ઇન્ફોસીસના નારાયણ મૂર્તિના 5 મહિનાના પૌત્રને 4.2 કરોડ રૂપિયા ડિવિડન્ડ મળ્યું

PC: tamil.goodreturns.in

ભારતીય ટેક કંપની ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના 5 મહિનાના પૌત્ર એકાગ્ર રોહન મૂર્તિને તેમના 15 લાખ શેર પર 4.2 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું છે. નારાયણ મૂર્તિએ ગયા મહિને આ શેર તેમના પૌત્રને ભેટમાં આપ્યા હતા. તેમની કિંમત લગભગ 210 કરોડ રૂપિયા છે.

ઇન્ફોસિસે 18 એપ્રિલે નાણાકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા હતા. કંપનીએ આ સમયગાળા માટે શેરધારકોને શેર દીઠ રૂ. 28ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. તેનું અંતિમ ડિવિડન્ડ રૂ. 20 અને વન- ટાઇમ ડિવિડન્ડ રૂ. 8 છે.

ઈન્ફોસિસનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે લગભગ 30 ટકા વધીને 7,969 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષે, સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 6,128 કરોડ રૂપિયા હતો. જ્યારે ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઇન્ફોસિસનો ચોખ્ખો નફો 11,058 કરોડ રૂપિયા હતો.

ઈન્ફોસિસના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત બાદ શેરનો ભાવ 1 ટકા તુટ્યો હતો. શુક્રવારે 1400 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે, Jefferies 14 ટકા અપસાઇડ અને રૂ. 1,630 ની લક્ષ્ય કિંમત સાથે BUY રેટિંગ જાળવી રાખ્યું છે.

લગભગ 5 મહિના પહેલા 10 નવેમ્બરના રોજ નારાયણ મૂર્તિના પુત્ર રોહન મૂર્તિ અને પુત્રવધૂ અપર્ણા કૃષ્ણન માતા-પિતા બન્યા હતા. ત્યારબાદ નારાયણ મૂર્તિએ તેમના પૌત્રનું નામ એકાગ્ર રાખ્યું. નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિને કૃષ્ણ સુનક અને અનુષ્કા સુનક નામની બે પૌત્રીઓ પણ છે. બંને પૌત્રીઓ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિની પુત્રીઓ છે.

ઈન્ફોસિસની સ્થાપના નારાયણ મૂર્તિએ 1981માં કરી હતી. ત્યારથી લઈને 2002 સુધી તેઓ કંપનીના CEO હતા. આ પછી, તેઓ 2002 થી 2006 સુધી બોર્ડના ચેરમેન હતા.

ઓગસ્ટ 2011માં, મૂર્તિએ ચેરમેન એમેરિટસના પદ સાથે કંપનીમાંથી નિવૃત્તિ લીધી. જો કે, ફરી એકવાર તેઓ 2013 માં એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કંપનીમાં પ્રવેશ્યા. આ સમય દરમિયાન તેમનો પુત્ર રોહન મૂર્તિ તેમના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા.

રોહન મૂર્તિ માટે એવું કહેવાય છે તે પણ તેના પિતાની જેમ ખુદ્દાર છે. પિતાની કંપની ઇન્ફોસીસમાં રોહનને વાઇસ પ્રેસિડન્ટના પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ રોહન તે સ્વીકારી નહોતી અને પોતાની કંપની શરૂ કરી છે. રોહને ડિજિટલ ટ્રાન્ફોર્મેશન કંપની સોરોકો શરૂ કરેલી છે અને તેની કંપનીની આવક લગભગ 150 કરોડ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp