એવા સમાચાર સામે આવ્યા કે HALના શેરની ભાવ ફૂલ સ્પીડમાં ભાગ્યા

PC: HAL

ભારતીય વાયુ સેના દ્વારા ભારતમાં હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવતા ફાઇટર પ્લેન તેજસ ને ખરીદવા માટેના સમાચાર આવ્યા છે. આ ખબર આવતાની સાથે જ HAL કંપનીના શેરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. સોમવારે ઇંટ્રાડેમાં કંપનીનો શેર 3.50 ટકા જેટલો ઉછળ્યો હતો અને 1805 રૂપિયા સુધી પહોંચ્યો હતો. બાદમાં શેરના ભાવ થોડો નીચો આવ્યો હતો અને 2.81 ટકાની તેજી સાથે 1784.95 રૂપિયા પર બંધ આવ્યો હતો. HAL કંપનીના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક માધવને મલેશિયા દ્વારા ભારતના તેજસ વિમાન ખરીદવા સંબંધિત જાણકારી આપી છે.

તેજસ ફાઇટર પ્લેન HAL દ્વારા નિર્મિત સુપરસોનિક ફાઇટર પ્લેન છે, જે ઉચ્ચ દબાણ વાળા અને જોખમી વાયુ વાતાવરણમાં પણ સરળતાથી ઉડાણ ભરવા માટે સક્ષમ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રક્ષા મંત્રાલયે ભારતીય વાયુ સેના માટે 83 તેજસ લડાકૂ વિમાનો ખરીદવા માટે HAL કંપની સાથે 48000 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. ભારતે તેજસના MK 2 સંસ્કરણની સાથે સાથે પાંચમી પેઢીના ઉન્નત મધ્યમ ફાઇટર પ્લેનને વિકસિત કરવા માટે 5 બિલિયન અમેરીકન ડોલરની મહત્વાકાંક્ષી પરિયોજના પર કામ શરૂ કર્યું છે.

મલેશિયા પોતાના જૂના ફાઇટર પ્લેનોને બદલવાનો વિચાર કરી રહ્યું છે. HALના અઘ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક માધવને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ચીનના JF 17 જેટ, દક્ષિણ કોરિયાના, FA 50, MIG 35ને સારી પ્રતિસ્પર્ધા આપ્યા છતાં ભારતીય એરક્રાફ્ટ પર મલેશિયાએ પોતાની રૂચિ દર્શાવી છે. માધવને કહ્યું કે, તેજસની ખરીદી માટે થઇ રહેલી વાતચીત અંતિમ સમયમાં છે. ખબર પડી છે કે, ચીની JF 17 સસ્તું  આપી રહ્યાં હતા, પણ તે તેજસ વેરિયેન્ટના ટેક્નીકલ પેરામીટર્સની સરખામણીમાં હલકું સાબિત થઇ રહ્યું હતું.

ભારત મલેશિયાને સારી ઓફર આપી રહ્યું છે. જો મલેશિયા તેજસ વિમાન ખરીદે છે તો ત્યાં મેઇન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. તેમાં મલેશિયા પોતાના સુખોઇ 30 વિમાને રિપેર કરાવવા અને તેના પાર્ટ્સને લઇને ચિંતિત છે. કારણ કે પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લગાવેલા પ્રતિબંધના કારણે પાર્ટ્સની ખરીદીમાં મુશ્કેલી પડી રહી છે.

HAL કંપનીના શેરમાં પાછલા એક મહિનાથી દબાણ છે. આ અવધિમાં કંપનીના શેરનો ભાવ 5.45 ટકા તુટી ચૂક્યો છે. પણ, હવે મલેશિયા દ્વારા તેજસ ખરીદવા માટેના સમાચાર આવતા જ કંપનીના શેર 3.50 ટકા સુધી ઉછળ્યા છે. જોકે, HALના શેરોમાં પાછલા 6 મહિનામાં 40.58 ટકાનો ઉછાળો આવ્યો છે. વર્ષ 2022માં તે અત્યાર સુધી 44.68 ટકાનું રિટર્ન આપી ચૂક્યા છે. એક વર્ષમાં તે 68 ટકા સુધી ઉછળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp