મેરી કોમ પહોંચી સેમિફાઇનલમાં, બની સૌથી વધુ મેડલ જીતનારી મહિલા બોક્સર

PC: dainikbhaskar.com

મંગળવારે વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એમસી મેરીકોમ 48 કિ.ગ્રાની સેમિફાઇનલમાં પહોંચી હતી. ત્યાં તેણે ક્વાર્ટર-ફાઈનલમાં ચાઇનાની વૂ યુને 5-0થી હરાવી. મેરીકોમની આ જીતથી જ ભારતીય બોક્સર મેરીકોમને સુવર્ણ ચંદ્રક મળ્યાની પુષ્ટિ થઈ ગઈ. હવે તે વિશ્વ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ મેડલ વિજેતા મહિલા બોક્સર બની ગઈ છે. વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સેમિ-ફાઇનલ્સમાં હારનારા ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે.

પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકી છે મેરી કોમ

પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલી મેરી કોમે અત્યાર સુધી વિશ્વ બોક્સિંગમાં છ મેડલ જીત્યા છે. આયર્લેન્ડની કેટી ટેલરે પણ પાંચ ગોલ્ડ સાથે છ મેડલ જીત્યા છે. કેટી હવે પ્રોફેશનલ બોક્સર બની ગઈ હોવાથી તેણે આ સ્પર્ધામાં ભાગ નથી લીધો. તેથી મેરી કોમ હવે વિશ્વ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે ગોલ્ડ મેડલ જીતનારી બોક્સર બની ગઈ છે.

12 વર્ષ પહેલાં દિલ્હીમાં જીતી ચૂકી છે ગોલ્ડ

મેરીકોમે ત્રણ કિલો વજન શ્રેણીમાં પાંચ સુવર્ણ ચંદ્રકો જીત્યા છે. તેણે એક વખત (2002) 45 કિલો વજન વર્ગ, ત્રણ વખત (2005, 2006, 2008) 46 કિલો વજન વર્ગ અને એકવાર (2010) 48 કિલો વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. 2006 માં મેરીકોમે દિલ્હીમાં વર્લ્ડ વિમેન્સ બોક્સીંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. 35 વર્ષીય મેરી કોમે છેલ્લે 2010માં વિશ્વ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp