Moto G64 5G ભારતમાં લોન્ચ, 6000mAhની બેટરી સાથે મળે છે 50MP કેમેરા, જાણો કિંમત

PC: gadgets360.com

મોટોરોલાએ ભારતીય બજારમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. કંપનીએ Moto G64 5G લોન્ચ કર્યો છે, જે Moto G62નો સક્સેસર છે. કંપનીને Moto G62 વર્ષ 2022માં લોન્ચ કર્યો હતો. Moto G64 5Gની વાત કરીએ તો એ ભારતમાં MediaTek Dimensity 7025 સાથે આવતો પહેલો સ્માર્ટફોન છે. તેમાં 50MPનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે 6000mAhની બેટરી આપવામાં આવી છે જે 33Wનું ચાર્જિંગ સપોર્ટ કરે છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 14 સાથે આવે છે. આવો જાણીએ તેની કિંમત અને બીજી વિગતો.

Moto G64 5Gની કિંમત:

મોટોરોલાએ આ ફોનને 2 કોન્ફિગ્રેશનમાં લોન્ચ કર્યો છે. Moto G64ના 8GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 14,999 રૂપિયા છે, તો તેનો 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિયન્ટ 16,999 રૂપિયામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ ફોનની ઈન્ટ્રોડક્ટરી પ્રાઇઝ છે, જેમાં પછી બદલાવ થશે. આ હેન્ડસેટ 3 કલર ઑપ્શનમાં આવે છે. તેને ફ્લિપકાર્ટ અને મોટોરોલાની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. સ્માર્ટફોન પર 1000 રૂપિયાનું ઇન્સટંટ ડિસ્કાઉન્ટ HDFC બેંક ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર મળે છે.

શું છે સ્પેસિફિકેશન?

ડબલ સીમવાળા Moto G64 5G સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 પર બેઝ્ડ છે. કંપની તેને માત્ર એક એન્ડ્રોઇડ અપડેટ આપશે. જો કે, 3 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ મળશે. સ્માર્ટફોન 6.5 ઈંચના ફૂલ HD+ IPS LCD સ્ક્રીન સાથે આવે છે જે 120 Hz રિફ્રેશ રેટ સ્પોર્ટ કરે છે. ફોનમાં MediaTek Dimensity 7025 પ્રોસેસર મળે છે જે 12GB RAM સાથે આવે છે. આ હેન્ડસેટમાં 50MPનો પ્રાઇમરી કેમેરા અને 8MPના અલ્ટ્રા વાઈડ એંગલ લેસવાળો ડબલ કેમરા સેટઅપ આપવામાં આવ્યા છે.

ફ્રન્ટમાં કંપનીએ 16MPનો સેલ્ફી કેમેરો આપ્યો છે. ડિવાઇઝ 12GB સુધી RAM અને 264GB સુધી સ્ટોરેજ આવે છે. સ્ટોરેજને માઇક્રો SD કાર્ડની મદદથી એક્સપેડ કરી શકો છો. સ્માર્ટફોનને પાવર આપવા માટે 6000mAhની બેટરી આપવામાં આવી છે. જે 33Wનું ફાસ્ટ ચાર્જિંગ સ્પોર્ટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp