કર્યું. બાદમાં તે કોઈક રીતે પોતાનો જીવ બચાવાની ત્યાંથી ભાગી ગયો હતો.

મારામારીની આ ઘટના બાદ ભાજપના નેતા અને રાષ્ટ્રીય પરિષદના સભ્ય વિશંભર પુનિયાએ કહ્યું કે, ઝુંઝુનુમાં જે પ્રકારની ઘટના બની તે કોંગ્રેસનો ગુસ્સો દર્શાવે છે. તે યુવકે સાચું કહ્યું હતું. સાચી વાત કોંગ્રેસને પચતી નથી. યુવક પર જે રીતે હુમલો કરવામાં આવ્યો તે નિંદનીય છે. BJPના જિલ્લા પ્રમુખ પવન માવંડિયાએ કહ્યું કે, ઝુંઝુનુ એક એવો જિલ્લો છે જેણે દેશમાં સૌથી વધુ સૈનિકો અને શહીદો આપ્યા છે. અહીંના યુવાનોમાં રાષ્ટ્રવાદની લાગણી ભરેલી જોવા મળે છે.

માવંડિયાએ કહ્યું કે, અગ્નિપથ યોજના વિશે અહીંયા યુવાનો સારી રીતે જાણે છે કે તે કેવી રીતે રાષ્ટ્રને સશક્ત બનાવશે. અહીંના યુવાનો નથી ઈચ્છતા કે કોઈ આ યોજનાનો વિરોધ કરે. જ્યારે પણ આવી યોજનાઓનો વિરોધ થાય છે ત્યારે યુવાનોના મનમાં દુઃખ થાય છે. સોમવારે જ્યારે એક યુવકે આ યોજના વિશે કહેવાનો પ્રયાસ કર્યો તો કોંગ્રેસના કાર્યકરોએ તેની સાથે મારામારી કરી.

મારપીટ કરનાર કોંગ્રેસના અધિકારી ખલીલ બુડાનાનું કહેવું છે કે, યુવક સાથે કોઈપણ પ્રકારની મારામારી કરવામાં આવી નથી. તેને આખો મામલો સમજાયો નહીં. તેથી તે માઈક પર આવું બોલ્યો અને આખો મામલો બની ગયો. અમે બાળકને સમજાવીને તેને ત્યાંથી રવાના કર્યો હતો. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ જ્યારે કોંગ્રેસના નેતાઓએ EDની કાર્યવાહી સામે કલેક્ટર કચેરીમાં ધરણા કર્યા હતા, ત્યારે એક મંદબુદ્ધિ યુવક ત્યાં આવ્યો હતો અને ભાજપ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. નવલગઢના કોંગ્રેસના સાંસદ લોકેશ જાંગીડ દ્વારા પણ તેમની સાથે મારામારી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp