અભિષેક મનુ સિંધવીએ કોર્ટને જણાવ્યું- કેજરીવાલે કેટલી વખત ખાધી કેરી, ક્યારે...

PC: timesnownews.com

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તિહાડ જેલમાં નિયમિત તપાસ અને ઇન્સ્યુલિન આપવાની માગ સાથે જોડાયેલી અરજી પર રાઉજ એવેન્યૂ કોર્ટે શુક્રવારે સુનાવણી થઈ. આ દરમિયાન કોર્ટમાં ફરી એક વખત જેલમાં મુખ્યમંત્રી કેજરીવાલના ખાન-પાનનો મુદ્દો ઉઠ્યો. કેજરીવાલ તરફથી રજૂ થયેલા વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ માટે જેલમાં 48 વખત ઘરનું ભોજન આવ્યું, જેમાંથી માત્ર 3 વખત કેરી મોકલવામાં આવી હતી. 8 એપ્રિલ બાદ કેજરીવાલના ભોજનમાં કેરી મોકલવામાં આવી નથી.

તો 48 વખતમાંથી માત્ર એક વખત નવરાત્રિના ભોજનમાં પૂરી ખાધી છે. તેના પર EDએ કોર્ટને જણાવ્યું કે, જેલ ઓથોરિટી તરફથી કેજરીવાલના ડાયટ ચાર્ટનો રિપોર્ટ આવી રહ્યો છે. તો અરવિંદ કેજરીવાલની નિયમિત તપાસ અને ઇન્સ્યુલિન ઉપલબ્ધ કરાવવાની માગ પર કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી રજૂ થયેલા વકીલ અભિષેક મનુ સિંધવીને બધાને અરજીની કોપી આપવા કહ્યું. કોર્ટે કહ્યું કે અમને અત્યારે આ બાબતે ખબર નથી કે અરજીમાં શું માગ કરવામાં આવી છે. તેના પર સિંધવીએ જણાવ્યું કે, EDને અરજીની કોપી આપી દીધી હતી.

તો EDએ કોર્ટમાં સવાલ ઉઠાવ્યો કે, અરવિંદ કેજરીવાલે અરજીમાં તેને પાર્ટી કેમ ન બનાવ્યા. EDએ કહ્યું કે, આ અરજીમાં તેમને પાર્ટી બનાવ્યા નથી. કેજરીવાલના વકીલે કહ્યું કે, અમે પાર્ટી બનાવ્યા નથી, રજીસ્ટ્રીએ પાર્ટી બનાવવા કહ્યું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વકીલે કોર્ટમાં કહ્યું કે શું હું કોઈ ગેંગસ્ટર છું, જે મને પોતાના ડૉક્ટર સાથે 15 મિનિટના વીસી પરામર્શની મંજૂરી પણ નહીં આપી શકાય? તેમણે કહ્યું કે, EDનું આ મામલા સાથે કોઈ લેવું દેવું નથી. કેજરીવાલ જેલમાં છે. એ માત્ર મીડિયામાં નિવેદન આપવા માટે અહી આવ્યા છે.

આજે અખબાર બટેટા પૂરીથી ભરાયેલા પડ્યા છે. કેટલી વખત બટેટા પૂરી ખાધી? તેના પર કોર્ટે કહ્યું કે, અમે જેલ ઓથોરિટી પાસે રિપોર્ટ મગાવ્યો છે. EDએ કહ્યું કે, અમારા કાલની દલીલ મુજબ અરવિંદ કેજરીવાલની ભોજન સામગ્રી ડૉક્ટરોના નિર્ધારિત ભોજન સાથે મેળ ખાતી નથી. તેના પર અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, આ મામલાને દબાવવા માટે જેલ અધિકારીઓએ ED સાથે મળીને મીડિયા ટ્રાયલ કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે અરવિંદ કેજરીવાલના ખાન-પાનના કારણે તેમનું સુગર લેવલ વધી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp