ઉત્તર ભારતીયોના પલાયનને કારણે ગુજરાતના ઉદ્યોગોને જાણો કેટલું નુકસાન થયું

PC: thewirehindi.com

ઉત્તર ભારતીયોના પલાયનની સૌથી વધારે અસર ગુજરાતના ઉદ્યોગો પર પડી છે કારણકે વધારે શ્રમની જરૂર હોય તેવા ઉદ્યોગોમાં મોટા ભાગે ઉત્તર ભારતીય લોકો કામ કરતા હોય છે. ઉત્તર ભારતીયોના પલાયન પર હાલ પૂરતી તો બ્રેક લાગી છે પરંતુ પ્રોડક્શન અને નિકાસ બંધ રહેતા ગુજરાતના ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાતમાંથી ઉત્તર ભારતીય લોકોના પલાયનના કારણે અત્યાર સુધીમાં ગુજરાતના ઉદ્યોગકારોને 400 કરોડ જેટલી રકમનું નુકસાન વેઠવું પડ્યું છે. ગુજરાતના અલગ અલગ ઉદ્યોગોનું એક મહિનાનું 40 ટકા જેટલું પ્રોડક્શન ઓછું થયું છે. જેના કારણે વાર્ષિક પ્રોડક્શનમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ગુજરાતમાંથી ઉત્તર ભારતીય લોકોના પલાયનને લઈ ગુજરાતના ઉદ્યોગકારોનું માનવું છે કે, ઉત્તર ભારતીય લોકોના ગુજરાતમાંથી પલાયનના કારણે દિવાળીના ઓર્ડરનું કામ પણ ઠપ થઈ ગયું છે. આ બાબતે વહેલી તકે નિરાકરણ લાવવા માટે ઉદ્યોગકારોએ ગુજરાતના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને પણ રજૂઆત કરી છે. ઉદ્યોગકારોનું આ બાબતે કહેવું છે કે, ગુજરાતની પરિસ્થિતિ જોઈને ઉત્તર ભારતમાંથી કારીગરો ગુજરાતમાં આવતા નથી. જે કારીગરો કોન્ટ્રાક્ટ પર હતા અને ઉત્તર ભારતમાં તેમના પરિવારને મળવા માટે ગયા હતા તે કારીગરો પણ ગુજરાતમાં પરત નથી ફરી રહ્યાં. જેના કારણે દિવાળી ઓર્ડરનું કામ અટકી જતા ઉદ્યોગોને મોટું નુકસાન થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp