દીદીને કેમ વિશ્વાસ છે ભાજપ 200 પાર નહીં કરી શકે?

PC: livemint.com

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. એક ટી.વી. ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં મમતા બેનર્જીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ પર કેન્દ્રીય તપાસ એજન્સીઓ ED અને CBIની કાર્યવાહીને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, જો તેઓ મને પણ જેલ મોકલે છે તો હું તેના માટે તૈયાર છું. ઇન્ટરવ્યૂમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને સવાલ કરવામાં આવ્યો કે રાકેશ ટીકૈતે હાલમાં જ કહ્યું હતું કેજરીવાલ જતા રહ્યા, હેમંત સોરેન જતા રહ્યા, હવે મમતા બેનર્જીનો વારો છે.

આ બાબતે પૂછવામાં આવતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, મમતા બેનર્જી કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છે. મારું ઘર એક જેલની જેવું છે. તેનાથી કોઈ ફેર પડતો નથી. હું આ ડરથી બેસી રહેનરમાંથી નથી કે તેઓ મને ક્યારે જેલ મોકલી આપશે. જો હું જેલ જાઉ છું તો મને થોડો આરામ મળશે. તેમના અત્યાચારથી સારું છે કે હું જેલ જતી રહું. દેશના લોકતંત્રને જ જેલ મોકલી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીએ હાલમાં જ ઘણી બેઠકો પર શંકા વ્યક્ત કરી છે કે ભાજપનો 200નો આંકડો પાર કરી શકશે કે નહીં.

એ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ગત વખત તેમને સૌથી વધુ 303 મળી હતી. એક વખત ભારતમાં કોંગ્રેસને 400 મળી, ત્યારે ઇન્દિરા ગાંધીનું મોત થયું હતું. રાજીવ ગાંધી પોતે જાણતા હતા. બંગાળમાં કોંગ્રેસને 16 સીટો મળી. એ સમયે લોકોની ઈચ્છા અને વિદ્રોહ બંને મતપેટીમાં ઝળક્યા. લોકો ઇન્દિરા ગાંધીની હત્યાને સ્વીકારી શકતા નહોતા. મેં ઘણા વડાપ્રધાનોને જોયા છે. અટલજીને પણ જોયા, તેમણે ઈન્ડિયા ઈઝ શાઈનિંગનો નારો પણ લગાવ્યો હતો. શું લાભ થયો? તેઓ ખોવાઈ જશે, જો 400 પારનુ્ં સપનું જોઈ રહ્યા છે. મને ખબર નથી તેઓ કેવી રીતે આ વાત કહે છે.

NDAના 400 પાર મિશન પર બોલતા તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં જનતા નક્કી કરશે કે સરકાર કોની બનશે. તેની સંખ્યા કોઈ નહીં બતાવી શકે. જ્યોતિષ પણ નહીં. મને ખબર છે વડાપ્રધાન મોદી કે ભાજપના લોકો કયા હિસાબે એમ કહી રહ્યા છે. મમતાએ મંગળવારે ઉત્તર બંગાળના જલપાઈગુડીમાં પોતાના અભિયાન ભાષણ દરમિયાન ભગવા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ નીચલા સદનની 543 સીટોમાંથી ઓછામાં ઓછી 370 સીટો જીતવાનું સપનું જોઈ રહી છે. તેને 200 સીટો પણ નહીં મળે. તેઓ 200નો આંકડો પાર નહીં કરી શકે. આપણે બંગાળ જીતીશું. પંજાબમાં અરવિંદ જીતશે. તામિલનડું સ્ટાલિન જીતશે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ જીતશે. ભાજપનો અંત શૂન્ય પર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp